Home /News /business /સ્ટોક માર્કટમાં નજીકના ગાળામાં ઉથલપાથલની સંભાવના ખરી, પણ મંદીનું પ્રભુત્વ નહીં હોય: તજજ્ઞો

સ્ટોક માર્કટમાં નજીકના ગાળામાં ઉથલપાથલની સંભાવના ખરી, પણ મંદીનું પ્રભુત્વ નહીં હોય: તજજ્ઞો

શેબજારમાં જોવા મળશે ઊથલપાથલ

STOCK MARTKE NEWS: વૈશ્વિક અર્થતંત્ર માટે સપ્લાય ચેઇનના ગંભીર પ્રશ્નો ઊભા થવાની શક્યતા વચ્ચે આગામી સમયમાં સ્ટોક માર્કટમાં નવા જૂની થવાની શક્યતા છે.

  નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા નાણાકીય વર્ષ 2023ના જીડીપી વૃદ્ધિ દરના આંકડામાં ઘટાડો કરી 7.2 થી 7 ટકા કરી દેવાયો છે. આ ઘટાડાને તજજ્ઞો વાસ્તવિક કહી રહ્યા છે. ત્યારે વૈશ્વિક ઉથલપાથલ અને ઊંચો સ્થાનિક ફુગાવો વૃદ્ધિ પર નકારાત્મક અસર કરશે તેવું શ્રીરામ લાઇફ ઇન્શ્યોરન્સના સીઆઈઓ અજિત બેનર્જીએ મનીકન્ટ્રોલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે અમેરિકાની મંદીની ભારતની સ્ટોક માર્કેટ પર અસર, ખરીદી કરવાનો શ્રેષ્ઠ સમય કયો? ભારત માટે નજીકના ગાળાના પડકારો, રેપો રેટમાં વધારાની શક્યતાઓ, કોર્પોરેટ કમાણી સામે મોટું જોખમ સહિતના મુદ્દાઓ પર પોતાના મંતવ્યો પણ વ્યક્ત કર્યા હતા.

  ઉદ્યોગો અને ભૌગોલિક ક્ષેત્રોમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવતા અજિત બેનર્જીનું માનવું છે કે, કોરોના મહામારી પછી શેર બજારની રિકવરીમાં સ્થાનિક સંસ્થાકીય અને રિટેલ રોકાણકારો દ્વારા પૂરા પાડવામાં આવેલા ટેકાને જોતાં બજાર નીચે તરફ જઈ શકશે નહીં. જોકે નજીકના ગાળામાં થોડી ઉથલપાથલ થઈ શકે છે. તેઓનું માનવું છે કે, ડિપ્સમાં ખરીદી કરવી એ શ્રેષ્ઠ વ્યૂહરચના છે.

  સૌથી વધુ ઝડપથી વિકસતા દેશ એવા ભારત માટે નજીકના ગાળાના પડકારો શું છે?

  ભારતને ફુગાવો કાબૂમાં રાખવા અને વૃદ્ધિની ગતિને અકબંધ રાખવા વચ્ચે યોગ્ય સંતુલન જાળવવા પડકારનો સામનો કરવો પડ્યો છે. આ બંનેને યોગ્ય રીતે જાળવવું ખૂબ જ મુશ્કેલ છે. આ બંને ગતિશીલતાને મહત્તમ સ્તરે મેળવવામાં અવરોધક તરીકે કામ કરતા વિવિધ પરિબળો છે.

  ચાલુ ખાતાની ખાધ (CAD)માં વધારો: નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં CAD વધીને 23.9 અબજ ડોલર (જીડીપીના 2.8 ટકા) થઈ હતી, જેનું મુખ્ય કારણ ઊંચી વેપાર ખાધ હતી. બાહ્ય મોરચે સંજોગો પડકારજનક છે. તેનો અર્થ એ કે ભારત આ વર્ષે ઉચ્ચ CAD તરફ આગળ જઈ રહ્યું છે.

  કરન્સી વોલેટિલિટીઃ ડોલરની શૂટિંગ પાવરના કારણે રૂપિયો વધુ ને વધુ ગગડી રહ્યો છે. RBIએ લગભગ 100 અબજ ડોલરની જંગી રકમ ખેંચી લીધી છે. રિઝર્વ 545 અબજ ડોલર છે, જે એક વર્ષ અગાઉ 642 અબજ ડોલરની ટોચ પર હતો. તે રૂપિયાને પુનર્જીવિત કરવા માટે મહત્વનું પાસુ બની જાય છે.

  યુએસ ફેડરલ રિઝર્વ (ફેડ) પોતાની નીતિને વધુ કડક બનાવશે, ત્યારે USD વધુ મજબૂત બનશે, બદલામાં રૂપિયા પર વધારાનું દબાણ લાવશે. ઊંચો ડેટ-થી-જીડીપી રેશિયો: ભારત હાલમાં 80 ટકાથી વધુના ડેટ-ટુ-જીડીપી રેશિયો પર ચાલી રહ્યું છે. સરકારનો વ્યાજનો બોજ આવકના 25 ટકાથી વધુ છે. જેનો અર્થ એ થયો કે સરકાર તેના નાણાંનો નોંધપાત્ર હિસ્સો ડેટ સર્વિસિંગ પર ખર્ચ કરે છે, આ રકમ મૂડી અથવા સામાજિક ખર્ચ પર વધુ સારી રીતે ખર્ચ કરી શકાય છે.

  ભૌગોલિક રાજકીય મુદ્દાઓ: લાંબા સમય સુધી ચાલેલી રશિયા-યુક્રેન કટોકટી તેમજ ચીન-તાઇવાન વચ્ચે ખેંચાખેંચી વૈશ્વિક અર્થતંત્ર માટે સપ્લાય ચેઇનના ગંભીર પ્રશ્નો ઉભા કરી શકે છે. જેના પરિણામે સપ્લાયમાં અડચણ આવે છે અને કિંમત ઊંચી થઈ જાય છે.

  નિકાસના જથ્થામાં ઘટાડો: આપણે હજી નિકાસના સંપૂર્ણ ચિત્રને જોયું નથી. આ મુદ્દો હમણાં જ શરૂ થયો છે. જૂન મહિનાથી ભારતના ટેક અને મધ્યમ તકનીકી નિકાસ વોલ્યુમ ધીમા પડી રહ્યા છે, જે ઓગસ્ટથી બેલેન્સ ઓફ પેમેન્ટ્સ (બીઓપી) ને અસર કરે છે. આ વાત અત્યારે ખૂબ જ ચિંતાનો વિષય છે.

  50 બેસિસ પોઇન્ટ (BPS) રેપો રેટમાં વધારા પછી, શું વધુ વધારાની અપેક્ષા રાખી શકાય?

  મુખ્ય પ્રાથમિકતાઓ લાંબા ગાળાના વિકાસ સાથે સમાધાન કર્યા વિના ફુગાવાને નિયંત્રિત કરવાની રહેશે અને કરન્સી સ્થિર રાખવાની છે. હાલની અસ્થિર બાહ્ય અને આંતરિક પરિસ્થિતિમાં આ બાબતો વચ્ચે સંતુલન જાળવવું અગત્યનું કામ છે.

  બીજા ત્રિમાસિક ગાળાના ડેટા સૂચવે છે કે આર્થિક પ્રવૃત્તિ સ્થિતિસ્થાપક રહેશે. ખાનગી કંઝપશન અટકી રહ્યું છે અને ગ્રામીણ માંગ પણ ટ્રેક્શન મેળવી રહી છે, તેની સાથે ક્રેડિટ ઓફટેકમાં વધારો થયો છે. આથી, RBI એ બેન્કિંગ સિસ્ટમમાં પર્યાપ્ત લિક્વિડિટી જળવાઈ રહે અને વધારાની લિક્વિડિટી વ્યવસ્થિત રીતે પાછી ખેંચી લેવામાં આવે તેનું ધ્યાન રાખવું જોઈએ.

  ઓછા ખરીફ ઉત્પાદનને કારણે અનાજના ભાવમાં વધારો થતા ફુગાવામાં વધારો થવાનું જોખમ છે. વધુમાં, ચોમાસું મોડું પાછું ખેંચવાના કારણે અને દેશના વિવિધ પ્રદેશોમાં તીવ્ર વરસાદના ઝાપટાને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે, જે ચિંતાનું કારણ હોવાનું RBI ના ગવર્નરે સ્વીકાર્યું હતું.

  આમ તો નાણાકીય નીતિ પુરવઠા સંબંધિત આંચકાઓને ઘટાડી શકતી નથી, જેથી કેન્દ્રીય બેંકે આને કારણે જે જોખમોનો સામનો કરવો પડી શકે છે. તેના વિશે ધ્યાન આપવાની જરૂર છે.

  યુએસ ફેડની આગેવાની હેઠળની વિશ્વભરની મધ્યસ્થ બેન્કોએ તેમના હોકિશ ટોનમાં વધારો કર્યો છે અને ફુગાવાને અંકુશમાં લેવા વૃદ્ધિનું બલિદાન આપવા તૈયાર છે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે તેની નાણાકીય નીતિ ઘરેલું ફુગાવા અને વૃદ્ધિને ધ્યાનમાં રાખીને ચાલે છે. તે ફુગાવાને નિયંત્રિત કરવા માટે આત્યંતિક હોકિશ પગલાં અપનાવી શકશે નહીં, જે આર્થિક વિકાસને જોખમમાં મૂકે છે અને કેટલાક સકારાત્મક સંકેતો દર્શાવે છે.

  આ કારણોથી, અમે આગામી બેઠકમાં વધુ 35 બીપીએસ દરમાં વધારાની અપેક્ષા રાખીએ છીએ. અલબત, વિશ્વભરમાં દર ના વધે ત્યાં સુધી RBI બીપીએસના વધારાને થંભાવી શકે છે.

  શું તમને લાગે છે કે હવે ડિપ્સ પર ખરીદી કરવી એ શ્રેષ્ઠ વ્યૂહરચના છે?

  રોકાણારોને ધારણા હોય કે, સ્ટોકની કિંમતમાં વધારો થવાની શક્યતા છે તેવી સ્થિતિમાં ડિપ્સ થાય ત્યારે ખરીદી કરવી એ હંમેશા શ્રેષ્ઠ વ્યૂહરચના ગણાય છે. ઉપરાંત, સ્ટોક અને જે તે ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિનો ભૂતકાળ, મજબૂત નાણાકીય બાબતોનો ટેકો, વ્યાવસાયિક રીતે કમીટેડ મેનેજમેન્ટ ટીમ અને પ્રમોટર્સ હોય ત્યારે આવું કરી શકાય.

  જો અમેરિકા આવતા વર્ષે મંદીમાં આવે તો શું તમે ભારતીય ઇક્વિટીઝમાં મંદી આવશે?

  કોવિડ પછી શેરબજારની રિકવરીમાં સ્થાનિક સંસ્થાકીય અને રિટેલ રોકાણકારો દ્વારા આપવામાં આવેલા તાજેતરના ટેકાથી અમને વિશ્વાસ છે કે બજારમાં મંદી આવી શકશે નહીં. જો કે, આપણે એ હકીકતને અવગણી શકીએ નહીં કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા પ્રવાહ અને આઉટફ્લોને અસર કરતી કોઈ પણ નોંધપાત્ર કામગીરી આપણા શેર બજારમાં અસર પડશે.

  આપણું અર્થતંત્ર વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે સ્થિતિસ્થાપકતા દર્શાવી રહ્યું છે અને આપણી રોકાણકાર કંપનીઓનો નોંધપાત્ર હિસ્સો સ્થાનિક છે. અલબત, નજીકના ગાળામાં થોડી ઉથલપાથલ થઈ શકે છે અને તેનાથી ખરીદીની કેટલીક સારી તકો પણ મળી શકે છે.

  શું તમે વૈશ્વિક વૃદ્ધિની મંદીથી કોર્પોરેટ કમાણી સામે મોટું જોખમ જુઓ છો?

  આપણું અર્થતંત્ર અને બજારો વૈશ્વિક પરિવર્તનથી અલિપ્ત ન હોવાથી, કોર્પોરેટ આવકો પર તેની પ્રત્યક્ષ અને આડકતરી અસર થશે. આ અસરો જે તે કંપનીની વિદેશી દેશો પરની નિર્ભરતા પર આધાર રાખે છે.

  વૈશ્વિક મંદીને કારણે ક્રૂડના ભાવમાં નરમાઇથી કેટલાક ક્ષેત્રોને તેમના કાચા માલના ખર્ચમાં ઘટાડો કરીને થોડી રાહત મળશે, પરંતુ આ જ મંદીને કારણે આપણી નિકાસને પણ ફટકો પડશે અને તેની વિપરીત અસર કોર્પોરેટ આવક પર પડશે

  સપ્લાય ચેઇન કેટલાક ક્ષેત્રોની ભવિષ્યની કમાણી નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ સિવાય જો મોંઘવારી બેરોકટોક રહેશે તો માંગમાં ઘટાડો થઈ શકે છે અને RBI ને દરોમાં વધુ વધારો કરવાની ફરજ પડી શકે છે. આના બદલામાં એન્ટરપ્રાઇઝના ફાઇનાન્સ ખર્ચ પર કાસ્કેડિંગ અસર પડશે. જ્યાં સુધી કંપની ગ્રાહકો સુધી પહોંચાડવામાં સક્ષમ ન હોય, ત્યાં સુધી કોર્પોરેટ કમાણીને અસર જોવા મળશે.

  આ પણ વાંચો:  BUSINESS IDEA: આ પાવડરનો ધંધો કરોડપતિ બનાવશે, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, જાણો કેવી રીતે કરશો શરૂઆત

  નાણાકીય વર્ષ 23 માટે જીડીપી વૃદ્ધિના આંકડામાં 7.2 થી 7 ટકાનો ઘટાડો ખૂબ જ વાસ્તવિક છે. અગાઉ જણાવ્યું તેમ, વૈશ્વિક ઉથલપાથલ અને સ્થાનિક બજારમાં ઊંચો ફુગાવો આપણા વિકાસને નકારાત્મક અસર કરશે તે નક્કી છે.

  જો કે RBI એ ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 24ના જીડીપી વૃદ્ધિના અંદાજને 6.7 થી વધારીને 7.2 ટકા કર્યો છે. ફુગાવો અને અશાંતિ ભવિષ્યમાં ઠંડી પડશે તેવું RBI એ માની લીધું હોય તેવું ફલિત થાય છે. ભારત પહેલેથી જ સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર હોવાથી, નાણાકીય વર્ષ 2024 ના જીડીપી વૃદ્ધિના અંદાજમાં ઉપરના સુધારાને યોગ્ય ઠેરવીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને બજારોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે.

  Disclaimer: અહીં ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ દ્વારા અપાયેલા મંતવ્યો અને રોકાણની ટિપ્સ તેમના પોતાના છે, વેબસાઇટ અથવા તેના મેનેજમેન્ટના નહીં. રોકાણના કોઈપણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Business, Stock market, શેરબજાર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन