'1 માર્ચથી દૂધ 100 રૂપિયા લિટર' કેમ ટ્વીટર ઉપર થઈ રહ્યું ટ્રેન્ડ

'1 માર્ચથી દૂધ 100 રૂપિયા લિટર' કેમ ટ્વીટર ઉપર થઈ રહ્યું ટ્રેન્ડ
પ્રતિકાત્મક તસવીર

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોના કારણે સામાન્ય માણસો હજુ પરેશાન છે, એવામાં અહેવાલ આવી રહ્યા છે કે, દૂધના ભાવ પણ આસમાને જશે

 • Share this:
  નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો (Petrol-Diesel Prices)ના કારણે સામાન્ય માણસો હજુ પરેશાન છે, એવામાં અહેવાલ આવી રહ્યા છે કે, દૂધના ભાવ પણ આસમાને જવાની સંભાવના છે. Twitter પર હેશટેગ 1 માર્ચથી__દૂધ_100_લિટર ટ્રેન્ડમાં છે. આ અંતર્ગત દાવો કરવામાં આવી રહ્યો છે કે, 1 માર્ચથી દૂધનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયા થશે. આ સમાચાર ખેડૂત નેતા મલકિત સિંઘના હવાલેથી આપવામાં આવી રહ્યા છે, જે સિંઘુ બોર્ડર (Singhu Border) પર પ્રદર્શન કરી રહ્યા છે. ન્યૂઝ 18 આ સમાચારની પુષ્ટિ કરતું નથી.

  કોઈ નવા સમાચાર હોય અને સોશિયલ મીડિયા પર કોઈ હંગામો ન આવે તેવું બની ન શકે. આવા જ એક સમાચારે સોશિયલ મીડિયા પર છવાયેલા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દૂધના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયા થઈ રહ્યા છે. ટ્વિટર યૂઝર્સ તેને દેશમાં ટ્રેંડિંગ પર લાવી દીધુ છે. આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં #1_dood_100_Litter સાથે 54 હજારથી વધુ ટ્વીટ્સ થઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, એક અખબારની કટીંગ પણ વાયરલ થઈ રહી છે. જેમાં દૂધના ભાવ વધવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

  આ પણ વાંચો પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઘટશે? મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી ડેડલાઈન

  વાયરલ સમાચાર શું કહે છે

  વાયરલ સમાચારમાં લખ્યું છે કે, સિંઘુ બોર્ડર પર આંદોલન કરનારા યુનાઇટેડ કિસાન મોરચાના પદાધિકારીઓએ દૂધના ભાવ વધવાની વાત કરી છે. ભારતીય કિસાન સંઘના જિલ્લા વડા મલકિતસિંહે જણાવ્યું હતું કે, 1 માર્ચથી ખેડૂતો દૂધના ભાવમાં વધારો કરશે. 50 રૂપિયામાં વેચાતુ એક લિટર દૂધ, ડબલ ભાવ એટલે કે 100 રૂપિયા પ્રતિ લિટર વેચવામાં આવશે. મલકીત સિંહ કહે છે કે, કેન્દ્ર સરકારે ડીઝલના ભાવમાં વધારો કરીને ખેડૂતોને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો. ન્યૂઝ 18 આ સમાચારની પુષ્ટિ કરતું નથી.  આ પણ વાંચોસુરત: વરાછામાં લુખ્ખાતત્વોની Live મારા મારીનો Video, ફેટંબાજી કરી સોસાયટીમાં આતંક મચાવ્યો

  દૂધના ભાવોનું સંપૂર્ણ બ્રેકઅપ

  પેટ્રોલ અને ડીઝલની કિંમતોની સાથે, એક સૂચિ પણ દેખાય છે, જેમાં લખેલુ હોય છે કે, ઈંધણની વાસ્તવિક કિંમત કેટલી અને તેના પર કેટલો ટેક્સ લગાડવામાં આવ્યો છે. આ પછી, તેની કિંમત વિશે માહિતી આપવામાં આવે છે. આજ રીતે, વાયરલ થઈ રહેલી પોસ્ટમાં એક તસવીર છે. આ તસવીરમાં દૂધના નવા દર બતાવવામાં આવ્યા છે. વાઈરલ લીસ્ટમાં પાયાનો ભાવ, લીલો ઘાસચારાનો ટેક્સ, ગોબર ટેક્સ, લેબર ચાર્જ, ખેડૂત ડિવિડન્ડ જેવી બાબતો શામેલ છે. જો કે આ મામલે ખેડુતો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
  Published by:kiran mehta
  First published:February 27, 2021, 16:02 pm

  ટૉપ ન્યૂઝ