નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંક (RBI)દ્વારા 2016માં જારી કરાયેલા સોવરેન ગોલ્ડ બોન્ડે (Sovereign Gold Bonds – SGB)રોકાણકારોને 85 ટકાનું રિટર્ન આપ્યું છે. જાન્યુઆરી 2016માં જારી કરાયેલા આ બોન્ડ્સનું રિડેંપ્શન પ્રાઇસ (Redemption Price)હવે 4813 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેનું ઇશ્યૂ પ્રાઇસ (Issue Price of Sovereign Gold Bonds)2600 રૂપિયા હતું. આ રીતે પ્રતિ યૂનિટ લગભગ 85 ટકાનો નફો રોકાણકારોને થયો છે.
નવેમ્બર 2015માં Sovereign Gold Bond પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યા હતા
એક પ્રેસ વિજ્ઞપ્તિમાં ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે 8 ફેબ્રુઆરી 2022ના રોજ ડ્યૂ થનારી પ્રી મેચ્યોર સોવરેન ગોલ્ડ બોન્ડના (Pre-Mature Sovereign Gold Bond)રિડેંપ્શન મૂલ્યનું નિર્ધારણ જાન્યુઆરી 31 થી 4 ફેબ્રુઆરી સુધી બંધ થયેલા સોનાના ભાવના સામાન્ય એવરેજ આધાર પર કરવામાં આવ્યો છે. એસજીબી (SGB)સરકારી શેર છે જેમને સોનાના ગ્રામના રૂપમાં મુલ્યાંકિત કરી શકાય છે. આ વાસ્તવિક સોનાનો વિકલ્પ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મદદથી નવેમ્બર 2015માં Sovereign Gold Bond પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યા હતા.
સોવરેન ગોલ્ડ બોન્ડનો સમયગાળો 8 વર્ષોનો હોય છે. જેમાં પાંચ વર્ષ પછી વ્યાજ પેમેન્ટની તિથિ પર તેને રિડીમ કરી શકાય છે. પ્રી મેચ્યોર રિડેંપ્શનની સુવિધા દર છ મહિના પર મળે છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને ઓછામાં ઓછા એક ગ્રામ સોના માટે રોકાણ કરવું પડશે. કોઇપણ વ્યક્તિ અને હિન્દુ અવિભાજિત પરિવાર અધિતકમ ચાર કિલોના મૂલ્ય સુધી ગોલ્ડ ખરીદી શકે છે. જ્યારે ટ્રસ્ટ અને તેના સમાન સંસ્થાઓ માટે અધિકતમ ખરીદી 20 કિલો છે.
સોનાની કિંમત આજે ફરી વધી
લગ્નની સિઝનમાં ભારતીય સરાફા બજારની ચમક ફરી વધવા લાગી છે. આજે ફરી એકવાર સોનાની કિંમત (Gold Price) વધી છે. બીજી તરફ ચાંદીની કિંમત (Silver Price)માં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટ 2020 દરમિયાન MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો હતો. આજે MCX પર એપ્રિલ વાયદા સોનું પ્રતિ 10 ગ્રામ 48,290 રૂપિયા છે. એનો મતલબ એવો થાય કે હજુ પણ સોનું ઘણું સસ્તું મળી રહ્યું છે. આજે સોનું પ્રતિ 10 ગ્રામ 48,290 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું. આજે શરૂઆતના કારોબારમાં ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી પ્રતિ કિલોગ્રામ 0.24 ટકા ઘટાડા સાથે ટ્રેડ કરી રહી હતી. એમસીએક્સ પર 1 કિલોગ્રામ ચાંદીની કિંમત આજે 61,884 રૂપિયા પર પહોંચી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર