ટુંક સમયમાં જ પેટ્રોલ-ડીઝલ પર લાગશે GST, આ કારણે લઈ શકાય છે નિર્ણય

News18 Gujarati
Updated: January 15, 2018, 10:39 AM IST
ટુંક સમયમાં જ પેટ્રોલ-ડીઝલ પર લાગશે GST, આ કારણે લઈ શકાય છે નિર્ણય

  • Share this:
GST દેશમાં 2017નો સૌથી ચર્ચિત મુદ્દો રહ્યો, નેચરલ ગેસ અને એટીએફને GSTમાં સામેલ કરવામાં આવી શકે છે. CNBC-આવાઝને મળેલી એક્સક્લુસિવ જાણકારી અનુસાર 18 જાન્યુઆરીએ યોજાનારા GST કાઉન્સિલની બેઠકમાં આ અંગે વિચાર કરવામાં આવી શકે છે.

નેચરલ ગેસ પર લાગશે 5% GST
સુત્રો અનુસાર નેચરલ ગેસ પર 5 ટકા જીએસટી લગાવવાનો પ્રસ્તાવ છે. મહત્તમ રાજ્યો નેચરલ ગેસને GSTમાં સામેલ કરવા માટે સહમત છે. જ્યારે પેટ્રોલિયમ મંત્રાલય અને વિમાનન મંત્રાલય એટીએફ એટલે કે ટરબાઈન ફ્લૂલને GSTમાં સામેલ કરવા માટે સહમત છે.

આ GST દરોમાં થઈ શકે છે બદલાવ
સુત્રો અનુસાર GST કાઉન્સિલની બેઠકમાં બાયો ડીઝલ બસો અને ઇલેક્ટ્રિક ગાડીઓ પર GSTના દર ઘટાડવાને લઈને વિચાર કરવામાં આવી શકે છે. ઇલેક્ટ્રિક ગાડીઓ પર GST 28 ટકાથી ઘટીને 18 ટકા થઈ શકે છે.

બાયો ડીઝલ પર જીએસટી 28 ટકાથી ઘટીને 18 ટકા થઈ શકે છે. સાથે જ એક્સપોર્ટર્સ માટે રિફંડના નિયમો પણ સરળ થઈ શકે છે.
Published by: Nisha Kachhadiya
First published: January 15, 2018, 10:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading