Home /News /business /ફ્લાઈટની ટિકિટ સસ્તી થઈ શકે છે! લેવાઈ શકે છે મોટો નિર્ણય
ફ્લાઈટની ટિકિટ સસ્તી થઈ શકે છે! લેવાઈ શકે છે મોટો નિર્ણય
જુલાઈ 2017ના રોજ જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યું તો 5 ઉત્પાદો કાચુ તેલ, પ્રાકૃતિક ગેસ, પેટ્રોલ-ડિઝલ અને વિમાન ઈંધણને આના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા હતા.
જુલાઈ 2017ના રોજ જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યું તો 5 ઉત્પાદો કાચુ તેલ, પ્રાકૃતિક ગેસ, પેટ્રોલ-ડિઝલ અને વિમાન ઈંધણને આના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા હતા.
GST કાઉન્સિલની અગામી બેઠકમાં એટીએફને જીએસટીમાં લાવવા પર વિચાર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બેઠકમાં સૌથી મહત્વનો અને મોટો મુદ્દો એટીએફનો હોઈ શકે છે. એયરલાયન્સ પર વધતા આર્થિક નુકશાનના કારણે એટીએફ ને GSTના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ GST કાઉન્સિલ બેઠકમાં રાખવામાં આવી શકે છે. વિમાનન રાજ્ય મંત્રીનું કહેવું છે કે, એટીએફને GST હેઠળ લાવવા પર GST કાઉન્સિલ વિચાર કરી રહી છે. તમને જણાવી દઈએ કે, એવિએશન મંત્રાલયે વધતા ખર્ચનો હવાલો આપતા નાણા મંત્રાલયને એટીફેફને ટુંક સમયમાં GSTમાં લાવવાની ભલામણ કરી છે. અગામી બેઠકમાં આ મુદ્દો સામેલ કરવામાં આવશે. જો આવું થશે તો હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે.
હાલમાં GSTની બહાર છે જેટ ફ્લ્યૂ - એક જુલાઈ 2017ના રોજ જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યું તો 5 ઉત્પાદો કાચુ તેલ, પ્રાકૃતિક ગેસ, પેટ્રોલ-ડિઝલ અને વિમાન ઈંધણને આના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્યોને થતા નુકશાનના ચાલતા આ વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવામાં મોડુ થઈ રહ્યું છે. જોકે, પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રાકૃતિક ગેસ અને એટીએફને ઉપયુક્ત માનવામાં આવે છે. જીએસટી પરિષદની અગામી બેઠક 30 સપ્ટેમ્બરમાં યોજાશે. આમાં પ્રાકૃતિક ગેસ અને એટીએફને નવા અપ્રત્યક્ષ કર વ્યવસ્થાના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ ચર્ચા માટે લાવવામાં આવી શકે છે.
સરકાર કરી રહી છે સમીક્ષા - સૂત્રો અનુસાર, એયરલાઈન્સ પર વધતા દબાણને જોતા નાણા મંત્રાલય પણ એટીએફને GSTના દાયરામાં લાવવાના પક્ષમાં છે એટીએફના મામલામાં રાજ્યોને મનાવવા સરળ રહેશે કારણ કે, વધારે એરપોર્ટ વાળા રાજ્યોની સંખ્યા ઓછી છે. આસામ, ઓડિશા જેવા રાજ્ય પહેલાથી જ એટીએફને GSTમાં લાવવાનું સમર્થન કરી ચુક્યા છે. જોકે, હાલમાં સરકાર એટીએફને સામેલ કરવાથી રાજસ્વ પર પડનારી અસરની સમીક્ષા કરી રહી છે.
જેટ એયરવેજની હાલત ખરાબ થયા બાદ ઉઠી ડિમાન્ડ - જેટ એયરવેજની નાણાકીય હાલત ખરાબ થવાથી એટીએફને GSTના દાયરામાં લાવવાની માંગ વધી. તમને જણાવી દઈએ કે, એયરલાયન્સની કોસ્ટનો 40 ટકા ભાગ તો એટીએફમાં જાય છે. હાલના હાલાતમાં એટીએફ પર લગભગ 40 ટકા ટેક્સ લાગે છે. જો આને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો આની પર ટેક્સ ઘટી શકે છે અને એયરલાયન્સની નાણાકીય પરિસ્થિતિમાં સુધાર આવવાની સંભાવના છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર