સરકાર આપી રહી છે ઘરબેઠા સસ્તું સોનુ ખરીદવાની તક, બે દિવસ બાકી

News18 Gujarati
Updated: December 4, 2019, 7:33 PM IST
સરકાર આપી રહી છે ઘરબેઠા સસ્તું સોનુ ખરીદવાની તક, બે દિવસ બાકી
પ્રતિકાત્મક તસવીર

સરકારે સૉવરેન ગોલ્ડ બૉન્ડ 2019-20 (Sovereign Gold Bond Scheme)ની સાતમી આવૃતિ બહાર પાડી છે. આ સ્કીમ 2 ડિસેમ્બરથી શરૂ થઈ હતી જેમાં 6 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાય છે.

  • Share this:
નવી દિલ્હી : સોનાની ઉંચી કિંમતો (Gold Prices) વચ્ચે સરકારે (Modi Government) સસ્તા સોનાની યોજના બહાર પાડી છે. સરકારે સૉવરેન ગોલ્ડ બૉન્ડ 2019-20(Sovereign Gold Bond Scheme)ની સાતમી આવૃતિ રજૂ કરી હતી. આ સ્કીમ 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધી કાર્યરત છે. આ વખતે સૉવરેન ગોલ્ડ બૉન્ડની ઇશ્યૂ પ્રાઇઝ 3,795 રૂપિયા પ્રતિ ગ્રામ નિર્ધારિત કરવામાં આવી છે, જેમાં રોકાણ કરવા પર તમને વ્યાજ પણ મળશે. આ ઉપરાંત ઑનલાઇન ખરીદી કરનારને 50 રૂપિયા ડિસ્કાઉન પણ આપવામાં આવી રહ્યું છે. આ સસ્તુ સોનુ ખરીદવા માટે બે દિવસ બચ્યા છે.

સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમ શું છે?


આ યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી જેનો હેતુ ગોલ્ડની ફિઝિકલ માંગમાં ઘટાડો સર્જાવાનો હતો. ઘરમાં સોનુ ખરીદી રાખવાના બદલે તમે સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરી શકો છો. આ યોજનામાં રોકાણ કરનારનો ટૅક્સ બચાવી શકો છો.

ક્યાંથી ખરીદવું સોનુ?
Sovereign Gold Bondના વેચાણમાં બૅન્ક, સ્ટૉક, હોલ્ડીંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા, પસંદ કરાયેલી પોસ્ટ ઑફિસ, તથા એનએસઈ અને બીસએસઈમાંથી ખરીદી શકો છો. આ તમામ સ્થળોમાંથી કોઈ પણ એક જગ્યાએ સરકારી સોનામાં રોકાણ કરી શકાય છે.

આ પણ વાંચો :  બિનસચિવાલય પરીક્ષા : સંજય રાવલ સમર્થનમાં આવ્યા પણ પરીક્ષાર્થીઓએ હુરિયો બોલાવ્યો

પ્રતિકાત્મક તસવીર


કિંમત

ભારત સરકારે આરબીઆઈની સલાહ અનુસાર ઑનલાઇન એપ્લાય કરનાર લોકો માટે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ બહાર પાડ્યું છે. આ ગોલ્ડ બૉન્ડની કિંમત 3,795 રૂપિયા છે પરંતુ જો તમે ઑનલાઇન બુકિંગ કરો તો 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે પ્રતિગ્રામ 3,745 રૂપિયાના ભાવે મળશે.

આ પણ વાંચો :  ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા રદ જાહેર નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : યુવરાજસિંહ

કેટલું સોનુ ખરીદી શકો

સૉવરેન ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરનાર વ્યક્તિ 500 ગ્રામ સોનાનું બૉન્ડ ખરીદી શકું છું. જ્યારે ઓછામાં ઓછુ એક ગ્રામ રોકાણ કરી શકો છો. સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કિમમાં રોકાણ કરનાર વ્યક્તિને વ્યાજ પણ મળશે. દર છ મહિનાની ચુકવણી પર 2.5 ટકા વ્યાજ પણ મળશે.
First published: December 4, 2019, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading