સસ્તું સોનું ખરીદવાનો આજે છેલ્લો દિવસ! સરકાર બજાર ભાવથી ઓછામાં વેચી રહી છે સોનું, ફટાફટ ચેક કરો ડિટેલ

સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરશો તો થશે 1205 રૂપિયાનો સીધો ફાયદો, વ્યાજની સુવિધાથી આવકમાં થશે વધારો

સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરશો તો થશે 1205 રૂપિયાનો સીધો ફાયદો, વ્યાજની સુવિધાથી આવકમાં થશે વધારો

 • Share this:
  નવી દિલ્હી. કોરોના મહામારીની બીજી લહેર (Second wave of coronavirus)માં સોનું ફરી મોંઘું (Gold Price Hike) થવા લાગ્યું છે. 24 કરેટવાળા સોનાનો ભાવ 48,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. એવામાં જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યો છો તો સરકાર (Modi Government) હજુ પણ આપને બજાર ભાવથી સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. આજે આ સરકારી ઓફરનો છેલ્લો દિવસ છે. તો આવો જાણીએ તેના વિશે બધું જ...

  સોવરેન ગોલ્ડ બોન્ડની પહેલી સીરિઝ

  નાણાકીય વર્ષ 2021-22 માટે સોવરેન ગોલ્ડ બોન્ડના પહેલા હપ્તા (Sovereign Gold Bond Scheme 2021-22 -Series I)નું વેચાણ 17 મેથી શરૂ થઈ ચૂક્યું હતું. તે 21 મે એટલે કે આજ સુધી ચાલશે અને સેટલમેન્ટ તારીખ 25 મે 2021 રહેશે. સબ્સક્રિપ્શન પીરિયડ દરમિયાન બોન્ડનો ઇશ્યૂ પ્રાઇઝ 4,777 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે પ્રતિ 10 ગ્રામની કિંમત 47,770 રૂપિયા છે.

  આ પણ વાંચો, કોવિડ-19 મહામારીથી બચવા માટે બનાવ્યું કોરોના દેવીનું મંદિર, 48 દિવસનો મહાયજ્ઞ થશે

  ડિજિટલ પેમેન્ટ કરવા પર એક્સ્ટ્રા ફાયદો

  નોંધનીય છે કે, જો આપ તેના માટે ઓનલાઇન અરજી કરશો અને ડિજિટલ પેમેન્ટના માધ્યમથી ચૂકવણી કરશો તો આપને પ્રતિ 10 ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે જો તમે આ માધ્યમોથી ગોલ્ડ બોન્ડ લો છો તો આપને પ્રતિ ગ્રામ 500 રૂપિયાનો વધારાનો ફાયદો થશે. એવામાં જો તમે ઓનલાઇન 10 ગ્રામ સોનું ખરીદો છો તો આપને 1205 રૂપિયાનો સીધો ફાયદો થશે.

  આ પણ વાંચો, 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! જૂનમાં થશે DAમાં વધારો, જાણો કેટલી વધશે સેલરી

  રોકાણ પર વ્યાજની સુવિધા

  સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યૂ પ્રાઇઝ પર દર વર્ષે 2.50 ટકાનું નિશ્ચિત વ્યાજ મળે છે. આ નાણા દર 6 મહિનામાં આપના ખાતામાં પહોંચી જાય છે. ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ઇટીએફ પર આપને આ પ્રકારના ફાયદા નથી મળતા. સોવરેન 8 વર્ષના મેચ્યોરિટી પીરિયડ બાદ તેનાથી થનારા લાભ પર કોઈ ટેક્સ નહીં લાગે. તેની સાથે જ દર 6 મહિને મળનારા વ્યાજ પર કોઈ TDS પણ નહીં લાગે.

  અહીંથી ખરીદી શકો છો બોન્ડ

  સોવરેન ગોલ્ડ બોન્ડ તમામ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), નોમિનેટેડ પોસ્ટ ઓફિસ અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ (Stock Exchanges) NSE અને BSEના માધ્યમથી વેચવામાં આવે છે.
  Published by:Mrunal Bhojak
  First published: