પેપ્સી અને કોક જેવી સોફ્ટડ્રિંક કંપનીઓ પર કોરોનાનો કહેર! આ વર્ષે પણ આવક રહેશે ઓછી

પેપ્સી અને કોક જેવી સોફ્ટડ્રિંક કંપનીઓ પર કોરોનાનો કહેર

વર્ષ 2020-21માં આ કંપનીઓની આવકમાં આશરે 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમજ નાણાંકીય વર્ષ 2021-22માં તેમની આવક રોગચાળાના પહેલાની આવક પણ 10 ટકા ઓછું રહી શકે છે.

  • Share this:
પેપ્સી અને કોકાકોલા જેવી મોટી સોફટડ્રિંક કંપનીઓની કમાણી નાણાંકીય વર્ષ 2021-22માં રોગચાળાના પહેલાના સ્તરે પહોંચવાની ધારણા ઓછી છે, કારણ કે કોવિડ-19ની બીજી લહેર કંપનીના માલના વપરાશ પર અસર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ ઉનાળાની સીઝન દરમિયાન સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું.

તો આ વર્ષે પણ ઉનાળામાં કોરોના વાયરસે ઉથલો મારતા દેશમાં મોટા ભાગના રાજ્યોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જેને લઈને સોફ્ટડ્રિંક ઇન્ડસ્ટ્રીને મોટો ઝાટકો લાગ્યો છે.

શુક્રવારે જાહેર થયેલા થયેલ ક્રિસીલ રેટિંગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઉનાળાની ઋતુતુમાં લાદવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને લીધે નાણાંકીય વર્ષ 2020-21માં આ કંપનીઓની આવકમાં આશરે 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમજ નાણાંકીય વર્ષ 2021-22માં તેમની આવક રોગચાળાના પહેલાની આવક પણ 10 ટકા ઓછું રહી શકે છે. જોકે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નોન-આલ્કોહોલિક પીણા ઉદ્યોગમાં પેપર્સ-કોકાકોલા જેવી કંપનીઓનું વર્ચસ્વ યથાવત છે. તેમનો બજારમાં કુલ હિસ્સો 80 ટકાથી વધુ છે.

એજન્સીએ જણાવ્યું હતું કે ગત નાણાંકીય વર્ષ દરમિયાન દેશભરમાં કડક લોકડાઉન અને ત્યારબાદ એપ્રિલ-સપ્ટેમ્બરમાં મર્યાદિત પ્રતિબંધોએ વ્યસ્ત સત્રની માંગ પર ગંભીર અસર કરી હતી. ક્રિસીલ રેટિંગ ડિરેક્ટર નિતેશ જૈને જણાવ્યું હતું કે સ્થાનિક લોકડાઉનને કારણે કોરોના મહામારીના બીજા વેવને કાબૂમાં કરવા માટે સ્થાનિક લોકડાઉન અને અન્ય પ્રતિબંધોના કારણે સીઝન દરમિયાન ફરી એકવાર વેચાણ પર પ્રતિકૂળ અસર થશે.

તેમણે જણાવ્યું હતું કે, હોટલ, રેસ્ટોરાં અને કાફે જેવા સ્થળોએ પીણાંનો વપરાશ કુલ વેચાણના ચોથા ભાગનો હિસ્સો છે. જેની અસર પ્રથમ ક્વાર્ટરમાં થશે. તેમણે કહ્યું કે, જોકે આ વખતે આ પ્રતિબંધો ઓછા કડક છે, પરંતુ આખા વર્ષની આવક રોગચાળા પહેલાના વર્ષની આવકના સ્તર કરતા 10 ટકા ઓછી રહી શકે છે.
First published: