નવી દિલ્હીઃ ખૂબ જ ઓછા બજેટમાં પ્લેનમાં મુસાફરીનો આનંદ ઉઠાવવા માંગો છો તો આપની પાસે સ્પાઇસજેટ (SpiceJet) અને ઈન્ડિગો (IndiGo)ની ઓફર્સનો લાભ ઉઠાવવાની તક છે. પ્રાઇવેટ સેક્ટરની આ બંને એરલાઇન્સે નવા વર્ષમાં ડોમેસ્ટિક પ્લેન પેસેન્જરોને શાનદાર ઓફર્સની રજૂઆત કરી છે. સ્પાઇસજેટ બુક બેફિકર સેલ (SpiceJet Book Befikar Sale) દ્વારા 899 રૂપિયામાં હવાઈ યાત્રાની તક મળી રહી છે. બીજી તરફ, ઈન્ડિગોએ પણ નવા વર્ષે પોતાની પહેલી ધ બિગ ફેટ ઈન્ડિગો સેલ (The Big Fat IndiGo Sale)ની શરૂઆત કરી દીધી છે. આ સેલમાં ઈન્ડિગો પેસેન્જરો માટે ફ્લાઇટ ટિકિટોની કિંમત માત્ર 877 રૂપિયા રાખી છે. 22 જાન્યુઆરી સુધી આ ઓફર ચાલુ છે.
સ્પાઇસજેટ બુક બેફિકસ સેલ ઓફર 13 જાન્યુઆરીથી શરૂ થયું હતું અને તે પણ 22 જાન્યુઆરી સુધી ચાલશે. સ્પાઇસજેટની આ ખાસ ઓફરને જેઓ પણ 22 જાન્યુઆરી સુધી ટિકિટ બુક કરાવશે તેની પર 1 એપ્રિલથી લઈને 30 સપ્ટેમ્બર 2021ની વચ્ચે મુસાફરી કરી શકે છે. એટલે જો તમે એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ઓફર આપના માટે સૌથી સારી છે. કે પવી તમે લાંબા સમયથી ક્યાંય જવાનું પ્લાનિંગ ટાળી રહ્યા છો તો એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે પ્લાનિંગ કરવાની શાનદાર તક છે.
કંપનીએ પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે પેસેન્જર 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2021ની ટિકિટો માટે આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. આ ઉપરાંત કંપનીએ આ સેલ હેઠળ કેટલાક અન્ય આકર્ષક બેનિફિટ્સ આપવાની પણ ઘોષણા કરી છે. એરલાઇન પ્રત્યેક ગ્રાહકને પ્રતિ ફ્લાઇઝ બેઝ ફેર જેટલી રકમનું એક મફત વાઉચર પણ આપી રહી છે. જોકે, આ વાઉચર મહત્તમ 1000 રૂપિયાનું હોઈ શકે છે.
ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરી શકશો વાઉચર્સ
આ ફ્લાઇટ વાઉચર 28 ફેબ્રુઆરી 2021 સુધી વેલિડ હશે. તે માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ ઉપર જ લાગુ થશે. આ વાઉચરને ઓછામાં ઓછા 5,500 રૂપિયાની ઓછામાં ઓછી લેવડ-દેવડની સાથે નવેસરથી બુકિંગ કરાવવા ઉપયોગમાં લઈ શકાય છે.
બીજી તરફ, ઈન્ડિગોની લેટેસ્ટ સેલ ઓફરમાં ખરીદવામાં આવેલી ટિકિટોથી 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બરની વચ્ચે મુસાફરી કરી શકાય છે. ઈન્ડિગોની બુકિંગ અવધિ દરમિયાન તમામ ચેનલોના માધ્યમથી કરી શકાશે. એરલાઇને પોતાની વેબસાઇટ પર જણાવ્યું કે આ ઓફર 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બરની વચ્ચે કેટલીક પસંદગીની સેક્ટર્સમાં નોન સ્ટોપ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે ઉપલબ્ધ છે. એરલાઇને એવું પણ જણાવ્યું કે આ બિગ ફેટ સેલ ઓફર હેઠળ સીટોની સંખ્યા કેટલી હશે. Indigoએ કહ્યું કે આ ઓફરને ટ્રાન્સફર નહીં કરી શકાય, બીજા સાથે બદલી નહીં કરી શકાય અને આ ઇનકેશેબલ પણ નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર