તો શું ભારતમાં ફરી શરૂ થશે Tiktok? જાપાનની સોફ્ટબેંક ખરીદી મોટી ભાગીદારીજાપાનની કંપની સોફ્ટબેંક ગ્રુપ કોર્પે ભારતમાં ટિકટોક (TikTok)ને ખરીદવાની તૈયારી કરી રહ્યો છે. સુત્રોથી મળેલી જાણકારી મુજબ સોફ્ટબેંક પૂરી સક્રિયતા સાથે ભારતીય ભાગીદારોની શોધ કરી રહ્યો છે. ગત એક મહિનામાં સોફ્ટબેંકે પિલાયન્સના જીયો ઇન્ફોકૉમ લિમિટેડ અને ભારતી એરટેલ લિમિટેડના પ્રમુખો સાથે આ મામલે વાત પણ કરી છે. તમને જણાવી દઇએ કે ટિકટૉકની પેરેન્ટ કંપની બાઇટડાંસ, રિયાલન્સ અને ભારતી એરટેલે ટિપ્પણી કરવાની ના પાડી છે.
ભારત-ચીન સીમા વિવાદ (India China Border Rift) પછી ભારત દ્વારા 59 ચાઇનીઝ એપ બેન થવાતી ચાઇનીજ કંપનીઓને ભારે નુક્શાન થયું છે. ભારત સમેત અનેક દેશોમાં Tiktok એપ પર પ્રતિબંધ લાગ્યા પછી પેરેન્ટ કંપની ByteDanceને મોટું નુક્શાન થયું છે. પ્રતિબંધ પછી થઇ રહેલા નુક્શાનની ભરપાઇ માટે ByteDance કંપનીએ પુનર્ગઠન કરવાનો વિચાર કર્યો છે.
ભારતે સુરક્ષા કારણોનો હવાલો આપીને ચીનના 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારત દ્વારા ચીનના 59 એપને બેન કરવાથી ચીનને એક કંપનીને 45 હજાર કરોડ રૂપિયાનું નુક્શાન થવાની આશંકા છે. આ કંપની ટિકટોક અને હેલાની મધર કંપની છે. ચીનના આ તમામ એપમાં ટિકટોક ભારતમાં સૌથી વધુ લોકપ્રિય હતો. અનેક સેલેબ્રિટી ટિકટોક યુઝર્સના ફોલોવરની સંખ્યા લાખોમાં હતી. ચીની છાપા ગ્લોબલ ટાઇમ્સ મુજબ બાઇટડાન્સે આનાથી 6 બિલિયન ડૉલરનું નુક્શાન થઇ શકે છે. ચીની એપ ટિકટોકના ભારતમાં 20 કરોડથી પણ વધુ યુઝર હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ ટિકટોક પર પ્રતિબંધ લગાવાની ધમકી આપી હતી. તેમણે બાઇટડાન્સને અમેરિકામાં પોતાની એસેટ્સ વેચવાનો આદેશ આપ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર