Home /News /business /Sovereign Gold Bond Scheme: આજથી ઘરબેઠાં સોનું ખરીદવાની ઉત્તમ તક, જાણો કિંમત અને અન્ય વિગત

Sovereign Gold Bond Scheme: આજથી ઘરબેઠાં સોનું ખરીદવાની ઉત્તમ તક, જાણો કિંમત અને અન્ય વિગત

સૉવરેન ગોલ્ડ બૉન્ડ

Sovereign Gold Bond Scheme: સૉવરેન ગોલ્ડ બૉન્ડ્સ 2021-22નો આગામી રાઉન્ડ સબ્સક્રિપ્શન માટે સોમવારે એટલે કે આજે પાંચ દિવસ માટે ખુલશે.

મુંબઈ. Sovereign Gold Bond Scheme: સૉવરેન ગોલ્ડ બૉન્ડ્સ 2021-22નો આગામી રાઉન્ડ સબ્સક્રિપ્શન માટે સોમવારે એટલે કે આજે પાંચ દિવસ માટે ખુલશે. આ મામલે નાણા મંત્રાલયે (Finance ministry) જણાવ્યું કે, ગોલ્ડ બૉન્ડ આગામી વર્ષે માર્ચ સુધી ચાર રાઉન્ડમાં વેચવામાં આવશે. તેનું વેચાણ બેંકો, સ્ટૉક હોલ્ડિંગ કોર્પોરેશન, ક્લીયરિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા, પોસ્ટ ઑફિસ અને સ્ટૉક એક્સચેન્જો મારફતે કરવામાં આવશે.

આ બૉન્ડસ કેન્દ્ર સરકાર (Central government) અને રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India) તરફથી બહાર પાડવામાં આવશે. નાણા મંત્રાલયના કહેવા પ્રમાણે આ માટે સોનાનો ભાવ પ્રતિ એક ગ્રામ 4,765 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

બૉન્ડ્સનો સમયગાળો આઠ વર્ષ

સૉવરેન ગોલ્ડ બૉન્ડ્સની કિંમત ઑનલાઇન ખરીદી કરનાર તેમજ ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરનારા લોકો માટે 50 રૂપિયા ઓછી રહેશે. બૉન્ડ્સનો સમયગાળો આઠ વર્ષ રહેશે. પાંચ વર્ષ બાદ બૉન્ડ્સમાંથી એક્ઝિક થઈ શકાય છે.

ગોલ્ડ બૉન્ડસમાં રોકાણકરનારાઓને પ્રતિ વર્ષ 2.50 ટકાના ફિક્સ્ડ રેટથી વ્યાજ મળશે. આ સ્કીમમાં ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદવું પડશે. ટ્રસ્ટ અથવા તેના જેવી સંસ્થાઓ 20 કિલો ગ્રામ સુધી બૉન્ડ ખરીદી શકે છે. સબ્સક્રિપ્શનની મહત્તમ મર્યાદા એક વ્યક્તિ માટે ચાર કિલોગ્રામ છે. આ માટે KYC નિયમ હયાત સોનું ખરીદવા જેવા જ હશે. આ સ્કીમ હાજર સોનાની માંગને ઓછી કરવાના ઉદેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે.

શું છે સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમ?

સરકાર તરફથી વર્ષ 2015માં સૉવરેન ગોલ્ડ બૉન્ડ યોજના શરૂ કરવામાં આવી હતી. RBI તરફથી આ સમયાંતરે આ યોજના અંગે સૂચનાઓ જાહેર કરવામાં આવે છે. આરબીઆઈના નિર્દેશ પ્રમાણે દરેક અરજી સાથે આવકવેરા વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલું PAN કાર્ડ આપવું અનિવાર્ય છે.

આ પણ વાંચો: Multibagger stock: ગુજરાતની કંપનીના આ શેરે રોકાણકારોને એક વર્ષમાં જ કર્યાં માલામાલ, આપ્યું 22,300% રિટર્ન

કોણ કોણ રોકાણ કરી શકે?

સૉવરેન ગોલ્ડ બૉન્ડ યોજમાં કોઈ વ્યક્તિ કે જે ભારતનો નિવાસી હોય, હિન્દુ અવિભાજ્ય પરિવાર, ટ્રસ્ટ, વિશ્વવિદ્યાલય અને ધાર્મિક સંસ્થાઓ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકે છે. બૉન્ડનો સમયગાળો આઠ વર્ષનો છે પરંતુ પાંચ વર્ષ બાદ તેમાંથી બહાર નીકળી શકાય છે.

સૉવરેન ગોલ્ડ બૉન્ડની ખાસ વાતો

>> સૉવરેન ગોલ્ડ બૉન્ડની સૌથી મોટી વાત એ છે કે સોનાની કિંમત વધતા તમને સીધો ફાયદો મળે છે. એટલું જ નહીં, જેના પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ પણ મળે છે. આ વ્યાજની ચૂકવણી દર છ મહિને કરવામાં આવે છે.

> જાણકારોનું માનવું છે કે નૉન-ફિજિકલ ગોલ્ડમાં રોકાણ કરવા માટે સૉવરેન ગોલ્ડ બૉન્ડ એક પ્રભાવી રીત છે. જો ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરનાર પાકતી મુદ્દત સુધી પૈસા રાખે છે તો તેને અનેક ફાયદા થાય છે.

>> ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરવાની સૌથી ખાસ વાત એ છે કે તેમાં સોનાને ક્યાં રાખવું તેની ચિંતા નથી રહેતી. તેને ડિમેટમાં રાખવા પર કોઈ જીએસટી પણ નથી ચૂકવવો પડતો.

>> જો ગોલ્ડ બૉન્ડની પાકતી મુદ્દત પર કોઈ કેપિટલ ગેન્સ બને છે તો તેના પર છૂટ મળશે. ગોલ્ડ બૉન્ડ પર મળનારો આ ખાસ લાભ છે.

આ પણ વાંચો: સોન ભંડાર: બિહારની આ ગુફામાં છૂપાવેલું છે અઢળક સોનું, ગુફાને ખોલવાનું રહસ્ય ખુલી જાય તો દેશ બની જાય માલામાલ!

ક્યાંથી ખરીદી શકાય?

ગોલ્ડ બૉન્ડમાં સ્મૉલ ફાઇનાન્સિયન બેંકો કે પેમેન્ટ બેંકો, સ્ટૉક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા, પોસ્ટ ઑફિસો, તેમજ NSE અને BSEના માધ્યમથી રોકાણ કરી શકાય છે.
First published:

Tags: Sovereign Gold Bond, આરબીઆઇ, ગોલ્ડ