આ ધનતેરસ પર સોનું નહીં ગોલ્ડ બોન્ડ ખરીદો, સરકાર તમને આપી રહી છે આ સોનેરી તક

પ્રતિકાત્મક તસવીર

સીરીઝ VIII નું સબ્સકિપ્શન 9 નવેમ્બર એટલે કે સોમવારથી શરૂ કરશે. રોકાણકારો પાસે 13 નવેમ્બર સુધી તેને સબ્સક્રાઇબ કરવાની તક છે. આ વખતે RBIએ સોનાના ભાવ 5,177 રૂપિયા પ્રતિગ્રામ રાખ્યા છે.

  • Share this:
    ધનતેરસ-દિવાળીથી ઠીક પહેલા કેન્દ્ર સરકાર તમને સોનામાં રોકાણ કરી કમાણી કરવાની સુંદર તક આપી રહ્યું છે. સરકાર સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમ 2020-21 (Sovereign Gold Bond Scheme 2020-21) સીરીઝ VIII નું સબ્સકિપ્શન 9 નવેમ્બર એટલે કે સોમવારથી શરૂ કરશે. રોકાણકારો પાસે 13 નવેમ્બર સુધી તેને સબ્સક્રાઇબ કરવાની તક છે. આ વખતે RBIએ સોનાના ભાવ 5,177 રૂપિયા પ્રતિગ્રામ રાખ્યા છે. સાથે જ ઓનલાઇન આવેદન કરવા માટે ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનાર લોકો માટે 50 રૂપિયા પ્રતિ ગ્રામ પર વિશેષ છૂટ પણ આપી છે.

    ડિજિટલ પેમેન્ટ કરનાર માટે આ ભાવ 5,127 રૂપિયા પ્રતિ ગ્રામ છે. આ પહેલા 12 ઓક્ટોબર જાહેર કરેલા ગોલ્ડ બોન્ડના ભાવ 5,051 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યા હતા. સૉવરેન ગોલ્ડ બોન્ડ તમને આરબીઆઇ દ્વારા સરકારની તરફથી જાહેર કરવામાં આવી છે. આરબીઆઇ ગોલ્ડ બૉન્ડ હેઠળ સોનાના ભાવ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા પબ્લિશ કરવા સિવાય ક્લોજિંગ પ્રાઇઝના આધારે નક્કી કરાય છે. આ 999 શુદ્ધતાવાળા સોના માટે છે.

    રોકાણકાર સૉવરેન ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછી 1 ગ્રામ સોનામાં રોકાણ કરી શકે છે. વ્યક્તિગત રીતે વધુ 4 કિલોગ્રામ સોનામાં રોકાણ કરી શકાય છે. તેની મૈચ્યોરિટી અવધિ 8 વર્ષની છે. રોકાણકારો પાંચ વર્ષ પછી આમાંથી બહાર નીકળી શકે છે. આ ગોલ્ડ બોન્ડમાં બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સચેન્જ દ્વારા રોકાણ કરવામાં આવે છે.

    વધુ વાંચો : મોદી સરકારે આ કારણે 44 લાખ રેશન કાર્ડ રદ કર્યાં

    સ્મોલ ફાઇનેંસ બેંક અને પેમેન્ટ બેંક દ્વારા આમાં રોકાણનો વિકલ્પ નથી. ગોલ્ડ બોન્ડ પર વર્ષે 2.50 ટકાના દરથી વ્યાજ પણ મળે છે. ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની સૌથી સારી વાત એ છે કે સ્ટોરેજ તેમાં કોઇ ચિંતા નથી કરવી પડતી. તેમાં ડીમેટ રાખવા પર કોઇ જીએસટી પણ નથી આપવાનું. જો ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી પર કોઇ કેપિટલ ગેન્સ બને છે તો તેની પણ પણ છૂટ મળે છે. ગોલ્ડ બોન્ડ પર મળતો આ એક એક્સક્યુસિવ લાભ છે.



    સરકારે વર્ષ 2015માં સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમ લૉન્ચ કરી હતી. જેથી ફિઝિકલ ગોલ્ડની માંગ ઓછી કરી શકાય. આરબીઆઇના વાર્ષિક રિપોર્ટ 2019-20 મુજબ, સૉવરેન ગોલ્ડ બૉન્ડના 37 ભાગ દ્વારા કુલ 9,652,78 કરોડ રૂપિયાની કિંમતના 30.98 ટન સોનું બહાર પાડવામાં આવ્યું છે.
    Published by:Chaitali Shukla
    First published: