ટુંક સમયમાં બાય-રોડ નહી, હવામાં આવશે Amazon-Flipkartથી ખરીદેલો સમાન

News18 Gujarati
Updated: January 18, 2019, 7:36 AM IST
ટુંક સમયમાં બાય-રોડ નહી, હવામાં આવશે Amazon-Flipkartથી ખરીદેલો સમાન
દેશમાં અત્યાર સુધીમાં 40000 ડ્રોંસ છે, જેમની સંખ્યા અગામી પાંચ વર્ષમાં 10 લાખને પાર કરી શકે છે.

દેશમાં અત્યાર સુધીમાં 40000 ડ્રોંસ છે, જેમની સંખ્યા અગામી પાંચ વર્ષમાં 10 લાખને પાર કરી શકે છે.

  • Share this:
ટુંક સમયમાં ઘર પર બેઠા-બેઠા ડ્રોન દ્વારા મળશે તમને ઈ-પાર્સલ. અમેજોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓ ઘરે-ઘરે સામાન પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે છે. સરકાર ડ્રોન પોલિસીના બીજા ફેજમાં તેમના પાયલોટની નજરની સામે રહેવાની જરૂરત ખતમ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે, પોલીસીના ડ્રાફ્ટ નિયમને ટુંક સમયમાં રજૂ કરવામાં આવી શકે છે. આ પ્રપોઝલની જાણકારી ઉદ્યોગ ચેમ્બર ફિક્કી સાથે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી તરફથી આયોજિત બે દિવસના ગ્લોબલ એવિએશન શોમાં આપવામાં આવી છે.

એવિએશન મિનિસ્ટર જયંત સિન્હાએ કહ્યું હતું કે, પ્રાયોરિટી ઈન્ડીયાને ડ્રોન ઓપરેશન્સમાં લીડરશિપ પોઝિશનમાં લાવવાનું છે. હું આશા કરૂ છું કે, ડ્રોન 2.0 ટુંક સમયમાં હશે. તેમણે કહ્યું કે, માર્કેટ કેટલું ઝડપી ડ્રોન સિસ્ટમને અપનાવે છે, તે જોવા માટે બસ પબ્લિક પ્લેટફોર્મ બનાવવાની જ વાર છે.

સરકારે ડ્રોન સાથે જોડાયેલી પોલીસી હેઠલ દેશમાં ડ્રોનની મેન્યુફેક્ચરિંગ માટે 100 પર્સન્ટ એફડીઆઈની મંજૂરી આપતા ડ્રોન પોર્ટ સાથે જ ડેડિકેટેડ ડ્રોન કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે.

ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએસન (DGCA)ને હવે પોલીસી ડ્રાફ્ટ જાહેર કરવો પડશે, અને આ ત્યારે જ લાગુ થઈ શકશે, જ્યારે રૂલ્સને મંજૂરી મળી જશે. કેન્દ્ર સરકારે ત્યારે કહ્યું હતું કે, તે 1 ડિસેમ્બરથી ડ્રોનના ઓપરેશનની મંજૂરી આપશે. સરકારે ડ્રોનને તેમના વજન અને ઉપયોગના હિસાબે પાંચ કેટેગરીમાં વહેંચ્યા હતા. તેનું વજન 250 ગ્રામથી 150 કિલો ગ્રામ સુધીનું હોઈ શકે છે.

સૌથી નાની કેટેગરીને છોડી બાકી માઈક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ જેવી કેટેગરી માટે યૂઝરે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જે નેનો ડ્રોનનો ઉપયોગ બાળકોના ખેલ કૂદના સામાન માટે થશે, તેના માટે રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરત નથી.સિન્હાએ એ પણ કહ્યું હતું કે, ભારતમાં પહેલાથી જ મોટી સંખ્યામાં ડ્રોનનું રજીસ્ટ્રશન થઈ ચુક્યું છે. સરકારના અનુમાન અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 40000 ડ્રોંસ છે, જેમની સંખ્યા અગામી પાંચ વર્ષમાં 10 લાખને પાર કરી શકે છે.
First published: January 17, 2019, 6:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading