Indian Railways: UP, MP અને ગુજરાતના આ શહેરો માટે ચાલશે સમર સ્પેશ્યલ ટ્રેન, અહીં જુઓ શિડ્યુલ
Indian Railways: UP, MP અને ગુજરાતના આ શહેરો માટે ચાલશે સમર સ્પેશ્યલ ટ્રેન, અહીં જુઓ શિડ્યુલ
પ્રતિકાત્મક તસવીર
Indian Railway IRCTC: આ ટ્રેન પૂર્વોત્તર રેલવે (North Eastern Railways) દ્વારા ઉધના (ગુજરાત) અને બનારસ (ઉત્તર પ્રદેશ) વચ્ચે ચલાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ટ્રેન 26મી એપ્રિલે ઉધનાથી શરૂ થશે.
રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે (Indian Railways)એ ઉનાળાની રજાઓમાં બનારસ માટે સુપરફાસ્ટ સમર વીકલી સ્પેશિયલ ટ્રેન (Summer Special Train) ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન પૂર્વોત્તર રેલવે (North Eastern Railways) દ્વારા ઉધના (ગુજરાત) અને બનારસ (ઉત્તર પ્રદેશ) વચ્ચે ચલાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ટ્રેન 26મી એપ્રિલે ઉધનાથી શરૂ થશે. આ ટ્રેન શરુ થવાથી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે મુસાફરી કરતા રેલવે મુસાફરોને ઘણો ફાયદો થશે.
આ અંગે ઉત્તર-પૂર્વ રેલવેના પ્રવક્તા પંકજ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધા માટે 09013/09014 ઉધના-બનારસ-ઉધના સુપરફાસ્ટ સમર વીકલી સ્પેશિયલ ટ્રેનનું સંચાલન ઉધનાથી 26 એપ્રિલ અને 03 મે, 2022ના દિવસે મંગળવાર અને 27 એપ્રિલ અને 4 મે 2022ના દિવસે બુધવારે બનારસથી 02 રાઉન્ડ માટે કરવામાં આવશે. જોકે, આ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોએ કોવિડ -19ના ધારાધોરણોનું પાલન કરવું પડશે.