ટૂંક સમયમાં હવાઈ યાત્રા કરનારા લોકોને એરપોર્ટ પર ફેશિયલ રિકગ્નિશન બોયોમેટ્રિક દ્વારા પ્રવેશ મળી શકશે. આવું સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ડીજી યાત્રા ઈનિશિએટિવ હેઠળ શક્ય થશે.
નાગરીક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે, આ ભવિષ્યમાં આગળ તરફ વધુ એક પગલું છે. આને ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ સેવાની શરૂઆત સૌથી પહેલા હૈદરાબાદ અને બેંગ્લોરમાં થવા જઈ રહી છે.
જોકે, તેમણે કહ્યું કે, આ યાત્રિઓની ઈચ્છા પર નિર્ભર કરશે કે, તે ફિશિયલ રિકગ્નિશનના વિકલ્પને પસંદ કરે છે કે નહી. પરંતુ આમાં યાત્રિઓને એરપોર્ટ પર ઓછો સમય લાગશે અને ભીડથી પણ બચાવ થશે.
ડીજી યાત્રા ઈનશિએટિવનો ઉદ્દેશ્ય પેપરલેસ અને મુશ્કેલરહિત યાત્રાને પ્રોત્સાહન આપવાનો છે. સુરેશ પ્રભૂ અનુસાર, ડિજી યાત્રા પ્લેટફોર્મને ફેબ્રુઆરી 2019થી શરૂ કરવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર