Home /News /business /Investment Mantras: રોકાણ માટે કારકિર્દીના પ્રારંભથી જ આ બાબતો અનુસરો

Investment Mantras: રોકાણ માટે કારકિર્દીના પ્રારંભથી જ આ બાબતો અનુસરો

રોકાણના કેટલાક મંત્ર.

Investment Mantras: રોકાણ કરવા માટે વધુ સમયની રાહ ન જોવી જોઈએ. પર્સનલ ફાઈનાન્સ સલાહકાર સંજીવ દવાર જણાવે છે કે, તમારે પહેલા પગારમાંથી જ રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ.

    મુંબઈ: કોરોના વાયરસના કારણે આર્થિક બાબતોને પણ નુકસાન થયું છે. અનેક લોકોએ રોજગાર ધંધા ગુમાવ્યા છે. ત્યારે નવી નોકરી (New Jobs)ઓ મળતી નથી. ત્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન નોકરી માટેની 10 અરજીઓમાંથી 7 અરજીઓને રદ્દ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં લિંકડીને સર્વે કર્યો હતો, જેમાં ખૂબ જ ગંભીર બાબતો સામે આવી હતી. સર્વેમાં જાણવા મળ્યું કે, ભારતીય મિલેન્નીયલ્સ અને જનરેશન z (18 થી 24 વર્ષના)એ નોકરીની બાબતમાં અનેક સમસ્યાનો સામનો કર્યો હતો. CMIE (Center for Monitoring Indian Economy)ના આંકડા અનુસાર બેરોજગારી દર (Unemployment rate) 8 ટકા છે. ધીમી ભરતી પ્રક્રિયા, નોકરીની તકના અભાવને કારણે બેરોજગારીના દરમાં વધારો થયો છે.

    લગભગ એક મહિના પહેલા જોબ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંકડીન દ્વારા રોજગારી અંગે સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણમાં બેરોજગારીના દરની પરિસ્થિતિમાં કંઈ ખાસ ફેરફાર જોવા ન મળ્યો હતો. મહામારીને કારણે 30 ટકા જનરેશન z અને 26 ટકા મિલેન્નીયલ્સ પર ખૂબ જ ગંભીર આર્થિક અસર થઈ હતી. વયસ્કની તુલનામાં યુવા વર્કરમાં 2.5 ગણો ઘટાડો થયો છે!

    આ પણ વાંચો: કઈ બેંકમાંથી મળશે સૌથી ઓછા દરે ગોલ્ડ લોન? લોન લેતા પહેલા કરી લો એક નજર

    છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. જો તમે નોકરી કરવાનું શરૂ કર્યું છે અને તમારા કરિયરની શરૂઆત કરી રહ્યા છો તો અહીંયા કેટલીક ટીપ્સ આપવામાં આવી છે, જેની મદદથી તમે તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો લાવી શકો છો.

    વહેલા રોકાણ શરૂ કરવું જોઈએ

    રોકાણ કરવા માટે વધુ સમયની રાહ ન જોવી જોઈએ. પર્સનલ ફાઈનાન્સ સલાહકાર સંજીવ દવાર જણાવે છે કે, તમારે પહેલા પગારમાંથી જ રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. સેવા નિવૃતિની ઉંમરમાં ફેરફાર નહીં થાય, પરંતુ જીવનમાં ખર્ચાઓમાં હંમેશા વધારો જ થશે. મહત્ત્વની વાત છે કે મોટાભાગના લોકો 50 વર્ષની ઉંમરે નિવૃત્ત થવા ઈચ્છે છે, તેથી તે અનુસાર નાણાકીય રોકાણની યોજના બનાવવી જોઈએ.

    આ પણ વાંચો: એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર આ બેંકો આપી રહી છે સૌથી વધારે વળતર

    જો તમે 30 વર્ષની ઉંમરે દર મહિને રૂ.4,500નું રોકાણ કરવાનું શરૂ કરો છો તો 60 વર્ષની ઉંમરે તમારી પાસે રૂ.1 કરોડની રકમ હશે. જો 10 ટકા રિટર્નની ગણતરી કરવામાં આવે તો તે રોકાણની રકમ રૂ.16.2 લાખ હશે. જો તમે 40 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરો છો તો 60 વર્ષે 1 કરોડની રકમ એકત્ર કરવા માટે તમારે મહિને રૂ.13,000નું રોકાણ કરવું પડશે. 10 વર્ષના અંતરને કારણે રોકાણની રકમમાં વધારો થઈ શકે છે.

    નાણાકીય સલાહકાર નેમા છાયા બુચે જણાવ્યું કે, “વહેલા રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. યુવાનીમાં તમારી પાસે વધુ સમય હોવાથી તમે જોખમ લઈને અને મહેનત કરીને રોકાણ કરી શકો છો. યુવાનીમાં તમારી પાસે ઈક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ જેવી સંપત્તિમાં રોકાણ કરવાની ક્ષમતા હોય છે.”

    આ પણ વાંચો: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં પોતાનો હિસ્સો ઘટાડ્યો, આ કંપનીના એક કરોડ શેર ખરીદ્યા

    પ્લાન બનાવો

    તેમણે વધુમાં જણાવ્યું કે, તમે જે પણ તમારા સપના પૂર્ણ કરવા ઈચ્છો છો તેનું એક લિસ્ટ બનાવો. જેમ કે વધુ અભ્યાસ કરવો, ઘર ખરીદવું આ તમામ બાબતો માટે તમારે કેટલી રકમનું રોકાણ કરવું પડશે તેનો અંદાજો લગાવો. તે રકમ કેટલા સમયમાં તમે મેળવી શકશો તેના વિશે વિચાર કરો. તમારી આવકમાંથી તમારી બચતને અલગ કરી લો, ત્યારબાદ તમારા ખર્ચનો હિસાબ કરો. તમારી આવકની ઓછામાં ઓછી 15 ટકા રકમ બચત માટે અલગ કરી લો.

    આ પણ વાંચો: Fixed deposit: ફક્ત 6 મહિનામાં FD કરાવીને કરી શકો છો સારી કમાણી, જાણો SBI સહિત સાત બેંકની ખાસ ઑફર

    દરેક વ્યક્તિને સાહસભર્યું જીવન જીવવું પસંદ છે અને તે માટે નાણાંની આવશ્યકતા છે. તમારી પસંદગીની વસ્તુઓની ખરીદી કરવી સરળ છે, પરંતુ જરૂરિયાત અને ઈચ્છાઓ વચ્ચેનું અંતર સમજવું ખૂબ જ જરૂરી છે. તે માટે એક બજેટ અને સમયમર્યાદા નક્કી કરો અને તે મુજબ આગળ વધો.

    શું તમે વીમો લીધો છે?

    કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા સ્વાસ્થ્ય વીમો કરાવી લેવો જોઈએ. જવાબદારી વધવાની સાથે રોકાણની રકમમાં પણ વધારો થવો જોઈએ. ULIPs (Unit Linked Insurance Plans) જેવી પ્રોડક્ટ્સ ના ખરીદશો. ઓછી ઉંમરે જીવન વીમો લેવાથી ઓછું પ્રીમિયમ ભરવું પડે છે.

    આ પણ વાંચો: જોઈન્ટ હોમ લોન લેવી કે નહીં? જાણો તેના ફાયદા અને લોન લેતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો

    માત્ર જીવન સુરક્ષા જ નહીં પરંતુ ઈમરજન્સી માટે પણ કેટલીક રકમની બચત કરવી જરૂરી છે. 6થી 12 મહિના જેટલા આવશ્યક ખર્ચ માટે એક ઈમરજન્સી ફંડની બચત કરવી જોઈએ. આ પ્રકારે બચત કરવાથી ખરાબ સમયમાં પણ તમે તમારુ ધર ચલાવી શકો છો.

    રિવ્યૂ,રિબેલેન્સ અને રોક

    બને તેટલી સ્ટુડન્ટ લોન જલ્દી ચૂકવી દેવી જોઈએ. અમુક વર્ષ પછી જીવનની તમામ મહત્વપૂર્ણ બાબત જેમ કે, લગ્ન હોય કે પછી શિક્ષણ તમામ બાબતની સમીક્ષા કરવી જોઈએ. આ પ્રકારે તમે તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો કરી શકો છો. (IRA PURANIK, Moneycontrol)
    First published:

    Tags: Business, Financial Condition, Investment, Personal finance, Share market

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો