RBI બહાર પાડશે રૂ.100ની નવી નોટ, આવી રીતે કરો અસલી-નકલીની ઓળખ

News18 Gujarati
Updated: February 27, 2019, 11:58 AM IST
RBI બહાર પાડશે રૂ.100ની નવી નોટ, આવી રીતે કરો અસલી-નકલીની ઓળખ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ટૂંક સમયમાં 100 રૂપિયાની નોટ નવા ફેરફારની સાથે જાહેર કરશે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ટૂંક સમયમાં 100 રૂપિયાની નોટ નવા ફેરફારની સાથે જાહેર કરશે

  • Share this:
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ટૂંક સમયમાં 100 રૂપિયાની નોટ નવા ફેરફારની સાથે જાહેર કરશે. આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંત દાસની સહીવાળી 100 રૂપિયાની નવી નોટ ટૂંક સમયમાં લઈને આવશે. આ નોટોની ડિઝાઇન તમામ મામલાઓમાં મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 100 રૂપિયાની બેન્ક નોટોની સમાન છે. અસલી-નકલીમાં ફરક કરવો સરળ નથી હોતો, પરંતુ કેટલીક વાતોનું ધ્યાન રાખીને તમે નકલી નોટોથી બચી શકો છો...

આ છે અસલી 100 રૂપિયાની નોટની ઓળખ-

# આરબીઆઈએ જણાવ્યું કે 100 રૂપિયાની નવી નોટના સામેવાળા ભાગમાં તમને દેવનાગરીમાં 100 લખેલું દેખાશે. નોટના કેન્દ્રમાં મહાત્મા ગાંધીની તસવીર છે. નાના અક્ષરોમાં 'RBI', 'भारत', 'India' અને '100' લખેલું છે.

# મૂલ્ય વર્ગ અંક 100ની સાથે આર-પાર મેચિંગ છે. આ ઉપરાંત મૂલ્ય વર્ગ અંક 100ની સાથે લેટેન્ટ ચિત્ર પણ તેમાં છે. સુરક્ષાની પણ પૂરતી કાળજી નોટમાં રાખવામાં આવી છે. તેની પર સિક્યુરિટી થ્રેડ પણ લગાવવામાં આવ્યું છે.

# તેમાં કલર શિફ્ટ પણ આપને જોવા મળશે. જ્યારે તમે નોટને વાળશો, તો થ્રેડનો રંગ ગ્રીનથી બ્લૂ થઈ જશે. બીજી તરફ, મહાત્મા ગાંધીના ચિત્રની જમણી તરફ ગેરન્ટ ખંડ, વચન દંડ સહિત ગવર્નરની સહી અને ભારતીય રિઝર્વ બેન્કનું પ્રતીક પણ છે.

# જમણી તરફ જશો તો ત્યાં આપને અશોક સ્તંભનો પ્રતીક પણ જોવા મળશે. આ ઉપરાંત મહાત્મા ગાંધીનુ ચિત્ર અને ઇલેક્ટ્રોટાઇપ (100) વોટરમાર્કમાં જોવા મળશે.# આ ઉપરાંત સંખ્યા પેનલ પણ તેમાં આપને જોવા મળશે. તેમાં ઉપર ડાબી બાજુ અને નીચે જમણી બાજુ નાનાથી વધતા આકારના આંક છે. દૃષ્ટિબાધિત લોકોને ધ્યાનમાં રાખી તેમાં ઇન્ટેલિયો કે ઉભરેલી પ્રિન્ટિંગમાં મહાત્મા ગાંધીનું ચિત્ર, અશોક સ્તંભ પ્રતીક, ઉભરેલું ત્રિકોણીય ઓળખ ચિન્હ માઇક્રો-ટેક્સ્ટ 100ની સાથે, ચાર કોણીય બ્લીડ રેખાઓ પણ છે.

# નોટની પાછળ-નોટની ડાબી તરફ મુદ્રણ વર્ષ, સ્લોગન સહિત સ્વચ્છ ભારતનો લોગો, ભાષા પેનલ, રાણીની વાવનું ચિત્ર અને દેવનાગરીમાં મૂલ્યવર્ગ અંક 100 પણ આપને જોવા મળશે.

# જો તમે 100 રૂપિયાના આ તમામ ફીચરને યાદ ન રાખી શકો તો તમારી પાસે ઓનલાઇન તેના ફીચર ચેક કરવાનો પણ વિકલ્પ છે. આરબીઆઈએ એક વેબસાઇટ 'paisaboltahai.rbi.org.in' શરુ કરી છે. અહીં તમે ખૂબ જ સરળતાથી નોટના ફીચર જાણી શકશો.

આ પણ વાંચો, LICમાં પૈસા લગાવ્યા છે તો જલદી કરો આ કામ, નહીં તો થઇ જશે લાખો રૂપિયાનું નુકસાન
First published: February 27, 2019, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading