Home /News /business /Special Offer: માત્ર રૂ. 1099માં ફલાઇટથી મુસાફરી કરવાની તક, આવી રીતે લો લાભ..
Special Offer: માત્ર રૂ. 1099માં ફલાઇટથી મુસાફરી કરવાની તક, આવી રીતે લો લાભ..
વિસ્તારા એરલાઈન ફાઈલ તસવીર
Monsoon sale દરમિયાન ખરીદાયેલી ટિકિટમાં 1 ઓગસ્ટથી 12 ઓક્ટોબર વચ્ચે યાત્રા કરી શકાય છે. કંપનીનું કહેવું છે કે, ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને લાંબા સમયથી અટકી પડેલી રજાઓ માણવાનો સમય પાકી ગયો છે.
નવી દિલ્હીઃ આગામી સમયમાં તમે મુસાફરીનો પ્લાન (travel planing) કરી રહ્યા હોવ તો તમારી પાસે સસ્તી હવાઈ સફર (Air travel) કરવાની તક છે. સ્થાનિક એરલાઇન વિસ્તારા (Vistara Airline) દ્વારા monsoon sale શરૂ કરવામાં આવ્યો છે. આ સ્પેશિયલ સેલ માત્ર 48 કલાકનો છે. એરલાઇન કંપની વિસ્તારાનું કહેવું છે કે, ત્રણેય ક્લાસમાં ઓફર મળશે. 1099માં ઇકોનોમી કલાસ, 2099માં પ્રીમિયમ ઇકોનોમી અને 5999માં બિઝનેસ કલાસની (business class) ઓફર છે.
આજે છે સેલનો છેલ્લો દિવસ.. Monsoon sale દરમિયાન ખરીદાયેલી ટિકિટમાં 1 ઓગસ્ટથી 12 ઓક્ટોબર વચ્ચે યાત્રા કરી શકાય છે. કંપનીનું કહેવું છે કે, ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને લાંબા સમયથી અટકી પડેલી રજાઓ માણવાનો સમય પાકી ગયો છે.
48 કલાકના monsoon saleની જાહેરાત કરીને અમને ખુશી થઇ રહી છે. કંપનીના નિવેદન મુજબ આ સેલમાં તમામ ક્લાસની ઉડાનનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ સેલ 25 જૂન એટલે કે આજે રાત્રે 12 વાગ્યે પૂરો થઈ જશે.
1099માં ભરી શકશો ઉડાન આ ઓફરમાં તમે ફક્ત 1099 રૂપિયામાં ઉડાન ભરવાની તક મળે છે. જે વન વે રહેશે. તમે દિલ્હીથી ચંદીગઢ માત્ર 1099 રૂપિયામાં મુસાફરી કરી શકો છો. બેંગ્લોરથી હૈદરાબાદ જવાનું ભાડુ 1499 રૂપિયા છે. તમે રૂ.1699માં મુંબઇથી ગોવા જઈ શકો છો.
આ ભાડામાં તમામ પ્રકારના ટેક્સ અને ફીનો સમાવેશ થાય છે. ચેન્નઈથી બેંગ્લોર સુધીની ફ્લાઇટ માટે 1549 રૂપિયા પ્રારંભિક ભાડુ ચૂકવવું પડશે. ભાડા અને ફ્લાઇટ બુકિંગ સંબંધિત વધુ માહિતી માટે એરલાઇન્સની સત્તાવાર વેબસાઇટ www.airvistara.comની મુલાકાત લઈ શકો છો.
" isDesktop="true" id="1108342" >
આ ઓફરની ખાસ બાબતો કઈ છે? >> 2021ની 24 જૂનના રોજ 00:01થી લઈ 25 જૂનની રાતે 23:59 સુધી ક ઓફર રહેશે. >> Vistara Monsoon Sale હેઠળ 1 ઓગસ્ટથી 12 ઓકટોબર સુધીની યાત્રા માટે ટીકીટ બુક થઈ શકે છે. >> ઇકોનોમી કલાસ માટે પ્રારંભિક ટીકીટ રૂ.1099 છે. પ્રીમિયમ ઇકોનોમી માટે રૂ. 2099 અને બિઝનેસ કલાસ માટે રૂ.5999થી શરૂ થાય છે. >> આ સેલ હેઠળ સીટ વહેલા તે પહેલાંના ધોરણે મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર