નવી દિલ્હી. ભારતીયો માટે સોનાની ખરીદી (Gold Purchase) આકર્ષણનો વિષય રહી છે. પારિવારિક કે સામાજિક સમારંભમાં અથવા રોકાણના સ્વરૂપમાં સોનુ ખરીદવામાં આવે છે. ત્યારે રોકાણ કરવા ઇચ્છતા લોકોને સરકાર સસ્તા દરે સોનુ ખરીદવાની તક આપી રહી છે.
આજથી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની પાંચમી સિરીઝ (Sovereign Gold Bond Scheme 2021-22 – Series V)નો પ્રારંભ થઈ ગયો છે. આ સ્કીમ 13 ઓગસ્ટ સુધી એટલે કે, પાંચ દિવસ ચાલુ રહેશે. આ દરમિયાન રોકાણકારોને બજારથી ઓછા ભાવે સોનુ ખરીદવાની તક મળશે.
ઉલ્લેખનીય છે કે, સોવરેન ગોલ્ડ બોન્ડ સરકાર તરફથી આરબીઆઈ (RBI) જાહેર કરે છે. તમે સોવરેન ગોલ્ડ બોન્ડ હેઠળ રૂ. 4790ના ભાવે 1 ગ્રામ સોનુ ખરીદી શકો છો. 10 ગ્રામ સોનાની ખરીદી માટે રૂ. 47900ની ચૂકવણી કરવી પડશે.
આવકવેરાના નિયમમાં મુક્તિ
સોવરેન ગોલ્ડ બોન્ડ વેચાણ પરના નફાને આવકવેરા નિયમો હેઠળ મુક્તિ સાથે ઘણા લાભો મળશે. ગોલ્ડ બોન્ડ આઠ વર્ષની પાકતી મુદત ધરાવે છે અને વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળે છે. બોન્ડ પર મેળવેલ વ્યાજ રોકાણકારના ટેક્સ સ્લેબ મુજબ કરપાત્ર છે, પરંતુ તેના પર TDS કપાતો નથી.
સોવરેન ગોલ્ડ બોન્ડ ક્યાંથી ખરીદી શકાય?
બધી જ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SHCIL), પોસ્ટ ઓફીસ (Post Office) અને BSE - NSE તેમજ માન્ય સ્ટોક એક્સચેન્જ પરથી સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદી શકાશે. જોકે, સ્મોલ ફાઈનાન્સ બેંક અને પેમેન્ટ બેંકમાં તેનું વેચાણ થતું નથી.
સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના (Sovereign Gold Bond Scheme) હેઠળ એક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 4 કિલો ગોલ્ડ બોન્ડ (Gold Bond)ની ખરીદી કરી શકાય છે અને ઓછામાં ઓછું એક ગ્રામનું રોકાણ કરવું જરૂરી છે. તેમજ ટ્રસ્ટ અથવા તેના જેવી સંસ્થાઓ 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે. ઉલ્લેખનીય છે કે, બોન્ડ ઓછામાં ઓછા 1 ગ્રામ અને તેના મલ્ટીપલમાં આપવા આવે છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA) દ્વારા અપાયેલ 999 શુદ્ધતાના સોનાના સરેરાશ બંધ ભાવના આધારે બોન્ડની કિંમત નક્કી કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર