અમદાવાદઃ કોરોના સંક્રમણ કાળમાં થંભી ગયેલી તીર્થયાત્રા ટ્રેનો ફરી એકવાર શરૂ થવા લાગી છે. જો તમે જ્યોતિર્લિંગોની યાત્રા (Jyotirlinga Yatra) કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે IRCTCએ વિશેષ ટૂર પેકેજ તૈયાર કર્યું છે. આવતા મહિને ઉપડનારી આ ટ્રેનથી ચાર પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ જેમાં સોમનાથ, મહાકાલેશ્વર, ઓંકારેશ્વર અને નાગેશ્વરની સાથોસાથ દ્વારકાધીશ મંદિર અને સાબરમતી આશ્રમના પણ દર્શન કરવાનો લાભ મળશે.
IRCTCએ પર્યટકોને ધ્યાનમાં લઈને ચાર જ્યોતિર્લિંગ યાત્રા (IRCTC Jyotirlinga Yatra Package)ની ઘોષણા કરી છે. 27 જાન્યુઆરીએ જાલંધરથી આ યાત્રા શરૂ થઈને લુધિયાના, ચંદીગઢ, અંબાલા, કુરુક્ષેત્ર, કરનાલ, પાણીપતના રસ્તે દિલ્હી, રેવાડી, અલવર જયપુર થઈને રવાના થશે. આ સ્ટેશનોથી યાત્રા તીર્થ યાત્રા માટે ટ્રેનમાં બેસી શકાશે. આ ટૂર પેકેજ 7 રાત 8 દિવસનું હશે. વિશેષ પર્યટક ટ્રેનમાં કુલ 10 કોચ હશે અને તેમાં પાંચ AC સ્લીપર અને પાંચ જનરલ સ્લીપર શ્રેણીના કોચ હશે.
ચાર જ્યોતિર્લિંગ ધામની યાત્રા માટે ઓનલા ઇન ટિકિટ બુકિંગની સાથે સ્ટેશનના કાઉન્ટર ઉપર પણ સુવિધા મળશે. નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પર તેના માટે સ્પેશલ ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત લખનઉ, આગ્રા, દિલ્હી, જયપુર, વારાણસી, ચંદીગઢ સહિત IRCTC ઓફિસ ઉપરથી પણ બુકિંગ કરી શકાશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર