RBL Bank Popcorn Credit Card: દર મહિને 2 મૂવી ટિકિટ ફ્રી મેળવવાની તક, જાણો કાર્ડના ફીચર્સ

RBL Bank Popcorn Credit Card: દર મહિને 2 મૂવી ટિકિટ ફ્રી મેળવવાની તક, જાણો કાર્ડના ફીચર્સ
તસવીર - rblbank.com)

દર મહિને બુક માય શો દ્વારા બે ટિકિટ ખરીદવા પર તમે અધિકતમ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો

  • Share this:
નવી દિલ્હી : જો તમે ફિલ્મો જોવાના શોખીન હોય અને બુક માય શો દ્વારા ટિકિટ બુક કરતા હોય તો તમારી માટે આરબીએલ બેન્ક પોપકોર્ન ક્રેડિટ કાર્ડ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. આ કાર્ડ દ્વારા તમે દર મહિને 2 મૂવી ટિકિટ ફ્રી મેળવી શકો છો.

જાણો આ કાર્ડના ખાસ ફીચર્સ



- આરબીએલ પોપકોર્ન ક્રેડિટ કાર્ડ તેના ગ્રાહકને વેલકમ ગિફ્ટ તરીકે 4 બુક માય શો મૂવી ટિકિટ(મહત્તમ 100 રૂપિયા) આપે છે. જોકે, આ તમને પ્રથમ ડ્યું ડેટ સુધીમાં મેમ્બરશિપ ફી ચૂકવવા પર અને ઓછામાં ઓછું એક ટ્રાન્જેક્શન કરવા પર મળે છે.

- દર મહિને બુક માય શો દ્વારા બે ટિકિટ ખરીદવા પર તમે અધિકતમ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જોકે, તમારે આ ઓફરનો લાભ લેવા માટે ક્રેડિટ કાર્ડ દ્વારા મહિનામાં 5000 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ મુજબ ગ્રાહક વર્ષે 24 ફ્રી મુવી ટિકિટ મેળવી શકે છે.

આ પણ વાંચો- મોબાઈલ ગેમિંગનો શોખ છે? 18,999થી શરૂ થતાં આ શ્રેષ્ઠ ફોન ઉપર એકવાર નજર દોડાવો

- આરબીએલ પોપકોર્ન ક્રેડિટ કાર્ડ દ્વારા દર અઠવાડિયે તમે ગમે ત્યાં રૂ. 2500 ખર્ચ કરવા પર 25 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો. આ માટે દર મંગળવારે તમારે કાર્ડ પાછળનો QR કોડ સ્કેન કરવો પડશે.

- પેટ્રોલ પંપ પર ફ્લુલ સરચાર્જ માફ. (એક બિલિંગ સાઇકલમાં વધુમાં વધુ 100 રૂપિયા ફ્યુઅલ સરચાર્જ માફ, ટ્રાન્જેક્શન વેલ્યુ 500 રૂપિયાથી 4000 રૂપિયા સુધીની હોવી જોઈએ.)

RBL બેન્ક પોપકોર્ન ક્રેડિટ કાર્ડના સરચાર્જ

ઉલ્લેખનીય છે કે આ ક્રેડિટ કાર્ડ માટે તમારે વાર્ષિક 1000 રૂપિયા મેમ્બરશિપ ચૂકવવી પડશે.
Published by:News18 Gujarati
First published:April 12, 2021, 22:24 pm

ટૉપ ન્યૂઝ