દિવાળી પહેલા સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે સરકાર, જાણો ક્યારે અને કેવી રીતે ખરીદશો

દિવાળી પહેલા સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે સરકાર, જાણો ક્યારે અને કેવી રીતે ખરીદશો
પ્રતિકાત્મક તસવીર

Sovereign Gold Bond Scheme: સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત, ગ્રાહક ફરી એકવાર સસ્તામાં સોનું ખરીદી શકે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા સોવરિન ગોલ્ડ બોન્ડ્સ 12 થી 16 ઓક્ટોબર સુધી ખરીદી શકાશે.

 • Share this:
  નવી દિલ્હી : સોનામાં આગ ઝરતી તેજી વચ્ચે (Gold Price Today) સરકાર તમને ફરી એકવાર સસ્તા સોનું ખરીદવાની તક આપી રહી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond Scheme) યોજના હેઠળ સરકાર સાતમી (Buy Gold with Modi Govt scheme) સિરીઝ જાહેર કરવા જઈ રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ્સ 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી સબ્સ્ક્રાઇબ કરી શકાય છે. જેમાં તારીખ 20 ઓક્ટોબર છે. રિઝર્વ બેંકની સંમતિ પછી, રોકાણકારો કે જેઓ સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (Sovereign Gold Bond) ઑનલાઇન ખરીદશે તેમને 50 રૂપિયાની છૂટ મળશે. જોકે.

  રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) એ એક નિવેદનમાં કહ્યું છે કે ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ રૂ .5,051 નક્કી કરવામાં આવી છે. જે લોકો ઓનલાઈન ખરીદી કરશે તેમના માટે કિંમત પ્રતિ ગ્રામ 5001 રૂપિયા હશે. અગાઉ બોન્ડ સિરીઝ -6 નો ઇશ્યૂ ભાવ પ્રતિ ગ્રામ 5117 રૂપિયા હતો અને આ સબ્સ્ક્રિપ્શન 31 ઑગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ખુલ્લું હતું. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા સરકાર વતી સોવરેન ગોલ્ડ બોન્ડ બહાર પાડવામાં આવે છે.  આ પણ વાંચો :  સોનાના ભાવમાં ઉચ્ચતમ સ્તર કરતાં 6000 રૂપિયાનો કડાકો, જાણો ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય

  સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ સોનામાં રોકાણ કરવાની યોજના છે, જે ભારત સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બહાર પાડવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ સોનાની ફિઝિકલ માંગને ઘટાડવાનો છે જેથી ભારતની સોનાની આયાત ઘટાડી શકાય. આ યોજના 2015 માં શરૂ કરવામાં આવી હતી.

  જે વ્યક્તિ સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગતી હોય તે ભારતીય નાગરિક હોવી આવશ્યક છે, તે પોતાના માટે કોઈ અન્ય વ્યક્તિ સાથે સંયુક્ત રીતે અથવા સગીર વતી પણ આ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં રહેતી વ્યક્તિની વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ, 1999 ની કલમ 2 (યુ) સાથે કલમ 2 (વી) હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તેમાં યુનિવર્સિટી, સખાવતી સંસ્થાઓ અથવા બોન્ડ ધારક તરીકે ટ્રસ્ટ પણ હોઈ શકે છે.

  સોવરિન ગોલ્ડ બોન્ડ્સનો ઉપયોગ લોન લેવા માટે કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ બોન્ડ્સ રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે, તેથી રોકાણકારો આ જોખમને ટાળી શકે છે કે બોન્ડ બહાર પાડતી કંપની ક્યારેય નાદાર નહીં થાય અથવા ભાગી નહીં જાય. આ બોન્ડ્સનો એક્સચેંજમાં વેપાર થઈ શકે છે જેથી રોકાણકારો ઇચ્છે તો સમય પહેલા બહાર નીકળી શકે. સોનાના ભાવમાં વધારા ઉપરાંત રોકાણકારોને 2.5% ના દરે વધારાનું વ્યાજ પણ મળે છે.
  Published by:Jay Mishra
  First published:October 10, 2020, 14:08 pm

  ટૉપ ન્યૂઝ