ન્યૂઝ18 ગુજરાતી: ઓછી કિંમતવાળી એરલાઇન સ્પાઇસજેટે તાજેતરમાં મોનસૂન સેલ ઓફર રજૂ કરી છે. આ સેલ હેઠળ મુસાફરોને ઘરેલું ફ્લાઇટ્સ માટે ઓછામાં ઓછા 888 રૂપિયાની મુસાફરી કરવાની તક આપવામાં આવે છે. ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે ઓછામાં ઓછા 3,499 રુપિયામાં ટિકિટો બૂક કરવાની ઓફર કરવામાં આવે છે. આ પહેલા આ ચોમાસુ સેલ કંપનીનીએ 2 જુલાઇથી 6 જુલાઈ સુધી નક્કી કર્યો હતો. પરંતુ કંપનીએ હવે આ સેલની તારીખ 7 જુલાઇ સુધી લંબાવી છે. આજે સસ્તી ટિકિટ બૂક કરવાની છેલ્લી તક છે. આ સેલ હેઠળ બૂક કરાયેલી ટિકિટો પર 25 સપ્ટેમ્બર, 2019 સુધી યાત્રા કરી શકો છો.
નિયમો અને શરતો
>> આ ઓફર તમામ ચેનલ્સ અને માધ્યમથી ટિકિટ બૂકિંગ પર લાગુ છે.
>> આ છૂટ માત્ર એક તરફી ભાડા પર હશે.
>> આ ઓફર કોઈપણ અન્ય ઓફર સાથે જોડી શકાતી નથી અને ગ્રૃપ બૂકિંગ માટે લાગુ થશે નહીં.
>> સામાન્ય રદ્દીકરણ ચાર્જ સાથે ભાડુ પરત કરાશે.
>> આ પ્રોમો નૉન-સ્ટોપ ફ્લાઇટ્સ માટે લાગુ છે.
>> ટિકિટ્સ પહેલા આવો અને પહેલા મેળવોના આધાર ઉપલબ્ધ છે.
>> બ્લેક-આઉટ તારીખો લાગુ
આ ઉપરાંત સ્પાઇસજેટ મેગા સેલ હેઠળ સીટ, માઇલ, સ્પેસમેક્સ અને અન્ય વસ્તુઓ પર 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આનો લાભ લેવા માટે મુસાફરોએ AMEX50 પ્રોમો કોડનો ઉપયોગ કરવો જરુરી છે. સ્પાઇસમેક્સ સીટ માટે અમેરિકન એક્સપ્રેસ કાર્ડથી ચૂકવણી પર 500 રુપિયાની છૂટ મળશે.
And great discounts keep raining! SpiceJet’s Monsoon Sale now extended till July 7, 2019! Domestic fares starting at Rs 888/- and International fares starting at Rs 3499/-. Rush to https://t.co/PykmFjYcix or get the SpiceJet mobile app now, before the offer runs out! T&C Apply. pic.twitter.com/AVTLXne60P
સ્પાઇસજેટ વેકેશન ઑફર હેઠળ સ્પાઇસજેટ મોબાઇલ એપ્લિકેશનથી ફ્લાઇટ ટિકિટ બૂક કરાવા પર 1000 રુપિયાનું ડિસ્કાઉન્ટનું હોટલ વાઉચર મળશે. આ વાઉચર ગ્રાહકને ઇ-મેલ પર મોકલવામાં આવશે. આ ઓફર 31 ઓગસ્ટ 2019 સુધી લાગુ છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર