13 સપ્ટેમ્બર સુધીમાં ખરીદો બજાર ભાવ કરતાં સસ્તું સોનું, તક ચૂકી ન જતા!

News18 Gujarati
Updated: September 12, 2019, 11:21 AM IST
13 સપ્ટેમ્બર સુધીમાં ખરીદો બજાર ભાવ કરતાં સસ્તું સોનું, તક ચૂકી ન જતા!
પ્રતીકાત્મક તસવીર

શિખરે પહોંચેલા સોનાના ભાવોની વચ્ચે સસ્તું સોનું ખરીદવા માટે માત્ર બે દિવસ બાકી

  • Share this:
સોનાની વધતી કિંમતોની વચ્ચે કેન્દ્રની મોદી સરકાર (Modi Government) સસ્તા સોનાની નવી સ્કીમ લાવી છે. 9થી 13 સપ્ટેમ્બરની વચ્ચે સરકારી યોજના Sovereign Gold Bondમાં સસ્તું સોનું ખરીદવાની તક મળી રહી છે. હવે આ તક ઝડપવા માટે માત્ર બે દિવસનો સમય બચ્યો છે.

જો સરળ શબ્દોમાં કહીએ તો તેનો અર્થ છે કે તમે આ યોજના હેઠળ બજાર ભાવની સામે લગભગ 1,100 રૂપિયા સસ્તામાં સોનું ખરીદી શકો છો. હાલના સમયમાં સોનાની કિંમત 40 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. બીજી તરફ, આ યોજના હેઠળ 38,900 રુપિયા પ્રતિ દસ ગ્રામમાં સોનું મળી રહ્યું છે. સાથોસાથ, ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરતાં આપને વ્યાજ પણ મળશે. આ ઉપરાંત ઓનલાઇન ખરીદતાં સરકાર 50 રૂપિયાની છૂટ પણ આપી રહી છે.

સસ્તું સોનું કેવી રીતે ખરીદી શકો છો?

શું છે Sovereign Gold Bond સ્કીમ- આ યોજનાની શરૂઆત નવેમ્બર 2015માં થઈ હતી. તેનો ઉદ્દેશ્ય ફિજિકલ ગોલ્ડની માંગમાં ઘટાડો લાવવો તથા સોનાની ખરીદમાં ઉપયોગ થનારી ઘરેલું બચતનો ઉપયોગ નાણાકીય બચતમાં કરવાનો છે. સોનું ખરીદીને ઘરમાં રાખવાને બદલે જો તમે Sovereign Gold Bondમાં રોકાણ કરો છો તો તમે ટેક્સ પણ બચાવી શકો છો.

ક્યાંથી ખરીદવું સસ્તું સોનું- Sovereign Gold Bondનું વેચાણ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પસંદગીની પોસ્ટ ઓફિસ અને એનએસઈ તથા બીએસઈ દ્વારા થાય છે. તમે આ તમામમાંથી કોઈ પણ એક સ્થળે જઈને બોન્ડ સ્કીમમાં જોડાઈ શકો છો.

આ પણ વાંચો, Hondaની ગાડીઓ પર મળી રહ્યું છે 4 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો ઑફર્સ>> નોંધનીય છે કે, ભારત બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ તરફથી છેલ્લા 3 દિવસ 999 પ્યોરિટીવાળા સોનાની આપવામાં આવેલી કિંમતોના આધારે આ બોન્ડની કિંમત રૂપિયામાં નક્કી થાય છે.

અહીં મળશે 50 રૂપિયાની વધારાની છૂટ - નાણા મંત્રાલયે કહ્યું છે કે ભારત સરકારે આરબીઆઈની સલાહથી ઓનલાઇન અરજી અને ચૂકવણી કરવા પર બોન્ડની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ આપી છે. જેનો અર્થ છે કે આ ગોલ્ડ બોન્ડની કિંમત 3,890 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. જો આપે ઓનલાઇન બુક કરાવ્યું તો આપને 50 રુપિયાની છૂટ મળશે. એટલે ફરી કિંમત થઈ જશે પ્રતિ ગ્રામ 3,840 રૂપિયા.

Sovereign Gold Bondના ફાયદાઓ વિશે જાણો...

(1) મળશે વધુ નફો - આ સ્કીમ હેઠળ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ પર 2.5 ટકાનું વાર્ષિક વ્યાજ મળશે.

(2) થશે ભારે બચત - બોન્ડની કિંમત સોનાની કિંમતોમાં અસ્થિરતા પર નિર્ભર કરે છે. સોનાની કિંમતોમાં ઘટાડો થતાં ગોલ્ડ બોન્ડ નકારાત્મક રિર્ટન આપે છે.

>> આ અસ્થિરતાને ઘટાડવા માટે સરકાર લાંબી અવધિવાળા ગોલ્ડ બોન્ડ બહાર પાડી રહી છે.

>> જેમાં રોકાણની અવધિ 8 વર્ષ હોય છે, પરંતુ તમે 5 વર્ષ બાદ પણ પોતાના પૈસા ઉપાડી શકો છો. પાંચ વર્ષ બાદ પૈસા ઉપાડવા માટે કેપિટલ ગેઇન ટેક્સ પણ નથી ચૂકવવો પડતો.

(3) તમે લોન લઈ શકો છો - જરૂર પડતાં સોનાને બદલે બેન્કથી લોન પણ લઈ શકો છો. ગોલ્ડ બોન્ડ પેપર લોન માટે કોલેટરલ રૂપમાં પણ ઉપયોગ કરી શકાય છે. આ પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકટની જેમ હોય છે.

આ પણ વાંચો, આ બિઝનેસ શરુ કરવા માટે સરકાર આપશે અડધાથી વધારે પૈસા, જાણો શું છે પ્લાન?
First published: September 12, 2019, 11:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading