સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ: આજથી પાંચ દિવસ આપશે સસ્તુ સોનું, જાણો ડિસ્કાઉન્ટ પર કેવી રીતે મળશે GOLD
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ: આજથી પાંચ દિવસ આપશે સસ્તુ સોનું, જાણો ડિસ્કાઉન્ટ પર કેવી રીતે મળશે GOLD
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કિમ:
સિરિઝ-10
સોવરિન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond Scheme Series X)સ્કીમ 2021-22 - સિરીઝ 10 આજથી શરૂ થઇ રહી છે જે હેઠળ આગામી પાંચ દિવસ સુધી સસ્તામાં સોનું ખરિદવાની તક મળી રહી છે. આ માટે ઇશ્યૂ કિંમત ₹5,109 પ્રતિ ગ્રામ સોના પર નક્કી કરવામાં આવી છે.
Sovereign Gold Bond Scheme: સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની આ દસમી સિરીઝ છે આજથી પાંચ દિવસના સમયગાળા માટે સબસ્ક્રિપ્શન માટે ખુલે છે. RBI ભારત સરકાર વતી બોન્ડ જારી કરે છે. ફિઝિકલ સોનાની (Physical Gold) માંગ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે નવેમ્બર 2015માં આ યોજના શરૂ કરવામાં આવી હતી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે જણાવ્યું હતું કે, સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 - સીરિઝ X માટે ઈશ્યૂ કિંમત ₹5,109 પ્રતિ ગ્રામ સોના પર નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બોન્ડની નજીવી કિંમત... ₹5,109 થાય છે."
ડિસ્કાઉન્ટ ઓફર કરે છે
ભારત સરકારે, RBI સાથે પરામર્શ કરીને, ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને પ્રતિ ગ્રામ ₹50 નું ડિસ્કાઉન્ટ ઓફર કરવાનો નિર્ણય લીધો છે અને અરજી સામે ચુકવણી ડિજિટલ મોડ દ્વારા કરવામાં આવે છે. "આવા રોકાણકારો માટે, ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત સોનાના ગ્રામ દીઠ ₹5,059 હશે," RBIએ જણાવ્યું હતું.
SGB ક્યાં ખરીદવું?
કોઇપણ વ્યક્તિ ડીજીટલી તેમજ અન્ય વિવિધ રીતે સોવરીન ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. બોન્ડનું વેચાણ બેંકો (સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકો સિવાય), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને માન્ય સ્ટોક એક્સચેન્જો જેમ કે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. ડિજિટલ પદ્ધતિ પસંદ કરવા માટે, વ્યક્તિ સૂચિબદ્ધ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોની વેબસાઇટ્સ દ્વારા અરજી કરી શકે છે.
SGB પરિપક્વતા
બોન્ડને 1 ગ્રામના મૂળભૂત એકમ સાથે સોનાનાં ગ્રામનાં ગુણાંકમાં ગણવામાં આવે છે. એટલે કે તમે 1 ગ્રામ, 2 ગ્રામ, 20 ગ્રામ, 25 ગ્રામ જેવાં ગુણાંકમાં સોનું ખરીદી અને વેંચી શકો છો. ન કે 1.35 ગ્રામ, 2.48 ગ્રામનાં અંકમાં તેને ખરીદવું વેંચવું શક્ય નથી. બોન્ડની મુદત 8 વર્ષની મુદત માટે હશે જેમાં 5મા વર્ષ પછી એક્ઝિટ વિકલ્પનો ઉપયોગ આગામી વ્યાજની ચુકવણીની તારીખો પર થશે.
રોકાણ મર્યાદા
લઘુત્તમ પર્મિસેબલ રોકાણ 1 ગ્રામ સોનું છે. સબ્સ્ક્રિપ્શનની મહત્તમ રોકાણની મર્યાદા વ્યક્તિઓ માટે 4 kg, HUF માટે 4 Kg અને ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે 20 Kg પ્રતિ નાણાકીય વર્ષ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર