નવા મોબાઈલ સ્કેમથી સાવધાન, SMSમાં આવનાર OTP સુરક્ષિત નથી

પ્રતિકાત્મક તસવીર

હેકર કોઈપણ ફોન નંબર પર મોકલવામાં આવેલ મેસેજને પોતાની સિસ્ટમમાં ડાયરેક્ટ જોઈ શકે છે જે માટે હેકર ટેક્સ્ટ મેસેજિંગ મેનેજમેન્ટ સર્વિસનો ઉપયોગ કરે છે

 • Share this:
  ઈન્ટરનેટ અને મોબાઈલે આપણી જીવનશૈલીને સરળ બનાવવાની સાથે સાથે મુશ્કેલ પણ બનાવી છે. આજકાલ આપણે અવારનવાર સાંભળીએ છીએ કે, લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર થઈ રહ્યા છે. અત્યારે આપણી સામે એક નવી મુશ્કેલી સામે આવી છે. જેમાં હેકર કોઈપણ ફોન નંબર પર મોકલવામાં આવેલ મેસેજને પોતાની સિસ્ટમમાં ડાયરેક્ટ જોઈ શકે છે જે માટે હેકર ટેક્સ્ટ મેસેજિંગ મેનેજમેન્ટ સર્વિસનો ઉપયોગ કરે છે. જેમાં તમારા ફોન પર આવેલ OTP અને લોગ ઈન લિંકને ચોરી લે છે.

  રૂ.1190માં વેચાઈ રહ્યો છે ડેટા

  મદરબોર્ડના રિપોર્ટર જોસેફ ફોક્સે પોતાના વ્યક્તિગત નંબર પર થયેલ હુમલાની જાણકારી આપી છે. હેકર ખૂબ જ સરળતાથી મોબાઈલ નંબર પર આવનાર SMSને સરળતાથી રિડાયરેક્ટ કરી શકે છે. આ હુમલા માટે હેકર માત્ર $16 (લગભગ રૂ.1190)ની રકમ ચૂકવી આ પ્રકારની સર્વિસ પ્રાપ્ત કરે છે. આ મામલો અમેરિકાનો છે, જ્યાં આ પ્રકારનું હેકિંગ થઈ રહ્યું છે.

  ભારતમાં OTP મોડો આવી રહ્યો છે. આ પ્રકારની સમસ્યા માત્ર બેન્ક, ઈ-કોમર્સ તથા અન્ય કંપનીઓની સર્વિસની સાથે ડેબિટ કાર્ડથી લેવડદેવડ અને અન્ય સિસ્ટમનો ઉપયોગ કરવા સમયે પણ થઈ રહી છે. OTP મોડા આવવાને કારણે TRAI (ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) તરફથી માર્ગદર્શિકા જાહેર કરી છે. TRAIએ OTP ફ્રોડથી બચવા માટે SMS ટેમ્પલેટ જાહેર કર્યું છે.

  આજકાલ ઘણા લોકો સાઈબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ પહેલા મોબાઈલ નંબર પર ઓટીપી મોકલીને વેરિફાઈ કરવામાં આવે છે. જેનો હેકર લાભ લઈ રહ્યા છે. તમે જોતા હશો કે ઘણી વાર તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવતા પહેલા થોડો સમય લાગે છે, હેકર તેનો લાભ લઈ રહ્યા છે. આ પ્રકારે આજકાલ સાઈબર ક્રાઈમના બનાવ બની રહ્યા છે.

  આ પ્રકારના સાઈબર ક્રાઈમ વધતા TRAIએ એક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પ્રકારના સાઈબર ક્રાઈમથી સાવધાન અને સચેત રહો. TRAIએ ટેલિકોમ કંપનીઓને આ બાબતે તાત્કાલિક પગલા લેવા કહ્યું છે અને સમયબદ્ધ નોંધણી કરાવવા કહ્યું છે.
  First published: