Home /News /business /

Solar Rooftop Yojana: ઘરની છત પર સોલર પેનલ લગાવી 20 વર્ષ મફત વીજળી મેળવો, આ રીતે કરો અરજી

Solar Rooftop Yojana: ઘરની છત પર સોલર પેનલ લગાવી 20 વર્ષ મફત વીજળી મેળવો, આ રીતે કરો અરજી

સોલાર રુફટોપ (પ્રતીકાત્મક તસવીર)

Solar Rooftop Scheme: સોલર રૂફટોપ સબસિડી યોજના (Solar Rooftop Scheme) દેશમાં સોલર રૂફટોપને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.

મુંબઈ: ફ્યૂલની કિંમત (Fuel Price) પ્રતિદિન વધી રહી છે, જેના કારણે સામાન્ય માણસને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. વીજળી (Electricity)ની ખપત વધવાની સાથે કિંમતમાં પણ ભારે વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. પરંતુ તમે આ ખર્ચાથી બચવા તમારા ઘરની છત પર સોલર પેનલ (Solar Panel) લગાવી શકો છો. ત્યાર બાદ તમને ફ્રીમાં વીજળી (Free Electricity) મળશે. આપને જણાવી દઇએ કે સોલર પેનલ લગાવવા માટે સરકાર પણ સહયોગ કરી રહી છે. સોલર રૂફટોપ સબસિડી યોજના (Solar Rooftop Scheme) દેશમાં સોલર રૂફટોપને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ગ્રાહકોને સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશન પર સબસિડી (Subsidy)આપે છે. સોલર રૂફટોપ સબસિડી યોજના માટે તમે ટોલ ફ્રી નંબર (Toll free number) 1800-180-3333 પર જાણકારી મેળવી શકો છો.

20 વર્ષ સુધી મળશે ફ્રીમાં વીજળી

ઘરની છત પર સોલર રૂફટોપ લગાવીને તમે વીજળી પર થતા ખર્ચને 30થી 50 ટકા ઘટાડી શકો છો. સોલર રૂફટોપ દ્વારા 25 વર્ષ સુધી વીજળી મળશે અને આ સોલર રૂફટોપ સબસીડી યોજનામાં 5-6 વર્ષમાં ખર્ચની ભરપાઇ થઇ જશે. ત્યાર બાદ તમને આગામી 19-20 વર્ષ સુધી સોલર દ્વારા વીજળીનો મફતમાં લાભ મળશે.

પૈસાની બચત

ગ્રુપ હાઉસિંગમાં સોલર પેનલ લગાવવાથી વીજળી પર થતા ખર્ચને 30 ટકાથી 50 ટકા સુધી ઘટાડી શકાય છે. સોલર રૂફટોપ સબસિડી યોજનામાં 500 KV સુધીનો સોલર રૂફટોપ પ્લાન્ટ લગાવવા પર કેન્દ્ર સરકાર 20 ટકા સબસિડી આપી રહી છે.

આ રીતે કરો ઓનલાઇન અરજી

- સૌ પ્રથમ solarrooftop.gov.in પર જાઓ.

- હોમ પેજ પર સોલર રૂફ માટે અરજી પર ક્લિક કરો.

- ત્યાર બાદ તમારું રાજ્ય પસંદ કરો.

- હવે સોલર રૂફ અરજી કરવા માટેનું પેજ ખુલશે.

- તેમાં ફોર્મની તમામ વિગતો ભરીને અરજી સબમિટ કરો.

આ પણ વાંચો: નવું ટ્રેક્ટર ખરીદવા પર સરકાર આપી રહી છે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી, જાણો વધારે વિગત

સોલર રૂફટોપ સબસિડી માટે હેલ્પલાઇન નંબર

સોલર રૂફટોપ સબસિડી યોજના માટે તમે ટોલ ફ્રી નંબર 1800-180-3333 પર જાણકારી મેળવી શકો છો. આ સિવાય સોલર રૂફ ટોપ ઇન્સ્ટોલેશન માટે પેનલમાં સામેલ પ્રમાણિત એજન્સીઓની રાજ્યવાર યાદી ઓફિશિયલ વેબસાઇટ પર જોઇ શકો છો. આપને જણાવી દઇએ કે સોલર રૂફટોપ સબસિડી યોજના ભારત સરકારના પરમાણુ અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Electricity, Project, કમાણી, ગુજરાત

આગામી સમાચાર