Home /News /business /સોઇલ હેલ્થ કાર્ડ યોજના: ગામડામાં રહીને સરકારી સહાયથી કરો આ ધંધો, લાખોમાં થશે કમાણી

સોઇલ હેલ્થ કાર્ડ યોજના: ગામડામાં રહીને સરકારી સહાયથી કરો આ ધંધો, લાખોમાં થશે કમાણી

સરકાર આ યોજના હેઠળ આર્થિક મદદ પણ તમને કરશે (પ્રતિકાત્મક તસવીર)

Soil Health Card Scheme : ખેતી (Farming)કર્યા વગર જ ગામડામાં રહીને કમાવા માંગતા હોય તેવા લોકો લોકો માટે કેન્દ્ર સરકાર યોજના (Central Government Scheme)ચલાવી રહી છે

નવી દિલ્હી : કોરોના સંક્રમણ બાદ શહેરોમાં રોજગારીની (Employment)તકોમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં જે લોકો કોરોના મહામારી દરમિયાન તેમના ગામોમાં પરત ફર્યા છે તેઓ ત્યાં પોતાના માટે કામ શોધી રહ્યા છે. ત્યારે ખેતી (Farming)કર્યા વગર જ ગામડામાં રહીને કમાવા માંગતા હોય તેવા લોકો લોકો માટે કેન્દ્ર સરકાર યોજના (Central Government Scheme)ચલાવી રહી છે. પરંતુ તેમાં તમારે અમુક રકમનું રોકાણ કરવું પડશે અને સરકાર આ યોજના હેઠળ આર્થિક મદદ પણ તમને કરશે. જો તમે ગામડામાં કૃષિ ક્ષેત્રે વ્યવસાય શરૂ કરવા માંગો છો તો સોઈલ હેલ્થ કાર્ડ યોજના (‌Soil Health Card Scheme) તમારા માટે યોગ્ય સાબિત થઈ શકે છે.

મિની સોઈલ ટેસ્ટીંગ લેબ ખોલવાની તક

સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ સરકાર પંચાયત સ્તરે મિની સોઇલ ટેસ્ટિંગ લેબ (Soil Testing Laboratory)ની સ્થાપના કરવામાં મદદ કરે છે. આ લેબમાં નજીકના ખેતરોની માટીનું પરીક્ષણ કરવામાં આવે છે. હાલમાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં આવી પ્રયોગશાળાઓ બહુ ઓછી છે. જો તમને આ વ્યવસાય કરવામાં રસ છે તો તમે આ વેપાર શરૂ કરી શકો છો અને તમારા ગામમાં જ સારી આવક રેળી શકો છો. આ ક્ષેત્રમાં રોજગારીની ઘણી તકો પણ છુપાયેલી છે.

કોણ-કોણ લઈ શકે લાભ?

સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ 18થી 40 વર્ષની વય જૂથની વ્યક્તિઓ તેમની પંચાયતમાં મિની સોઇલ ટેસ્ટિંગ લેબની સ્થાપના કરી શકે છે. એગ્રી ક્લિનિક, કૃષિ ઉદ્યોગ સાહસિક તાલીમ સાથે 10મું પાસ કર્યું હોય તેવા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સિવાય આ યોજના માટે ખેડૂત પરિવાર સાથે સંબંધિત લોકો જ અરજી કરી શકશે.

આ પણ વાંચો - આ ઝાડ લગાવવાથી હરીયાળી જ નહી, પૈસા પણ કમાશો, જુઓ તમને કેવી રીતે બનાવશે કરોડપતિ

કેવી રીતે કરવી અરજી ?

મિની સોઈલ ટેસ્ટિંગ લેબની સ્થાપના કરવા માટે તમારે તમારા જિલ્લાના નાયબ નિયામક (કૃષિ) અથવા સંયુક્ત કૃષિ નિયામકનો ઓફિસમાં જઈને સંપર્ક કરવો પડશે. આ ઉપરાંત agricoop.nic.in વેબસાઇટ અને soilhealth.dac.gov.in પર પણ ટેસ્ટિંગ લેબની સ્થાપના માટે સંપર્ક કરી શકાય છે.

વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર (1800-180-1551) પર પણ સંપર્ક કરી શકાય છે. તમારા જિલ્લાના કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા તમને સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ મિની-ટેસ્ટિંગ લેબ સ્થાપવા માટે એક ફોર્મ આપવામાં આવશે. ફોર્મ ભર્યા પછી અને અરજી માટે તમામ દસ્તાવેજો જોડ્યા પછી તમારે તે કૃષિ વિભાગમાં સબમિટ કરવું પડશે.

કેટલો ખર્ચ આવશે ?

પંચાયતમાં કોઈપણ મિની સોઈલ ટેસ્ટિંગ લેબ સ્થાપિત કરવા માટે લગભગ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ સરકાર લેબ ઇન્સ્ટોલ કરનારને 75 ટકા રકમ પૂરી પાડે છે. જો તમે તમારી પંચાયતમાં લેબ બનાવવા માંગો છો તો સરકાર તમને 3.75 લાખ રૂપિયા આપશે.

આમ તમારે 1.25 લાખ રૂપિયા ખર્ચવા પડશે. ગ્રામ્ય સ્તરે માટી પરીક્ષણ પ્રયોગશાળા ખોલવા માટે અરજદાર પાસે તેની પોતાની અથવા ભાડે આપેલી કોંક્રિટ જગ્યા હોવી આવશ્યક છે. ગ્રામીણ યુવાનો ઇચ્છે તો મોબાઇલ સોઇલ ટેસ્ટિંગ વેન(Mobile Soil Testing Van)ના રૂપમાં લેબ પણ સ્થાપી શકે છે.

કેટલી થશે કમાણી ?

ખેડૂતોના ખેતરની માટીનું સેમ્પલ અને પરીક્ષણ કરવાનું રહેશે. તેના આધારે તમને સોઇલ હેલ્થ કાર્ડ છાપવા અને વિતરણ માટે નમૂના દીઠ 300 રૂપિયા મળે છે. આ રીતે તમે એક મહિનામાં 15-25 હજાર રૂપિયા સરળતાથી કમાઈ શકો છો.

લેબનો ફાયદો શું છે ?

સોઈલ ટેસ્ટિંગ લેબ દ્વારા ખેડૂતો તેમના ખેતરની જમીનમાં કયા પોષક તત્વો હાજર છે તેની માહિતી મેળવે છે. આ સાથે તેમના ખેતરોમાં ખાતરની અછત અને કેટલા પ્રમાણમાં યુરિયાનો ઉપયોગ કરવો તે પણ જાણી શકાય છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Business, Business news, બિઝનેસ

विज्ञापन
विज्ञापन