ઈશા અંબાણીની મોટી સિદ્ધિ, અમેરિકાના 'સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમ ઑફ એશિયન આર્ટ'ના બોર્ડમાં સામેલ

ઈશા અંબાણી 'સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમ ઑફ એશિયન આર્ટ'ના બોર્ડમાં સામેલ

Isha Ambani: 'સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમ ઑફ એશિયન આર્ટ' તરફથી ઈશા અંબાણીને ભારતમાં ડિજિટલ ક્રાંતિના લીડર ગણાવવામાં આવ્યા છે.

 • Share this:
  નવી દિલ્હી: અમેરિકાના વૉશિંગટન ડી સી સ્થિત 'સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમ ઑફ એશિયન આર્ટ' (Smithsonian’s National Museum of Asian Art)ના બોર્ડમાં ઈશા અંબાણી (Isha Ambani)ને સામેલ કરવામાં આવ્યા છે. ઈશા અંબાણી બોર્ડના સૌથી યુવા સભ્ય છે. ઈશા અંબાણની આગામી ચાર વર્ષ માટે બોર્ડમાં વરણી કરવામાં આવી છે. ઈશા અંબાણી ઉપરાંત બોર્ડમાં કેરોલિન બ્રેહમ (Carolyn Brehm) અને પીટર કિમેલમેન (Peter Kimmelman)ની પણ વરણી કરવામાં આવી છે. 'સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમ ઑફ એશિયન આર્ટ'ના બોર્ડના સભ્યોમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ, અમેરિકાના મુખ્ય ન્યાયાધીશ, અમેરિકન સેનેટના ત્રણ સભ્યો ઉપરાંત અમેરિકન હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવના ત્રણ સભ્યો સામેલ હોય છે. આના પરથી એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે આ બોર્ડ કેટલું મહત્ત્વપૂર્ણ છે.

  'સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમ ઑફ એશિયન આર્ટ' તરફથી ઈશા અંબાણીને ભારતમાં ડિજિટલ ક્રાંતિના લીડર ગણાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈશા અંબાણી રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ (Jio Infocomm)ના ડિરેક્ટર છે. તેઓ જિયોપ્લેટફોર્મમાં રોકાણ લાવનારી એ ટીમના સભ્ય હતા જેમણે ફેસબુક સાથે 5.7 અબજ ડૉલરના સોદાને પાર પાડ્યો હતો. એટલું જ નહીં, રિલાયન્સના ફેશન પોર્ટલ Ajio.comને લૉંચ કરવા પાછળ પણ ઈશા અંબાણી હતા. ઈશા અંબાણી જિયોમાર્ટ (JioMart)નું કામકાજ પણ જોઈ રહ્યા છે. ઈશા અંબાણી પાસે યેલ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની ડિગ્રી છે. ઈશા અંબાણીએ ન્યૂયોર્કમાં મેકિન્સે એન્ડ કંપની (McKinsey & Company)માં બિઝનેસ એનાલિસ્ટ તરીકે પણ કામ કર્યું છે.

  મ્યૂઝિયમનો ઇતિહાસ

  'સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમ ઑફ એશિયન આર્ટ'ની સ્થાપના 1923ના વર્ષમાં કરવામાં આવી હતી. આ મ્યૂઝિયમને પોતાના અસાધારણ સંગ્રણ, પ્રદર્શન, કળા, સંરક્ષણ અને સંરક્ષણ વિજ્ઞાનની પોતાની સદીઓ જૂની પરંપરા અને આવડતને લીધે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મળેલી છે. મ્યૂઝિયમ વર્ષ 2023માં પોતાના શતાબ્દી વર્ષની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે. આથી ચાર વર્ષ માટે સભ્ય તરીકે વરાયેલા ઈશા અંબાણી સહિત અન્ય સભ્યોની ભૂમિતા મહત્ત્વની બની રહેશે.

  આ પણ વાંચો: Jio-BP Mobility Station: જિયો-બીપીએ લૉંચ કર્યું પ્રથમ મોબિલિટી સ્ટેશન, મળશે આ તમામ સુવિધા

  મ્યૂઝિયમ ડિરેક્ટર ચેસ એફ. રૉબિન્સને કહ્યુ કે,"સગ્રહાલયના સહયોગીઓ સાથે મને બોર્ડમાં નવા વરાયેલા સભ્યોનું સ્વાગત કરતા ઘણો આનંદ થાય છે. હું નવા બોર્ડ સભ્યોને અભિનંદન પાઠવું છું. આ પ્રતિભાશાળી નવા સભ્યોના વિઝન અને કંઈક કરી છૂટવાની ભાવના અમારા સંગ્રહને વધારે સંમોહક બનાવશે. અમે અમારા સંગ્રહનો વિસ્તાર કરવા અને એશિયન કળા અને સંસ્કૃતિને સમજવાના અમારા પ્રયાસો વધુ તેજ બનાવીશું."
  Published by:Vinod Zankhaliya
  First published: