નવી દિલ્હી : ભારત સરકાર દ્વારા સસ્તું સોનું (Gold) ખરીદવાની વધુ એક તક મળી રહી છે. ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 (Sovereign Gold Bond Scheme 2021-22) નો આગામી હપ્તો સોમવારથી સબસ્ક્રિપ્શન માટે ખુલવાનો છે. આ બોન્ડની નવમી સીરીઝ 10 જાન્યુઆરીથી શરુ થાય છે. તેની ખરીદદારી તમે 14 જાન્યુઆરી સુધી કરી શકો છો.
ગોલ્ડ બોન્ડ (Gold Bond)સંબંધિત મહત્વની બાબતો
રિઝર્વ (RBI) બેંકે માહિતી આપી છે કે, ગોલ્ડ બોન્ડ સોમવારથી 5 દિવસ માટે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લું રહેશે. સૉવરેન ગોલ્ડ બોન્ડ 2021-22 ની નવમી સીરીઝની બોન્ડ ઇશ્યૂ કિંમત રૂ. 4786 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. અગાઉ 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચે રૂ. 4791 પ્રતિ ગ્રામ. નો ઓપન ઈશ્યુ કિંમત નક્કી થઇ હતી.
ઓનલાઇન ખરીદદારોને મળશે ડિસ્કાઉન્ટ
ભારત સરકારે RBI સાથે વિચાર વિમર્શ બાદ નક્કી કર્યું કે, તે સમયે ઓનલાઈન અરજી કરનારા અને ઓનલાઈન પેમેન્ટ કરનારા તમામ અરજદારોને રૂ. 50નું ડિસ્કાઉન્ટ પ્રતિ ગ્રામ મળશે. જેનો મતલબ છે કે, આવા અરજદારોને આ બોન્ડ 4,736 પ્રતિ ગ્રામના ભાવે પડશે.
ગોલ્ડ બોન્ડમાં તમારે સોનું ખરીદવાની જરુર નથી. આ ગોલ્ડ બોન્ડમાં સોનું ખરીદ્યા વિના સોનામાં રોકાણ કરવાનો ફાયદો આપે મળે છે. તમારે ગોલ્ડ બોન્ડમાં તમારું રોકાણ ચોક્કસ સમયગાળા માટે રાખવું પડશે.
ગોલ્ડ બોન્ડ એ સરકારી સિક્યોરિટી છે, જેની કિંમત સોનાની કિંમત પર આધારિત છે. રોકાણકાર સોનાના મૂલ્યની સમકક્ષ રોકડનું રોકાણ કરે છે, પાકતી મુદતે તેને રોકડમાં રકમ મળે છે.
સોવરેન ગોલ્ડ બોન્ડની પાકતી મુદત 8 વર્ષની હોય છે, જેમાં 5 વર્ષ બાદ આવતી વ્યાજની ચુકવણીની તારીખ પર બોન્ડમાંથી પૈસા ઉપાડવાનો પણ વિકલ્પ રહેલો છે.
ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ?
કમર્શિયલ બેંકર્સ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ, પોસ્ટ ઓફિસ એનએસઇ અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં એક વર્ષમાં એક વ્યક્તિ ઓછામાં ઓછા 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિગ્રા ગોલ્ડ બોન્ડ (Gold Bond) ખરીદી શકે છે. જ્યારે ટ્રસ્ટો વગેરે 20 કિગ્રા ખરીદી શકે છે.
KYC નિયમ
સોવરેન ગોલ્ડ બોન્ડ માટે નો યોર કસ્ટમર(KYC) ફિઝિકલ ગોલ્ડની ખરીદી જેવા જ હોય છે. સરકારે વર્ષ 2015માં સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરુ કરી હતી. ભારત સરકાર વતી રિઝર્વ બેંક દ્વારા બોન્ડ જારી કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર