નવી દિલ્હીઃ ખેડૂતોની મદદ કરવા માટે મોદી સરકાર વડાપ્રધાન મંત્રી ખેડૂત સમ્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme) અંતર્ગત ખેડૂતોની આવક બેગણી (Double up farmers Income) કરી રહી છે. આ સ્કીમ અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. સરકારની આ યોજના ખેડૂતોના બેન્કમાં સીધા રોકડા રૂપિયા પહોંચાડવાની યોજના છે. આ યોજનાનો સાતમો હપ્તો આગામી સમયમાં ઈશ્યૂ થશે. આ સ્કીમમાં સરકારે 14 હજાર કરોડ ખેડૂતોને જોડવાનું લક્ષ્ય રાખ્યું છે.
પૈસા ફસાઈ ગયા છેતો આ કામ કરો
અત્યાર સુધી પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગ પૈસા નહીં આવવા પર જાણકારી નહીં હોવાના અભાવમાં ખેડૂતોને આમ-તેમ ભટકવું પડી રહ્યું હતું. આવી સ્થિતિમાં મોદી સરકારે ખેડૂતોની સમસ્યાને દૂર કરવા માટે પોર્ટલમાં હેલ્પડેસ્ક (Helpdesk) ઓપ્શન ખોલવામાં આવ્યો છે. આ સાઈડ ઉપર ગયા બાદ ખેડૂત આધાર કાર્ડ નંબર થકી પોતાનું એકાઉન્ટ ખોલી શકે છે. પીએમ કિસાન સમ્માન નિધિમાં એપ્લાઈ કરવા બાદ જો પૈસા નહીં આવ્યા તો તમે તમારી ભૂલો સુધારી શકો છો.
helpdeskમાં ભૂલો સુધારી શકો છો
helpdeskમાં ક્લિકમાં કર્યાબાદ તમે આધાર નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ પણ જે પણ ભૂલો છે તેને સુધારી શકો છો. જેવું કે આધાર નંબરમાં સુધાર, સ્પેલિંગમાં ભૂલો એવી તમામ ભૂલોને સરખી કરી શખાય છે. આ ઉપરાંત તમારી પાસે કેમ અટકી ગયા છે. તેની જાણકારી મળી જશે. જેથી તમે ભૂલોને સુધારી શકો છો.
આ પણ વાંચોઃ-સપ્ટેમ્બરમાં રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5,900 અને ચાંદીમાં રૂ.12,500નો તોતિંગ કડાકો, ઓક્ટોબરમાં સોનું ખરીદવું લાભદાયી!
આ માટે તમારે કોમન સર્વિસ સેન્ટર (CSC) પણ જવાની જરૂરત નથી. તમે ઘરે બેઠા આ સમસ્યાને સરખી કરી શકો છો. ઉલ્લેખનીય છેકે વડાપ્રધાન ખેડૂત સમ્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષીક 6 હજાર રૂપિયા આર્થિક મંદદ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિ UP જતો રહેતા પત્નીએ પ્રેમીને ઘરે જ રાખી લીધો, વર્ષો બાદ પતિ આવતા થઈ જોવા જેવી
આ પણ વાંચોઃ- OMG: મહિલાના અંતિમ દર્શન કરવા પહોંચ્યા વાંદરા, મૃતદેહ પાસે બેસી કલાકો સુધી કર્યો શોક
2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તા થકી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં આ રકમ મોકલવામાં આવે છે. સરકારે ઓગસ્ટ મહિનામાં છઠ્ઠો હપ્તો ઈશ્યૂ કર્યો હતો. હવે સાતમા હપ્તાની રાહ જોવામાં આવી રહી છે. સરકારે છઠ્ઠા હપ્તા માટે 17,100 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલ્યા હતા.
યોજનાના નિયમો પ્રમાણે આગામી હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે ગમે ત્યારે રજૂ કરી શકાશે. યોજનાના નિયમો પ્રમાણે પહેલો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે. બીજો હપ્તો એક એપ્રિલથી 31 જુલાઈ અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી રજૂ કરવામાં આવે છે.