Home /News /business /Sovereign Gold Bondની નવી સ્કીમમાં તમારે રોકાણ કરવું જોઈએ? શું કહે છે જાણકારો
Sovereign Gold Bondની નવી સ્કીમમાં તમારે રોકાણ કરવું જોઈએ? શું કહે છે જાણકારો
સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાના ફાયદા તમને નહીં ખબર હોય.
સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાની 2022-23ની બીજી સીરિઝ રોકાણ માટે ખૂલી મૂકી દેવામાં આવી છે. આ યોજનામાં પ્રતિ ગ્રામ રુ. 5,197ના ભાવે સોનું ઓફર કરવામાં આવી રહ્યું છે. એટલે કે પ્રતિ ગ્રામ પર રુ. 50ની છૂટ આપવામાં આવી રહી છે. જોકે આ છૂટ જો તમે ડિજિટલ પે કરો છો ત્યારે મળે છે. પરંતુ શું તમારે આ યોજનામાં રોકાણ કરવું જોઈએ અને કરો તો કેટલો ફાયદો મળે જાણો નિષ્ણાતો પાસેથી.
22 ઓગસ્ટના રોજ નાણાંકીય વર્ષ 2022-2023 માટે સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond)નો બીજો પબ્લિક ઇશ્યૂ ખુલ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતા હોવા છતાં ફુગાવો, વધતા જતા વ્યાજના દરો અને વિકસિત દેશોમાં મંદીની શક્યતાના વચ્ચે સોનામાં રોકાણ (Investment in Gold) મહત્વનું છે. શેરબજારમાં વધેલી વોલેટિલિટીથી રોકાણકારોની ચિંતામાં વધારો થાય છે. તો ચાલો જાણીએ કે તમારે એસજીબીના આ ઇશ્યૂમાં રોકાણ કરવું (Should you invest in SGB or Not) જોઈએ કે નહીં.
આ ઇશ્યૂ 26 ઓગસ્ટ સુધી ખુલ્લો છે. બોન્ડ્સ 30 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. એસજીબીનો ટેન્યોર આઠ વર્ષનો રહેશે. પાંચ વર્ષના અંત પછી તમારી પાસે તેને વ્યાજની ચુકવણીની તારીખો પર સરેન્ડર કરવાનો વિકલ્પ છે. દરેક બોન્ડ એક ગ્રામ સોનાની કિંમતને ટ્રેક કરશે. જાહેર કરતી વખતે કિંમત 5,197 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. જો તમે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને ચૂકવણી કરો છો, તો પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. બોન્ડ ઇશ્યૂના સમયે કિંમત પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ ચૂકવે છે, જે અર્ધવાર્ષિક રીતે ચૂકવવાપાત્ર છે.
રોકાણકારના હાથમાં આવનાર વ્યાજ કરપાત્ર છે. રીડમ્શન સમયે પ્રતિ ગ્રામ સોનાના પ્રવર્તમાન ભાવને પાકતી મુદતના મૂલ્ય તરીકે ચૂકવવામાં આવે છે. પાકતી મુદત સુધી જાળવી રાખશો તો નફો કરમુક્ત રહેશે. સ્ટોક એક્સચેન્જો પર બોન્ડનો વેપાર થતો હોવાથી તેને વેચી શકાય છે. આવા કિસ્સાઓમાં જો બોન્ડ્સ ત્રણ વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવે છે અને 20 ટકા પર ટેક્સ ચૂકવે છે તો રોકાણકારો લાંબાગાળાના મૂડી નફાની ગણતરી કરતી વખતે ઇન્ડેક્સેશન લાભો મેળવી શકે છે.
જો કે સંપૂર્ણ ગેરંટી અને નિયમિત વ્યાજની ચુકવણી એસજીબીને એક આકર્ષક ડીલ બનાવે છે. તેમ છતાં રોકાણકારોએ સોનાને અવગણવું જોઈએ નહીં. સોનાના ભાવમાં ઘટાડો થયો છે. યુક્રેન પર રશિયન આક્રમણના પરિણામથી રોકાણકારો ચિંતિત હતા. ત્યારે 8 માર્ચ, 2022ના રોજ ભાવ વધીને 54,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા હતા.
એમ્કે વેલ્થના હેડ ઓફ રિસર્ચ ડો. જોસેફ થોમસ કહે છે કે "રોકાણકારો ખૂબ જ ઊંચા ફુગાવા, વૈશ્વિક અર્થતંત્ર અંગેની અનિશ્ચિતતા અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ચિંતિત હતા. જેના કારણે સોનાના ભાવમાં વધારો થવાની ધારણા હતી. જો કે, યુએસમાં વધતા જતા વ્યાજના દરોને કારણે મજબૂત ડોલરને કારણે સોનાના ભાવમાં કોઈ જોરદાર વધારો નથી થયો. પરંતુ તેનાથી ઊલટું, તેમાં ઘટાડો થયો છે." મજબૂત ડોલર સામે રૂપિયો નબળો પડતાં તાજેતરના ભૂતકાળમાં સોનાના ભાવમાં મર્યાદિત ઘટાડો જોવા મળ્યો છે. મુંબઇ સ્પોટ માર્કેટમાં સોનું 52,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઇ રહ્યું છે.
એકમાત્ર એસજીબી જ સારી રીતે નિયંત્રિત ગોલ્ડ-લિંક્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે નિયમિત વ્યાજ ચૂકવે છે. જ્યારે સોનું એક મહત્વપૂર્ણ એસેટ ક્લાસ છે, ત્યારે એક્સપોઝર લેવાનો શ્રેષ્ઠ રસ્તો નાણાકીય રોકાણો છે. જો તમારી પાસે લોંગ ટર્મ ગોલ હોય તો એસજીબી (SGB) આમ કરવા માટેના વધુ સારા માર્ગો પૈકી એક છે.
એસજીબી સ્ટોક એક્સચેંજમાં લિસ્ટેડ હોવા છતાં તે વાજબી મૂલ્યની નજીક ટ્રેડ ન પણ કરી શકે. જો તમારી પાસે ટૂંકાગાળાની મર્યાદા હોય, ધારો કે પાંચ વર્ષથી ઓછા સમયની મર્યાદા હોય, તો તમારા માટે ગોલ્ડ ઇટીએફ અથવા ગોલ્ડ સેવિંગ ફંડ્સમાં રોકાણ કરવાનું વધુ સારું છે. સોનું તમારા પોર્ટફોલિયોમાં અસરકારક એસેટ બની શકે છે. માત્ર વળતર માટે તેને ન રાખો અથવા તેને ન અવગણો. કારણ કે તાજેતરના ભૂતકાળમાં કિંમતો નીચે આવી રહી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર