Freshworks: આ IT કંપનીનાં 500થી વધુ ભારતીય કર્મચારીઓ બની ગયા કરોડપતિ
Freshworks: આ IT કંપનીનાં 500થી વધુ ભારતીય કર્મચારીઓ બની ગયા કરોડપતિ
ફ્રેશવર્ક્સની સ્થાપના ચેન્નાઈમાં થઈ હતી
Freshworks listing on Nasdaq: ફ્રેશવર્ક્સની સ્થાપના ચેન્નાઈમાં થઈ હતી પરંતુ વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે કંપનીને કેલિફોર્નિયાની સિલીકોન વેલીમાં ખસેડવામાં આવી હતી.
મુંબઈ: સોફ્ટવેર કંપની ફ્રેશવર્ક્સનો IPO એક અબજ ડોલર સુધી પહોંચ્યા બાદ તે પહેલી વખત Nasdaq સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ પામી છે અને Nasdaq પર લિસ્ટ થનારી પહેલી ભારતીય SaaS (Software as a service) કંપની બની ગઈ છે. ફ્રેશવર્ક્સ (Freshworks)ની સ્થાપના Girish Mathrubootham દ્વારા ચેન્નાઈ, ભારતમાં 2010માં થઈ હતી પરંતુ વધુ ગ્રાહકો સુધી પહોંચવા અને તેમનાથી નજીક રહેવા માટે કંપનીને કેલિફોર્નિયાની સિલીકોન વેલીમાં ખસેડવામાં આવી હતી. વર્તમાનમાં San Mateo, કેલિફોર્નિયા સ્થિત આ કંપની ચેન્નાઈમાં પણ કર્મચારીઓની નોંધપાત્ર સંખ્યા ધરાવે છે.
IPOમાં માર્કેટ રેન્જથી ઉપર એક અબજ ડોલર ઊભા કર્યા બાદ Freshworksના શેરમાં 32%નો વધારો થયો છે. ન્યૂયોર્ક ટ્રેડિંગમાં બુધવારે ટેક કંપનીના શેર 47.55 ડોલર પર બંધ થયા હતા અને તેની માર્કેટ વેલ્યૂ 13 અબજ ડોલર નોંધાઈ હતી. બિઝનેસ સોફ્ટવેર બનાવતી કંપની Freshworksનું વેલ્યુએશન Nasdaq સ્ટોક એક્સચેન્જમાં 13 ડોલરથી પણ વધુ થઈ ગયું છે. તો કંપનીના લગભગ 12% કમર્ચારીઓ કરોડપતિ બની ગયા છે, જેમાંથી 70થી વધુ કર્મચારીઓ 30થી પણ ઓછી વયના છે.
ફ્રેશવર્ક્સના સંસ્થાપક માત્રુબૂતમે ટ્વિટ કરી છે કે, ‘આજે મારું સપનું સાકાર થયું છે. ટ્રિચીથી નાનાપાયે કરેલી શરૂઆત આજે Nasdaq સુધી પહોંચી છે. અમારા કર્મચારીઓ, ગ્રાહકો, પાર્ટનર્સ અને ઇન્વેસ્ટર્સનો હું આભાર માનું છું કે તેમણે આ સપનામાં વિશ્વાસ દેખાડ્યો.’
માત્રુબૂતમનું કહેવું છે કે, ‘હું ખરેખર એવું માનું છું કે જે કર્મચારીઓએ કંપનીને આગળ વધારવામાં મદદ કરી છે તેમને પણ ફાયદો મળવો જોઈએ. ફક્ત સંસ્થાપકોને અમીર બનવાનો અધિકાર નથી હોતો. ભારતમાં અમારા 500થી વધુ કર્મચારીઓ કરોડપતિ છે. તેઓ ખરેખર સફળતાના હકદાર છે કેમ કે વિકાસમાં તેમણે યોગદાન આપ્યું છે.’
ફ્રેશવર્ક્સના વૈશ્વિક સ્તરે 4300થી વધુ કર્મચારીઓ છે અને 76% કર્મચારીઓ કંપનીમાં શેર ધરાવે છે. માત્રુબૂતમે કહ્યું કે, ‘Accel અને Sequoia Capital જેવા ઇન્વેસ્ટર્સથી ફંડ ઊભું કરનારી અમારી કંપની પાસે ચેન્નાઈ, બેંગલોર અને હૈદરાબાદના ટોચના ટેલેન્ટ છે અને તેનો વિશિષ્ટ સ્ટ્રેટેજિક લાભ થાય છે. કંપની પાસે 120થી વધુ દેશોમાં 52,000થી પણ વધુ ગ્રાહકો છે જેમાંથી 13,000 જેટલા ગ્રાહકો વાર્ષિક આવકમાં અમને 5,000 ડોલરથી વધુ રકમ ચૂકવી રહ્યા છે.’
માત્રુબૂતમે ઉમેર્યું કે, ‘હું સૌથી વધુ ખુશ ભારતીય SaaS માટે છું. ફ્રેશવર્ક્સ પહેલી એવી કંપની છે જેનું Nasdaqમાં લિસ્ટિંગ થયું છે. હું સમજી શકું છું કે ભારત માટે આનો અર્થ શું છે. અમારી પાસે એ આંત્રપ્રિન્યોર્સનું આખું લિસ્ટ છે જે કંપનીઓ બનાવી રહ્યા છે. અમારા બધાનું સપનું ભારતને આગામી ઉત્પાદક રાષ્ટ્રના રૂપમાં જોવાનું છે.’
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર