ગુજરાતમાં 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' જોવા માટે આવનાર પ્રવાસીઓ માટે રેલવે સ્પેશિયલ ટ્રેન ચલાવશે. પાંચ મહિના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' નું ઉદ્ઘાટન કર્યું હતું. રેલ મંત્રાલયે એક નિવેદન આપીને આ માહિતી આપી.
નિવેદન અનુસાર, આ ટ્રેન સરકારની 'ભારત દર્શન યોજના' હેઠળ ચાલશે. ચંડીગઢથી ચાર માર્ચથી શરૂ થઇ રહેલી આ સ્પેશિયલ ટ્રેન હેઠળ 8 દિવસ અને સાત રાતનું પેકેજ હશે.
યાત્રા હેઠળ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકેલેશ્વર જયોતિરલિંગ, મધ્ય પ્રદેશના ઇન્દોર નજીક ઓમકારેશ્વર જયોતિલિંગ, મહારાષ્ટ્રના નાસિકમાં ત્ર્યંબકેશ્વર અને શિરડી જેવા સ્થળોનો સમાવેશ થાય છે.
લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પેકેજની રચના કરવામાં આવી છે. ટ્રેન વડોદરા સ્ટેશન પર સ્ટોપ થશે અને અહીંથી મુસાફરોને બસ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી લઈ જવામાં આવશે.
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા (સ્ટેચ્યૂ ઓફ યૂનિટી)ના ઉદઘાટન સમારંભ નિમિત્તે આઈઆરસીટીસી એક વિશેષ પ્રવાસી ટ્રેન યુનિટી એકસપ્રેસ ટ્રેન તા.૩૧.૧૦ના રોજ રામેશ્વર, મદુરાઈ, ત્રિવેન્દ્રમ, તિરૂપતિ, શિરડી અને શનિ શિંગડાપુર ચલાવી રહી છે. મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને કલ્યાણથી ટ્રેનમાં બેસી શકે છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર