Home /News /business /છોટા પેક બડા ધમાકા! માર્કેટ નિષ્ણાતોએ તગડી કમાણી માટે આ સ્મોલકેપ્સ પર નજર ટેકવી
છોટા પેક બડા ધમાકા! માર્કેટ નિષ્ણાતોએ તગડી કમાણી માટે આ સ્મોલકેપ્સ પર નજર ટેકવી
લાર્જ કેપમાં તમે સેફ રહી શકો પરંતુ કમાણી કરવી હોય તો સ્મોલ કેપ્સ છે બેસ્ટ ઓપ્શન.
Small Caps Can Give You Huge Return: શેરબજારમાં નિષ્માતો લાર્જ કેપ અને મિડ કેપની સરખામણીએ સ્મોલ કેપ્સ પર તેજી માટે વધુ નજર ટેકવી રહ્યા છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે સ્મોલકેપ્સમાં આગળના ભવિષ્યમાં વધવા માટે હજુ પણ ઘણી જગ્યા છે જ્યારે મોટી કંપનીઓ પાસે એટલું હેડરુમ નથી કે તેઓ બહુ મોટી છલાંગ લગાવી શકે. પરંતુ આ સાથે કેટલાક નિષ્ણાતો સ્મોલકેપ્સ પસંદ કરવા માટે સાવધાની રાખવાનું પણ સૂચન કરે છે.
મુંબઈઃ ભલે શેરબજારમાં તાજેતરની તેજી વ્યાપક છે અને તેમામ સેક્ટરમાં જોવા મળી રહી છે. જોકે તેમ છતાં આ વચ્ચે સ્મોલકેપ્સ શેરો તેનાથી મોટા શેર્સને તેજી મામલે હંફાવી રહ્યા છે. જે દર્શાવે છે કે રોકાણકારોને નાની કંપનીઓમાં કમાણીની તક દેખાઈ રહી છે. 20 જૂન, 2022ના જ્યારે બજાર તાજેતરના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું હતું, ત્યારેથી BSE સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 18 ટકા વધ્યો છે. જો સરખામણી કરીએ તો આ જ સમયગાળામાં BSE સેન્સેક્સ 13 ટકા અને BSE મિડકેપ 16 ટકા વધ્યો છે. જો આ ડેટા પર નજરી નાખીએ તો સ્મોલકેપની આ તેજી કોઈ એક સેક્ટર પર કેન્દ્રિત નથી પરંતુ સમગ્ર ઉદ્યોગો પર કેન્દ્રિત છે. તેમ છતાં ઓટો એન્સિલરીઝ, કેપિટલ ગુડ્સ, કેમિકલ્સ, કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ અને રિયલ્ટી, આઈટી અને હેલ્થકેરમાંથી કેટલાક સ્મોલ કેપ સૌથી વધુ લાભ આપનારા શેર છે.
આ ક્ષેત્રોના સ્ટોક્સને મહામારી પછી દેશમાં આર્થિક પ્રવૃત્તિઓની રિકવરી અને તેમણે આયોજન કરેલ મૂડીખર્ચનો લાભ મળી રહ્યો છે. દાખલા તરીકે, મોતીલાલ ઓસ્વાલનું એનાલિસિસ કહે છે કે 49 કેમિકલ કંપનીઓએ નાણાકીય વર્ષ 22-24 માટે રૂ. 23,200 કરોડના સંચિત મૂડીરોકાણની જાહેરાત કરી છે. ઘણા માને છે કે આ રોકાણ કેમિકલ ક્ષેત્રમાં વેલ્યુ લાવશે. તેવી જ રીતે, બિલ્ડિંગ મટિરિયલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ્ટી જેવા ક્ષેત્રોમાં માંગ વધવાના કારણે વૃદ્ધિ જોવા મળી રહી છે. છે. રિયલ્ટી સેક્ટરમાં રેકોર્ડ વેચાણ જોવા મળી રહ્યું છે, જે આ ક્ષેત્ર સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રીઝમાં પણ ફાયદો કરાવે છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકાર દ્વારા ભાર આપવામાં આવવાા કારણે આ સેક્ટરમાં તકોનું સર્જન થઈ રહ્યું છે.
કેટલાક એનાલિસ્ટો પણ આ નવા ઉભરી રહેલા ટ્રેન્ડ તરફ ધ્યાન દોરી રહ્યા છે અને માને છે કે આ વલણ ચાલુ રહેશે. પ્રખ્યાત ફંડ મેનેજર શંકર શર્માએ તાજેતરમાં જણાવ્યું હતું કે, "હું સ્મોલ-કેપ્સમાં સૌથી સ્પષ્ટ બુલ માર્કેટ જોઉં છું, અને આગામી 12 મહિના કે તેથી વધુ સમયગાળા દરમિયાન આ સ્ટોક્સ જાન્યુઆરીની ઊંચી સપાટીથી પણ ઉપર જશે.'' તેમણે કહ્યું કે નાની કંપનીઓને ગ્રોથ માટેની જગ્યા મોટી કંપનીઓ કરતાં ઘણું મોટી છે અને તે જ સ્મોલ-કેપ્સને વધુ આકર્ષક બનાવે છે. તેઓ પાઇપ સેક્ટર, બિલ્ડિંગ મટિરિયલ્સ અને કેટલીક મલ્ટિનેશનલ કંપનીઓ અંગે બુલિશ ધરાવે છે.
ઇક્વિટ્રી કેપિટલના સીઆઇઓ પવન ભરાડિયાએ જણાવ્યું હતું કે સ્મોલ અને મિડ-કેપ સ્પેસમાં ઘણી બધી કંપનીઓ આઉટપરફોર્મ કરવા માટે તૈયાર છે, જો કે આ કંપનીઓએ તેમની ક્ષમતા જેટલું વિસ્તરણ કરી લીધું છે અથવા પૂર્ણ કરવાની નજીક છે, આ કંપનીઓ પાતળી બેલેન્સ શીટ પર બેઠી છે, અને કરેક્શન પછી ખૂબ જ સારો કેશ ફ્લો જનરેટ કરી રહી છે અને વાજબી વેલ્યુએશન પર ટ્રેડિંગ કરી રહી છે. તેમજ કેટલાક એનાલિસ્ટો એવા છે કે જેઓ સ્મોલ-કેપ શેરો પર રોકાણ કરવા અંગે રેડ લાઈટ બતાવી રહ્યા છે. તેમનું માનવું છે કે આ શેરોમાં ખૂબ જ તેજી આવ્યા પછી હવે સ્ટોક-બાય-સ્ટોક કોલ લેવાનો સમય છે.
સ્મોલ-કેપ શેરો તેમની તેજી ચાલુ રાખશે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછવામાં આવતા જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "આ એક પડકારરુપ પ્રશ્ન બની રહેશે. આ શેરમાં તેજી એ વાત પર આધાર રાખે છે કે બજારના મુખ્ય સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સ શું કરે છે." નાયરે જણાવ્યું હતું કે તેઓ સ્મોલ-કેપ શેરોમાંથી શું ખરીદવું તે અંગે ખૂબ જ ધ્યાન પૂર્વક પસંદગી કરે છે. તેઓ સિમેન્ટ શેરોમાં વેલ્યુ જુએ છે જે તેમના મોટા સાથીદારોના વેલ્યુએશન કરતા લગભગ અડધા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. પરંતુ તેઓ હાલ પેકેજિંગ સેક્ટરમાં વેલ્યુ જોતા નથી જ્યાં વેલ્યુએશન હાલ ખૂબ જ ઊંચા જોવા મળી રહ્યા છે. ત્યારે નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન, પ્રિઝ્મ જોન્સન, ધ ઈન્ડિયા સિમેન્ટ્સ, ઓરિએન્ટ સિમેન્ટ, સાંઘી ઈન્ડસ્ટ્રીઝ, મંગલમ સિમેન્ટ અને ડેક્કન સિમેન્ટ એ સિમેન્ટ સેક્ટરના કેટલાક નામો છે જેઓ 20 જૂન પછી 18-30 ટકા ઉછળ્યા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર