Home /News /business /આવકવેરા મર્યાદામાં ન આવતા હોય તો પણ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાથી થશે આટલા બધા ફાયદા

આવકવેરા મર્યાદામાં ન આવતા હોય તો પણ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાથી થશે આટલા બધા ફાયદા

ઈન્કમ ટેક્સ રીટર્ન ફાઈલ કરવાથી તમને ધણાબધા ફાયદાઓ થઈ શકે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન (ITR) ભરવાની નિયત તારીખને ડિસેમ્બરના અંત સુધી વધારી દેવામાં આવી છે.

નવી દિલ્હી:  સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન (ITR) ભરવાની નિયત તારીખને ડિસેમ્બરના અંત સુધી વધારી દેવામાં આવી છે. કાયદા પ્રમાણે જો તમારી આવક ટેક્સની મર્યાદા કરતા ઓછી છે, તો તમારે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની કોઈ જરૂર રહેતી નથી. પરંતુ તમારી આવક ઓછી હોય તો પણ ITR ફાઈલ કરવું તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આવું કરવાથી તમે ઘણા બધા લાભ મેળવી શકો છો.

કોણે ભરવું જોઈએ ટેક્સ રિટર્ન

કઈ વ્યક્તિ કેટલો ટેક્સ ભરવા બાધ્ય છે, તે બાબતની સ્પષ્ટતા માટે વય અને આવક પ્રમાણે કરદાતાઓને વિભાજીત કરવામાં આવ્યા છે. સુધાકર સેતુરમન (પાર્ટનર, ડેલોઈટ ઈન્ડિયા)ના જણાવ્યા અનુસાર જે વ્યક્તિની ઉંમર 60 વર્ષથી ઓછી હોય તેવા વ્યક્તિને રૂ. 2.50 લાખની આવક સુધી કરમુક્તિ આપવામાં આવી છે. જો તેમની આવક રૂ. 2.50 લાખ કરતા વધુ હોય તો આ વ્યક્તિ ટેક્સ રિટર્ન ભરવા પાત્ર બને છે. વધુમાં તેમણે કહ્યું કે જે વ્યક્તિની ઉંમર 60થી વધુ પણ 80થી ઓછી હોય તેમને રૂ. 3 લાખ સુધીની આવક પર કરમુક્તિ આપવામાં આવી છે. સાથે જ 80 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકો માટે રૂ. 5 લાખ સુધીની આવક પર કર મુક્તિ આપવામાં આવી છે. સેતુરામન વધુમાં કહે છે કે જે વ્યક્તિઓ વર્ષ દરમ્યાન એક અથવા વધુ બેંકોના ચાલુ ખાતામાં રૂ. 1 કરોડથી વધુ જમા કરે છે, તો તેમના માટે રિટર્ન ફાઈલ કરવું ફરજીયાત છે.

75 વર્ષ કે તેથી વધુ વયના સિનિયર સિટીઝન જેમને પેંશન મળતું હોય અને એક બેંકમાં ફિક્સ ડિપોઝિટનું વ્યાજ પણ મળતું હોય, તેમને સરકારે કેન્દ્રીય બજેટ 2021માં આ વર્ષ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાંથી મુક્તિ આપી છે.

આ મુદ્દે વિસ્તૃત માહિતી આપતા નાંગિયા એન્ડરસન એલએલપીના પાર્ટનર સંદિપ ઝુનઝુનવાલાએ કહ્યું કે કોઈ વ્યક્તિની કુલ આવક(GTI) રૂ. 2.5 લાખથી 5 લાખની વચ્ચે હોય તો તે કર મુક્તિનો દાવો કરી શકો છે. તે છતાં પણ જો તેમની જીટીઆઈ કુલ કર મુક્તિ સીમાથી વધારે હોય તો તે વ્યક્તિ આ વર્ષ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાને પાત્ર બને છે.

આ સિવાય અમુક ચોક્કસ સંજોગોમાં કાયદાની જોગવાઈ અનુસાર જીટીઆઈ કર મુક્તિ મર્યાદા કરતા ઓછી હોય તો પણ વ્યક્તિ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું ફરજીયાત બને છે. વિદેશ પ્રવાસ, વીજળી બિલ, વિદેશી આવક અને એસેટ્સ વગેરે પર નિર્ધારિત મર્યાદાથી વધુ ખર્ચ કરવા પર આ પ્રકારનું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું ફરજીયાત બને છે.

વધુમાં સંદિપ ઝુનઝુનવાલા ઉમેરે છે કે, મૂળ કરમુક્તિ મર્યાદાથી ઓછી આવક ધરાવનાર વ્યક્તિએ આઈટીઆર ફાઈલ ના કરવાનો નિર્ણય કરતા પહેલા આ તમામ પાસાઓ પર ચોક્કસથી નજર નાંખવી જોઈએ.

ફરજીયાત ન હોય તો પણ રિટર્ન ભરવાથી મળતા લાભ

- ટેક્સ રિટર્ન ફાઈલ કરનાર વ્યક્તિએ TDS તરીકે ચૂકવેલા કરના રિફંડનો દાવો કરી શકે છે, પણ જો વ્યક્તિ દ્વારા કોઈ ટેક્સ ભરવામાં આવ્યો હોય તો તે રિફંડનો દાવો કરી શકતો નથી.

- તમારા એમ્પ્લોયરને કોઈ નિશ્ચિત ખર્ચ કે રોકાણ અંગે જાણ કરવાનું ચૂકી ગયા હોવાથી, તેના કારણે તમે વધુ TDS ચૂકવ્યો છે, તો તેવા સંજોગોમાં ડિડક્શનનો દાવો કરવા માંગતા હોવ તો આઈટીઆર ફાઈલ કરવું જરૂરી છે.

- કોઈ સ્વતંત્ર વ્યક્તિ દ્વારા થયેલી આવક પર જે આવકવેરો ભરવાને પાત્ર નથી તેના પર થયેલ TDS કપાતના રીફંડનો ક્લેમ કરવા માટે પણ આઈટીઆર ફાઈલ કરવું જરૂરી છે.

- જો તમારી આવક મૂળ કરમુક્તિ મર્યાદા કરતા વધુ પરંતુ 5 લાખ રૂપિયા કરતા ઓછી છે, તો તમે કલમ 87A હેઠળ 12,500 રૂપિયા સુધીની છૂટનો દાવો કરી શકો છો.

ઝુનઝુનવાલાના જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિની જીટીઆઈ રૂ. 2.5 લાખ થી 5 લાખ રૂપિયાની વચ્ચે હોય તો તે ટેક્સમાં છૂટનો દાવો કરી શકે છે.

સેતુરામન અનુસાર, "ભલે કેટલાક વ્યક્તિઓ માટે ITR ફાઇલ કરવું ફરજિયાત ન હોય, પરંતુ ITR ફાઇલ કરવામાં આવે તો કેટલાક લાભોનો લાભ મેળવી શકે છે."

નુક્સાનને પહોંચી વળવા અને ભવિષ્યની આવક સેટઓફ કરવા માટે રીટર્ન ભરવું જરૂરી છે. તેમના મત મુજબ નુક્સાનને પહોંચી વળવા અને ભવિષ્યમાં થતા કેપિટલ ગેઈન સામે તેમને સેટઓફ કરવા માટે રીટર્ન ઘણો ઉપયોગી નિવડે છે અને આ તમામ લાભ માટે ચાલુ વર્ષમાં રીટર્ન ફાઈલ કરવું જરૂરી છે.

લોન અને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની સામાન્ય પૂર્વશરત માં પણ ITR એક શરત છે. આંતરરાષ્ટ્રીય વિઝા અરજીઓ માટે પણ થોડા વર્ષોના ITRની જરૂર પડી શકે છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો શેર આ વર્ષે 60% વધ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

ઝુનઝુનવાલાના મત મુજબ વ્યક્તિએ પોતાની આવકના પુરાવા અને ITRમાં કરવામાં આવેલા ડીડક્શન અને એક્સેમ્પશનના પુરાવા સારવીને રાખવા જોઈએ. મહત્વના દસ્તાવેજો જેમ કે 80C હેઠળ ક્લેમ માટે રોકાણ અને ખર્ચના પુરાવા, કલમ 80G માટે દાનની રસીદો, મકાન ભાડા ભથ્થા મુક્તિ માટે ભાડાની રસીદો વગેરે જાળવી રાખવી જોઈએ.

ફાઇનાન્સ એક્ટ, 2021 મુજબ, ટેક્સ અધિકારીઓ સામાન્ય કેસમાં ત્રણ વર્ષ (અગાઉના સમયગાળા માટે છ વર્ષ) અને કોઈ ચોક્કસ કેસમાં 10 વર્ષથી વધુ જુની રેકોર્ડ્સના મૂલ્યાંકન ફરી ખોલી શકે છે. તેથી આવક અને સંપતિના આધારના દસ્તાવેજી પુરાવા ઓછામાં ઓછા 6 વર્ષ સુધી સીચવીને રાખવો જોઈએ.
First published:

Tags: Income tax department, Income Tax Return, IT Return