ઘણી બેંકો સિનિયર સિટીઝન્સને ફિક્સ્ડ ડિપોઝીટ પર આપી રહી છે વધુ લાભ

પ્રતિકાત્મક તસવીર

કોરોના મહામારી દરમ્યાન SBI, HDFC, ICICI તથા બેંક ઓફ બરોડા તરફથી વરિષ્ઠ નાગરિક માટે મહત્વની યોજના રજૂ કરવામાં આવી

  • Share this:
નવી દિલ્હી : કોરોના મહામારી દરમ્યાન SBI, HDFC, ICICI તથા બેંક ઓફ બરોડા તરફથી વરિષ્ઠ નાગરિક માટે મહત્વની યોજના રજૂ કરવામાં આવી હતી. આ યોજનામાં વરિષ્ઠ નાગરિકને Fixed Deposit પર 0.50 ટકા સુધીનું વધુ વ્યાજ આપવામાં આવે છે. જે નિયમિત ગ્રાહક કરતા 1 ટકા વધુ ચૂકવવામાં આવે છે. આ પ્લાનની ડેડલાઈન 31 માર્ચ 2021 છે.

ભારતીય સ્ટેટ બેંક દ્વારા સમયગાળો વધારવામાં આવ્યો

ભારતીય સ્ટેટ બેંક દ્વારા આ યોજનાનો સમયગાળો 30 જૂન 2021 સુધી લંબાવવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિક આ પ્લાનનો લાભ આગામી 3 મહિના સુધીમાં મેળવી શકે છે.

SBI

ભારતીય સ્ટેટ બેંકમાં નિયમિત ગ્રાહકોને પાંચ વર્ષ સુધીની Fixed Deposit પર 5.4 ટકા વ્યાજનો લાભ આપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકને સ્પેશિયલ Fixed Deposit હેઠળ 6.20 ટકા સુધી વ્યાજનો લાભ આપવામાં આવે છે. આ સ્પેશિયલ Fixed Deposit 5 વર્ષ કે તેનાથી વધુ ગાળા માટે રહે છે.

આ પણ વાંચો - પુસ્તકો વાંચવાથી જ્ઞાન વધવાની સાથે જીવન રહેશે તણાવથી મુક્ત, આવશે સારી ઉંઘ

HDFC બેંક

HDFC બેંક સિનિયર સિટીઝન્સને નિયમિત ગ્રાહક કરતા બેંક ડિપોઝિટ્સ પર 0.75 ટકા અધિક વ્યાજનો લાભ આપે છે. જો વરિષ્ઠ નાગરિક સિનિયર સીટીઝન કેર એફ ડી હેઠળ Fixed Deposit કરાવે છે, તો તેમને 6.25 ટકા વધુ વ્યાજનો લાભ આપવામાં આવે છે.

બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડામાં પણ વરિષ્ઠ નાગરિકને Fixed Deposit પર અધિક વ્યાજનો લાભ આપે છે. બેંક ઓફ બરોડાની વિશેષ એફડી યોજના 5થી 10 વર્ષ સુધીની સમયગાળા માટે છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકને Fixed Deposit પર 6.25 ટકા વધુ વ્યાજનો લાભ આપવામાં આવે છે.

ICICI બેંક

ICICI બેંક દ્વારા વરિષ્ઠ નાગરિક માટે સ્પેશિયલ એફ ડી સ્કીમ ICICI Bank Golden Years સ્કીમ રજૂ કરવામાં આવી છે. આ યોજનામાં નિયમિત ગ્રાહક કરતા વરિષ્ઠ નાગરિકને 0.80 ટકા વ્યાજ વધુ ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકને વાર્ષિક 6.30 ટકા વ્યાજનો લાભ આપવામાં આવી રહ્યો છે.
First published: