હવે મિનિટોમાં જ બની જશે PAN કાર્ડ, Income Tax શરુ કરશે આ સર્વિસ

પાયલોટ પ્રોજેક્ટ તરીકે આઠ દિવસમાં 62,000 થી વધુ ePAN જાહેર કરવામાં આવ્યા છે.

News18 Gujarati
Updated: November 5, 2019, 10:48 AM IST
હવે મિનિટોમાં જ બની જશે PAN કાર્ડ, Income Tax શરુ કરશે આ સર્વિસ
આ સેવા આગામી કેટલાક અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે.
News18 Gujarati
Updated: November 5, 2019, 10:48 AM IST
આવકવેરા વિભાગ (Income Tax Department) મિનિટમાં જ પાનકાર્ડ(PAN Card) બનાવવા માટેની સુવિધા શરૂ કરવા જઇ રહ્યું છે. આ સુવિધામાં આધારકાર્ડ દ્વારા અરજદારની વિગતો લેવામાં આવશે, જેનાથી પાન કાર્ડની વિગતો તાપાસીમાં સરળ રહેશે. ટીઓઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર આ સેવા આગામી કેટલાક અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે. આ માધ્યમથી જે લોકોના પાનકાર્ડ ખોવાઈ ગયા છે, તેઓ ડુપ્લિકેટ પાન મિનિટોમાં જ બનાવી શકે છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક પાન (ePAN) સુવિધા વગર મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ePAN બનાવવા માટે આધાર કાર્ડની વિગતો તપાસવામાં આવશે. આ ચકાસવા માટે તમારી પાસે એક ઓટીપી આવશે. આધારમાં આપેલા ડેટા જેવા કે સરનામાં, પિતાના નામ અને જન્મ તારીખ ઓનલાઇન ઍક્સેસ કરવામાં આવશે, તેથી પાનકાર્ડ બનાવવા માટે કેટલીક મૂળ માહિતી સિવાય અન્ય કોઈ દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો: આ 13 કામ માટે ખૂબ જ જરુરી છે PAN કાર્ડપાન જનરેટ થયા પછી ઉમેદવારને ડિજિટલ રુપથી સહી કરેલું ePAN આપવામાં આવશે, જેમાં ક્યૂઆર કોડ સામેલ હશે. એક અધિકારીના જણાવ્યા મુજબ બનાવટી અને ડિજિટલ ફોટોશૉપિંગને રોકવા માટે ક્યૂઆર કોડમાં માહિતી એન્ક્રિપ્ટ કરવામાં આવશે.

પાયલોટ પ્રોજેક્ટ તરીકે આઠ દિવસમાં 62,000 થી વધુ ePAN જાહેર કરવામાં આવ્યા છે, હવે તે દેશભરમાં લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. એક અધિકારીએ કહ્યું કે આ પગલું આવકવેરા સેવાઓમાં વધુ ડિજિટાઇઝેશન લાવવાનું છે અને તમે ક્યાય પણ ગયા વગર પાનકાર્ડ મેળવી શકશો.
Loading...

જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ટેક્સ વિભાગ પાન નંબર ફાળવવા માટે આધારથી વ્યક્તિની અન્ય વસ્તી વિષયક માહિતી એકત્રિત કરશે.

 
First published: November 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...