લોકોને પરેશાન કરતા SMS રોકવા નવા નિયમ, આવી રીતે થશે ફાયદો

ટેલિકોમ કંપનીઓ ટ્રાઇની સૂચના મુજબ સ્ક્રબિંગ પ્રક્રિયા અમલી બનાવી રહી છે

ટેલિકોમ કંપનીઓ ટ્રાઇની સૂચના મુજબ સ્ક્રબિંગ પ્રક્રિયા અમલી બનાવી રહી છે

 • Share this:
  નવી દિલ્હી : છ ટેલિકોમ કંપનીઓએ એસએમએસ સ્ક્રબિંગ એટલે કે લોકોને પરેશાન કરતા કંપનીઓના સ્પામ મેસેજને એક અઠવાડિયા માટે સ્થગિત કર્યા બાદ હવે ટેલિકોમ રેગ્યુલેટરી(TRAI)એ બુધવારથી આ પ્રક્રિયા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ટેલિકોમ કંપનીઓ ટ્રાઇની સૂચના મુજબ સ્ક્રબિંગ પ્રક્રિયા અમલી બનાવી રહી છે. સ્ક્રબિંગ પ્રક્રિયા હેઠળ દરેક એસએમએસ વપરાશકર્તાઓ સુધી પહોંચતા પહેલા રજીસ્ટર ટેમ્પ્લેટ સાથે વેરીફાઈ થયેલા છે.

  ડીએલટી બ્લોકચેન ઉપર આધારિત રજીસ્ટ્રેશન પદ્ધતિ છે. ડીએલટી પ્લેટફોર્મ ઉપર ટેલીમાર્કેટર્સની નોંધણી ફરજિયાત છે. એસએમએસના સ્પામિંગથી લોકોને બચાવવા આ નિર્ણય લેવાયો હતો. અલબત્ત ટ્રાઈએ થોડું ઢીલું મૂક્યું છે. ટ્રાઇએ હાલમાં મેસેજને ગ્રાહકો સુધી પહોંચાડવાની છૂટ આપી છે. જેમાં કન્ટેન્ટ ટેમ્પલેટ રજીસ્ટર થયેલ નથી અથવા કન્ટેન્ટ ગુમ હોય અથવા રજિસ્ટર્ડ ટેમ્પલેટ અને ડિલિવરી મેસેજ મેળ ખાતા નથી તો પણ સંદેશ ગ્રાહકને પહોંચાડવાની મંજૂરી આપી છે.

  ટેલિકોમ કંપનીઓએ સ્ક્રબિંગ પ્રક્રિયામાં નિષ્ફળ થનારા એસએમએસ ટ્રાફિકની સંખ્યા વિશે રોજિંદા અહેવાલ આપવાના રહેશે. 23 માર્ચ 2021ના ​​રોજ આખી પ્રક્રિયાની ફરી સમીક્ષા કરવામાં આવશે.

  આ પણ વાંચો - દાનવીરોને સલામ, ધૈર્યરાજના ખાતામાં 10 કરોડ રૂપિયા સુધીનું દાન થયું એકઠું

  સમસ્યા શું હતી?

  નવા નિયમોને કારણે ઓટીપી અને એસએમએસ પહોંચતા ન હોવાની ફરિયાદો મળી હતી. પરિણામે લોકો પરેશાન થયા હતા. જેથી આ નિર્ણય ફેરવી નાખ્યો છે. કંપનીઓને નવા માળખાને સ્વીકારવા માટે વધુ 7 દિવસનો સમય આપ્યો છે. એસએમએસને રોકવામાં ગોઠવાયેલી સુવિધાના પગલે બેંકો, ઇ-કોમર્સ અને અન્ય કંપનીઓના એસએમએસ મોડા પડી રહ્યા હતા.

  શું છે એસએમએસ સ્ક્રબિંગ?

  દરેક એસએમએસ મોકલતા પહેલાં તેની ચકાસણીની પ્રક્રિયાને સ્ક્રબિંગ કહેવામાં આવે છે. દિલ્હી હાઈકોર્ટે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇને તાત્કાલિક સ્પામ એસએમએસ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જેની અમલવારીથી લોકો હેરાન થયા હતા. કોર્ટના આ આદેશનું પાલન કરવા માટે ટ્રાઇએ નવી ડીએલટી સિસ્ટમ રજૂ કરી હતી. નવી ડીએલટી સિસ્ટમમાં રજિસ્ટર્ડ ટેમ્પલેટવાળા દરેક એસએમએસની સામગ્રી ચકાસણી થયા પછી જ વિતરિત કરવામાં આવશે. આ આખી પ્રક્રિયાને સ્ક્રબિંગ કહેવામાં આવે છે.
  First published: