સ્પાઇસ જેટ દ્વારા જેટ એરવેઝના 100 પાયલટ સહિત 500 કર્મચારીને નોકરી અપાઇ

સ્પાઇસ જેટના એમડી અને ચેરમેન અજય સિંહે જણાવ્યું કે તેમની એરલાઇનન્સની ભરતી જેટના કર્મચારીને પ્રાથમિકતા આપવામાં આવશે.

News18 Gujarati
Updated: April 20, 2019, 4:02 PM IST
સ્પાઇસ જેટ દ્વારા જેટ એરવેઝના 100 પાયલટ સહિત 500 કર્મચારીને નોકરી અપાઇ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 20, 2019, 4:02 PM IST
ન્યૂઝ ગુજરાતી : નાણાકીય ભીડના કારણે બંધ થઈ ગયેલી જેટ એરવેઝના 500 કર્મચારીને દેશની અન્ય એક એરલાઇન સ્પાઇસ જેટ દ્વારા નોકરીની ઓફર કરવામાં આવી છે. કંપનના મતે તેઓ જેટના અન્ય કર્મચારીઓને પણ નોકરી આપવા તૈયાર છે. સ્પાઇસજેટના અધ્યક્ષ અને એમડી અજય સિંહે શુક્રવારે જાહેરાત કરી હતી.

સ્પાઇસ જેટે અગાઉ જાહેરાત કરી હતી કે તે પોતાની એરલાઇનમાં 22 બોઇંગ 737 અને પાંચ ટર્બોપ્રૉપ બૉમ્બાર્ડિયર ક્યૂ 400 એસને સમાવિષ્ઠ કરવાના છે. આ અંગે કંપનીનું કહેવાનું છે કે જેટ એરવેઝની અસ્થાયી સેવાઓ અને બંધ થયેલી એરલાઇન્સના કારણે તેમણે આ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :  Jet Airwaysનાં યાત્રીઓ માટે Air India આપશે ખાસ ઓફર!

અજય સિંહે જણાવ્યું કે તેમની એરલાઇન આગળની ભરતીમાં પણ જેટના કર્મચારીઓને પ્રાથમિકતા આપશે. તેમણે કહ્યું, “ અમે અમારી એરલાઇનનો વિસ્તાર કરવા જઈ રહ્યાં છે, આ સ્થિતિમાં જેટ એરવેઝના કર્મચારીઓને પ્રથમ પ્રાથમિકતા આપીશું. અમે તાજેતરમાંજ 200 કેબિન ક્રૂ, 200 ટેકનિકલ સ્ટાફ અને 100થી વધુ પાયલટને નોકરી આપી છે. ”

તેમણે કહ્યું, 'અમે અમારી એરલાઇનમાં વધારે વિમાનોનો સમાવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એરલાઇન દ્વારા ગુરૂવારે મુંબઈ અને દિલ્હીની વચ્ચે 24 નવી સેવાઓ શરૂ કરી છે. જેમાં 16 ફ્લાઇટ મુંબઈ 4 દિલ્હી અને 4 અન્ય બે રાજ્યોને જોડશે. એવી શક્યતા છે કે આ ફ્લાઇટ 26 એપ્રિલથી 2 મેની વચ્ચે શરૂ થઈ જશે.
First published: April 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...