Home /News /business /Sovereign Gold Bond : સસ્તી કિંમતે સોનું ખરીદવાની તક, ઓનલાઇન પેમેન્ટ કરવા પર ડિસ્કાઉન્ટ પણ આપશે સરકાર
Sovereign Gold Bond : સસ્તી કિંમતે સોનું ખરીદવાની તક, ઓનલાઇન પેમેન્ટ કરવા પર ડિસ્કાઉન્ટ પણ આપશે સરકાર
આજથી આગામી પાંચ દિવસ સુધી થશે સોવરેન ગોલ્ડ બોન્ડનું વેચાણ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઓનલાઈન એપ્લિકેશન અને ડિજિટલ પેમેન્ટ પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે એક ગ્રામ સોના માટે તમારે 5,091ને બદલે માત્ર 5,041 રૂપિયા ચૂકવવા પડશે.
સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB)ના આગામી હપ્તાનું વેચાણ આજે એટલે કે 20 જૂનથી પાંચ દિવસ માટે શરૂ થઈ રહ્યું છે. આ હપ્તા માટે સોનાની ઇશ્યૂ કિંમત 5,091 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે. ચાલું નાણાંકીય વર્ષનો આ પહેલો ઈશ્યુ હશે. રોકાણ સલાહકારો માને છે કે મંદીના ભય વચ્ચે સોવરેન ગોલ્ડમાં રોકાણ નફાકારક સોદો બની શકે છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવે છે. તેની કિંમત સોનાના વજનમાં છે. જો બોન્ડ 10 ગ્રામ સોનાનું હોય, તો બોન્ડની કિંમત 10 ગ્રામ સોનાની કિંમત જેટલી જ હશે. તમે નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા એક ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોના સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. જ્યારે ટ્રસ્ટ માટે મહત્તમ મર્યાદા 20 કિગ્રા છે.
જાણો ક્યારે આપવો પડશે ટેક્સ
- SGBની પાકતી મુદત 8 વર્ષ છે. આ સમયગાળા પછી થયેલા નફા પર કોઈ ટેક્સ લાગતો નથી.
- 5 વર્ષ પછી સોવરેન ગોલ્ડમાંથી નાણાં ઉપાડવા પર થતાં લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન પર 20.8% ટેક્સ ચૂકવવો પડશે.
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઓનલાઈન એપ્લિકેશન અને ડિજિટલ પેમેન્ટ પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે એક ગ્રામ સોના માટે તમારે 5,091ને બદલે માત્ર 5,041 રૂપિયા ચૂકવવા પડશે. ખાસ વાત એ છે કે આમાં ઈશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50 ટકા નિશ્ચિત વ્યાજ મળે છે, જે દર 6 મહિને તમારા ખાતામાં પહોંચે છે. જો કે, તેના પર સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવાનો રહેશે.
આવી રીતે પણ ખરીદી શકાશે સોનું
ફિઝિકલ ગોલ્ડઃ આના દ્વારા પણ તમે સોનામાં રોકાણ કરી શકો છો. જોકે, જ્વેલરીના રૂપમાં રોકાણ કરવા માટે તેની મેકિંગ ફી ચૂકવવી પડે છે. ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કર્યાના 36 મહિનાની અંદર વેચવામાં આવે, તો સ્લેબ આધારિત શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. ત્રણ વર્ષ પછી સોનું વેચવા પર લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સના દરે ટેક્સ આપવાનો રહેશે.
ડિજિટલ ગોલ્ડઃ આમાં રોકાણ અલગ-અલગ વોલેટ અને બેંક એપ્સ દ્વારા કરી શકાય છે. ડિજિટલ ગોલ્ડ ઓછામાં ઓછા એક રૂપિયા સાથે ખરીદી શકાય છે. તેમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ પર 4 ટકા સેસ અને સરચાર્જ સાથે રિટર્ન પર 20 ટકા ટેક્સ લાગે છે. 36 મહિનાથી ઓછા સમય માટે ડિજિટલ ગોલ્ડ રાખવાના રિટર્ન પર સીધો ટેક્સ લાગતો નથી.
ગોલ્ડ ઇટીએફ: ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) દ્વારા પણ સોનામાં રોકાણ કરી શકાય છે. આમાં સોનું ફિઝિકલ સ્વરૂપમાં નહીં પણ વર્ચ્યુઅલ સ્વરૂપમાં હોય છે. બંને પર ફિઝિકલ ગોલ્ડની જેમ સમાન દરે ટેક્સ લાદવામાં આવે છે.
હાલની પરિસ્થિતિમાં જરૂર કરો રોકાણ
મંદીની આશંકા વચ્ચે વધતી જતી મોંઘવારી અને શેરબજારોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને લાંબા ગાળા માટે સોનામાં રોકાણ કરવાથી નફો મળી શકે છે. રૂપિયાના સતત ઘસારાને કારણે પીળી ધાતુને ટેકો મળી રહ્યો છે. આગામી સમયમાં સોનું વધુ મોંઘુ થશે. તેથી સોવરેન ગોલ્ડ ખરીદવા માટે આ સારો સમય છે. -અજય કેડિયા, ડાયરેક્ટર કેડિયા એડવાઇઝરી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર