Home /News /business /SIP Investment: રોજના માત્ર 117 રૂપિયાની કરો બચત, દર મહિને ઘરે-બેઠા મળશે પૂરા 70 હજાર રૂપિયા
SIP Investment: રોજના માત્ર 117 રૂપિયાની કરો બચત, દર મહિને ઘરે-બેઠા મળશે પૂરા 70 હજાર રૂપિયા
નાની ઉંમરથી જ રોકાણ શરૂ કરી દેવું જોઈએ
જો તમને નિવૃતિ પછીના ખર્ચ માટે દર મહિને 80 હજાર રૂપિયાની જરૂર પડશે, તો તમારે નાની ઉંમરથી જ રોકાણ શરૂ કરી દેવું જોઈએ. જો તમે હજુ સુધી રોકાણ શરૂ કર્યુ નથી, તો હવે શરૂઆત કરી લો.
નવી દિલ્હીઃ દરેક સુરક્ષિત રોકાણ અને સારું વળતર ઈચ્છે છે. પરંતુ તેના માટે જરૂરી છે, કોઈ સારી યોજનામાં રોકાણ કરવામાં આવે. સેવિંગ પર મળનારું વળતર તમારુ ભવિષ્ય નક્કી કરે છે. કોઈ પણ પ્રકારના રોકાણમાં સૌથી પહેલા જરૂરી છે કે, તમે તેના પર ભવિષ્યમાં મળવા વાળા વળતર વિશે પૂરી જાણકારી લઈ લો. આજે રોકવામાં આવેલા રૂપિયા જ ભવિષ્યમાં તમારા અને તમારા પરિવારને કામ લાગે છે.
દર મહિને 70 હજારનું વ્યાજ
મોંઘાવારીની વચ્ચે માની લો કે, જો તમને નિવૃતિ પછીના ખર્ચ માટે દર મહિને 80 હજાર રૂપિયાની જરૂર પડશે, તો તમારે નાની ઉંમરથી જ રોકાણ શરૂ કરી દેવું જોઈએ. જો તમે હજુ સુધી રોકાણ શરૂ કર્યુ નથી, તો હવે શરૂઆત કરી લો. હાલ બેંકોનો સરેરાશ વ્યાજ દર લગભગ 7 ટકા છે. એવામાં દર મહિને 70 હજાર રૂપિયાના વ્યાજ માટે તમારી પાસે ઓછામાં ઓછા 1.2 કરોડ રૂપિયાનું ફંડ હોવું જોઈએ.
ઉદાહરણ તરીકે હાલ તો, તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે 3,500 રૂપિયાની માસિક એસઆઈપી શરૂ કરી દો, તો તમારું કામ સરળ થઈ જશે. જો કે, કેટલીક કંપનીઓએ બજારમાં દૈનિક ધોરણે એસઆઈપી શરૂ કરી દીધી છે. હાલ તો, એસઆઈપી પર સરેરાશ 12 ટકા વાર્ષિક વળતર મુજબ ગણતરી કરીએ તો, દર મહિને 3,500 રૂપિયા લગાવીને રોકાણ કરવા પર તમે કુલ 12.60 લાખ રૂપિયાનું રોકાણ કરો છો. 12 ટકા વ્યાજ મળવા પર 30 વર્ષ પછી તમારી પાસે 1.2 કરોડ રૂપિયાનું ફંડ હશે. જો કે, કુલ રકમ બજારના ઉતાર-ચઢાવ પર પણ નક્કી કરે છે.
1.2 કરોડના ફંડ પર જો તમે 7 ટકા વાર્ષિક આધાર પર વ્યાજની ગણતરી કરો તો દર વર્ષે લગભગ 8.4 લાખ રૂપિયા થાય છે. માસિક આધાર પર જોઈએ તો, તે લગભગ 70 હજાર રૂપિયા થાય છે. આ રીતે તમે નિવૃતિ પછી દર મહિને ઘરે-બેઠા 70 હજાર રૂપિયા પ્રાપ્ત કરી શકો છો. જાણકારી અનુસાર, SBI સ્મોલ કેપ મ્યુચ્યુઅલ પંડે ગત કેટલાક વર્ષોમાં રોકાણકારોને 20 ટકાનું વળતર આપ્યુ છેં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર