Special FD Scheme: જ્યારે નાણાંનું સુરક્ષિત રોકાણ અંગે વિચારવામાં આવે ત્યારે એફડી દરેકની પહેલી ચોઈસ હોય છે. જેને લીધે આજના સમયમાં તેની સૌવથી વધુ ડિમાન્ડ રહેતી હોય છે. છેલ્લા થોડા સમયથી એફડી પર દરેક બેંકોએ વ્યાજદરમાં વધારો કર્યો છે ત્યારથી આ વિકલ્પેઆ લોકોને વધુ આકર્ષિત કર્યા છે. ઘણી બેંકો એફડી પર 8%થી વધુનું વ્યાજ ઓફર કરતી હોય છે. આરબીઆઇના પાંચ વાર રેપોરેટ વધતા તે 4.40% થી 6.25% થઇ ગયો છે. ત્યાર બાદ દરેક બેંકોએ આશરે 2% જેટલો વધારો આ વર્ષમાં જ કરી દીધો છે. અહીં અમે આ પ્રકારની બેંકોની યોજનાઓ વિષે જ જણાવી રહ્યા છીએ.
1. SBI વિકેયર FD
ભારતની સૌવથી મોટી બેન્ક એફડી પર સિનિયર સિટિઝનને ખાસ વ્યાજ દર આપી રહ્યું છે. આ યોજનાને એસબીઆઈ વિકેયર નામ આપવામાં આવ્યું છે. બેંક તેમાં 0.30% વધુ વ્યાજ આપી રહી છે. આ યોજના લઘુત્તમ 5 વર્ષ અને મહત્તમ 10 વર્ષ માટેની છે. જેમાં 7.25% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
આ સ્કીમને બેન્ક દ્વારા 18 મેં 2020 એ શરુ કરવામાં આવી હતી અને 30 સપ્ટેમ્બર 2022 એ બંધ કરી દેવામાં આવી હતી. ત્યાર પછી ફરી શરુ કરવામાં આવી હતી. જેમાં એચડીએફસી બેંક સિનિયર સિટિઝનને 5 થી 10 વર્ષ માટેની એફડી પર 0.50%નું વધુ વ્યાજ આપી રહી છે. આ યોજનાનો લાભ 31 માર્ચ 2023 સુધી મેળવી શકાશે.
આ બેન્ક વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ એફડી યોજના લાવેલ છે. 5 થી 10 વર્ષની બેંક એફડી પર 0.50% વધુ અને તેના પર પણ વધુ 0.10% વ્યાજ આપવામાં આવે છે. આ યોજના 7 એપ્રિલ 2023 સુધી વેલીડ રહેશે. જે 2 કરોડથી ઓછી રકમ પર આપવામાં આવે છે.
4. PNB 666 દિવસની એફડી
આ બેંકે તેના સામાન્ય અને વરિષ્ઠ બંને માટે ક્રિસ્મસ પર 666 દિવસની એફડી યોજના શરુ કરી હતી. આ વિશેષ યોજનામાં બેન્ક સામાન્ય નાગરિકને 7.25% અને વરિષ્ઠ નાગરિકને 7.75% વ્યાજ આપી રહી છે. તેમજ 80 વર્ષથી વધુ ઉંમરનાને 8.05% વ્યાજ આપવામાં આવે છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર