યૂરોપના એક દેશની સરકારે સ્વીટ ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે, આ ટેક્સ લગાવવા પાછળ મુખ્ય કારણ મોટાપો અને ખાંડ સંબધિત અનેય બીમારીઓ ઓછી કરવાનું છે.
સોફ્ટ ડ્રીન્કનું સેવન સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે એ જણતા હોવા છતાં એ આદત છોડવા તૈયાર નથી. તેથી યૂરોપના એક દેશની સરકારે આ નિર્ણસ લીધો છે. આ ટેક્સ લગાવવા પાછળ મુખ્ય કારણ મોટાપો અને ખાંડ સંબધિત અનેય બીમારીઓ ઓછી કરવાનું છે. આ ટેક્સથી મળેલ ધન સ્કૂલોમાં બાળકો માટે રમતની સુવિધાઓ કરવા માટે થશે. જાણો ક્યાં અને કયા દેશમાં લાગુ પડશે આ કાયદો
બ્રિટેને પોતાના નાગરિકોને તેના નુક્સાનથી બચાવવાનો નિર્ણય કર્યો છે. બ્રિટેન વાસિયોએ સોફ્ટ ડ્રીન્ક ખરીદવા હવે થોડો વધારે ખર્ચ કરવો પડશે. કારણ કે બ્રિટેનમાં ગુરુવારે 'સ્વીટ ટેક્સ' લાગુ કરી દીધો છે.
એક રિપોર્ટ મુજબ બ્રિટેનમાં પ્રત્યેક ત્રણમાંથી એક બાળક પોતાના અધિક વજનના કારણે પ્રાઈમરી સ્કૂલ છોડી દે છે. સરકારના અનુમાન અનુસાર દર વર્ષે 4.5 કરોડ કિલો ખાંડની ઉણપ આવશે. સરકારે આ ટેક્સની ઘોષણા 2016માં કરી હતી.
બ્રિટેનના સ્વાસ્થ્ય મંત્રી સ્ટીવ બ્રાઈને કહ્યું કે આપણા યુવાઓ પ્રતિ વર્ષ એક બાથટબ બરાબર સોફ્ટ ડ્રીન્કનો ઉપભોગ કરે છે.જેના કારણે દેશમાં માટાપાની સમસ્યા વધી રહી છે. તેથી આ ઈન્ડસ્ટ્રી પર ટેક્સ લગાવો એક ઉત્તમ નિર્ણય છે.
'સ્વીટ ટેક્સ' માં બે પ્રકારના દર રાખ્યા છે. જેમાં વધુ મીઠાશવાળા ડ્રીન્ક્સ પર અધિક ઉંચા દરે ટેક્સ લગાવાશે. જેના કારણે પ્રતિ લીટર 50 ગ્રામ સુધીની ખાંડ વાળા ડ્રીન્ક ઉપર 18 પેંસ પ્રતિ લીટર અને 80 ગ્રામ કે વધુ ખાંડ વાળા ડ્રીન્ક ઉપર 24 પેંસ પ્રતિ લીટરના હિસાબથી ટેક્સ લાગશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર