24 કલાકમાં જ બદલાઈ શકે છે EPFO પેન્શન અંગેના નિયમો, નોકરી કરનારને થશે મોટો ફાયદો

News18 Gujarati
Updated: February 21, 2020, 6:23 PM IST
24 કલાકમાં જ બદલાઈ શકે છે EPFO પેન્શન અંગેના નિયમો, નોકરી કરનારને થશે મોટો ફાયદો
ફાઈલ તસવીર

જો તમે નોકરી કરતા હોવ અને દર મહિને તમારા પગારમાંથી PFના પૈસા કપાય છે જે EPFOમાં જમા થાય છે. PFમાં તમારા પગારમાંથી ઓછામાં ઓછા 12 ટકા યોગના હોય છે. 12 ટકા કંપની તરફથી આપવામાં આવે છે.

  • Share this:
નવી દિલ્હીઃ નોકરી કરનાર લોકો માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આગામી 24 કલાકમાં મોટી જાહેરાત કરી સખે છે. CNBC આવાઝના સૂત્રો પાસેથી મળેલી જાણાકરી પ્રમાણે EPFO પેન્શનર્સ (EPFO Pensions)ને ટૂંક સમયમાં રાહત આપનાર છે. એડવાન્સ પેન્શન અમાઉન્ટ લેનારા પેન્શનર્સ ફરીથી પેન્સનની સંપૂર્ણ રકમ મળી શકે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો PF સાથે કપાતા પેન્શનને (EPS) હવે એડવાન્સમાં લઈ શકાશે.

હજી સુધી આ સુવિધા સરકારી કર્મચારીઓ પાસે હતી. પરંતુ હવે પ્રાઈવેટ કર્મચારીઓને પણ આ સુવિધા મળશે. આ નિર્ણયથી અત્યારે 6.5 લાખ લોકોને ફાયદો થશે. સૂત્રો પાસેથી મળેલી એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે શ્રમ મંત્રાલય એમ્પ્લ્વાઈ પેન્શન સ્કીમમાં બદલાવ સાથે સંકળાયેલા નોટિફિકેશન આજે શુક્રવારે સાંજે કે કાલ શનિવાર સુધી રજૂ થઈ શકે છે.

આ પણ વાંચોઃ-રિટાયર્ડ કર્નલના ઘરે ચોરી કરવા માટે ઘૂસ્યો 'રાષ્ટ્રવાદી ચોર', પછી થઈ જોવા જેવી

ઉલ્લેખનીય છે કે, જો તમે નોકરી કરતા હોવ અને દર મહિને તમારા પગારમાંથી PFના પૈસા કપાય છે જે EPFOમાં જમા થાય છે. PFમાં તમારા પગારમાંથી ઓછામાં ઓછા 12 ટકા યોગના હોય છે. 12 ટકા કંપની તરફથી આપવામાં આવે છે. કંપની જે વધારે યોગદાન આપે છે. એમાં 8.33 ટકા પેન્શન યોજના (EPS)માં જાય છે.

આ પણ વાંચોઃ-આજથી શરુ થયું Samsung Galaxy Z Flipનું બુકિંગ, 1.10 લાખ રૂપિયાની છે કિંમત

આનાથી શું થશે? :- જો કોઈ વ્યક્તિ નિવૃત્ત થાય છે કે થનાર છે તો તેની પાસે ઓપ્શન હશે કે તે પોતાની પેન્શનની કુલ રકમમાંથી 40 ટકા એડવાન્સમાં લઈ શકે છે. પેન્શનર્સ આગામી 10 વર્ષ માટે એડવાન્સ પેન્શન લઈ શકશે એટલે કે માસિક પેન્શનના 40 ટકા 10 વર્ષ માટે એડવાન્સમાં લઈ શકશે.આ પણ વાંચોઃ-વાગ્દત્તાની મદદ માટે મોકલેલા ફિયાન્સના ત્રણ મિત્રોએ જ યુવતી સાથે કર્યો ગેંગરેપ

જો શરળ શબ્દોમાં સમજીએ તો 1000 રૂપિયાના પેન્શન ઉપર 400 રૂપિયા 10 વર્ષ માટે લઈ શકો છો. મતલબ 48,000 રૂપિયા 10 લાખ માટે એડવાન્સ પેન્શન લઈ શકો છો. ત્યા સુધી માત્ર 600 રૂપિયા જ પેન્શન મળશે. 15 વર્ષ પછી ફરીથી 1000 રૂપિયા પેન્શન મળવા લાગશે. ઈપીએફઓ 5 વર્ષમાં વ્યાજની રમક ચૂકવશે. અત્યારે માત્ર સરકારી કર્મચારીઓને જ આ ફાયદો મળે છે.
First published: February 21, 2020
વધુ વાંચો
अगली ख़बर