શું ઘરમાં લગાવાયેલા સ્માર્ટ મીટર અને ગેસ મીટર તમારી જાસૂસી કરે છે? અહીં જાણો આખી ડિટેલ

સ્માર્ટ મીટર જાસૂસી કરે છે?

તાજેતરમાં અમેરિકામાં થયેલી એક ઘટનાએ આ બાબતે ઈશારો કર્યો છે!

  • Share this:
નવી દિલ્હી : દેશમાં ઘરે વીજળીનું મીટર હોય તે વાત તો જૂની થઈ ગઈ. ઘણા સમયથી પાણી અને ગેસની સપ્લાય માટે પણ મીટર મૂકવામાં આવે છે. હવે આવા મીટરમાં પણ ફેરફાર થવા લાગ્યા છે. દેશમાં ડિજિટલ મીટર મુકાય છે. જેને સ્માર્ટ મીટર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ મીટર આપણા જ ઘરમાં રહીને આપણી જાસૂસી કરે છે? તાજેતરમાં અમેરિકામાં થયેલી એક ઘટનાએ આ બાબતે ઈશારો કર્યો છે!

સ્માર્ટ મીટર એટલે શું?

સ્માર્ટ મીટર કે એવાન્સ મીટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ મેજર. જે આપણા ઘરમાં ઉપયોગમાં લેવાયેલી વીજળી, પાણી સહિતની બાબતની જાણકારી રાખે છે. જેમાં હાર્ડવેર, સોફ્ટવેર, સંચાર ડિસ્પ્લે અને કંટ્રોલ હોય છે. આ ઉપરાંત તેમાં મીટર ડેટા મેનેજમેન્ટ સોફ્ટવેર અને સપ્લાયર બિઝનેસ સિસ્ટમ જેવી વસ્તુઓ પણ હોય છે. આ બધું એક મોટા સ્માર્ટ ગ્રીડનો ભાગ હોય છે.

આવા મીટરની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે

છેલ્લા કેટલાક સમયથી વિશ્વમાં એડવાન્સ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા AMIના ઉપયોગનું ચલણ ખૂબ ઝડપથી વધવા લાગ્યું છે. આ નવી પ્રકારના સ્માર્ટ મીટર માત્ર આપણા ઘરની જ નહીં, પરંતુ ઔદ્યોગિક એકમોની પણ જાસૂસી કરે છે. 2019માં અમેરિકામાં 9 કરોડ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા હતા. યુરોપિયન યુનિયનમાં 2022 સુધીમાં આવા 12.5 કરોડ મીટર લગાવવામાં આવે તેવી અપેક્ષા છે.

આ મીટરમાં શું ખાસિયત છે?

એએમઆઈ મીટર પહેલા ઓટોમેટિક મીટર રીડિંગ સિસ્ટમ હતા. જે આજે પણ દુનિયાના ઘણા દેશમાં કામ કરે છે. જેમાં માત્ર મીટરથી મીટર રીડર સુધી એક તરફી સંચાર થાય છે. અલબત, એએમઆઈ સિસ્ટમમાં બે તરફી સંચારની વ્યવસ્થા હોય છે. જેનાથી તેમાં આદેશ કે નિર્દેશ પણ મોકલી શકાય છે. તેમાં ચાર્જમાં થયેલા ફેરફારની જાણકારી, માંગ મુજબ કાર્ય તેમજ દૂરથી જ સેવાઓ રદ કરવાનો વિકલ્પ પણ સામેલ હોય છે. આ સિસ્ટમ કોઈપણ પ્રકારના વાયરલેસ સંચાર અથવા કનેક્શન વાયર દ્વારા સંપર્ક કરી શકે છે.

આવી રીતે ગઇ શંકા

આ નવા સિસ્ટમમાં ઘણી સમસ્યાઓ જોવા મળી છે. 2021ના ફેબ્રુઆરીમાં ટેક્સાસમાં પ્રથમ હિમવર્ષા થઈ, ત્યારે તેમાં 150થી વધુ લોકોના મોત થયા હતા. આને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી. જ્યારે વાઇટ હેટ હેકરે ક્યાં ક્યાં વીજળી ગઈ? તે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે કંપનીએ સંવેદનશીલ જાણકારી હોવાનો હવાલો આપી જાણકારી આપવાનો ઇનકાર કર્યો હતો.

અમુક ચોક્કસ જગ્યાએ જ કેમ થાય છે બ્લેકઆઉટ?

વીજ કંપની કયું સ્માર્ટ મીટર ઉપયોગમાં મુકશે તેની જાણકારી હૈશ નામના હેકર પાસે હતી. તેણે આસપાસના વાયરલેસ કનેક્શનો પર ધ્યાન રાખવાનું શરૂ કર્યું હતું. 40 કિલોમીટરના રસ્તામાં તેણે 7 હજાર સ્માર્ટ મીટરના આંકડા વાંચ્યા હતા. તેણે જોયું કે, અશ્વેત રહેણાંક વિસ્તારોમાં કોઈ કારણ વગર બ્લેકઆઉટ વધુ સંખ્યામાં થઈ રહ્યું છે. હૈશએ બધા જ આંકડા સાથેની આ જાણકારી સોશિયલ મીડિયામાં મૂકી હતી.

દૂરથી થર્મોસ્ટેટનો કંટ્રોલ

જો તમને આ વાત વધુ ગંભીર ન લાગતી હોય તો અહીં જાણવું જોઈએ કે, ટેક્સાસમાં ઘણા લોકોને તેઓ ઇચ્છે તો તેમના થર્મોસ્ટેટનુ તાપમાન પોતાની રીતે જરૂર મુજબ ઓછું વધુ થઈ શકે તેવી સુવિધા આપતો પ્રોગ્રામ પસંદ કરવાનો વિકલ્પ અપાયો હતો. જેના પરથી ફલિત થાય કે, દૂરથી ઉપકરણ નિયંત્રિત કરવાનો મતલબ એમ છે કે સ્માર્ટમીટર ઘણી બધી જાણકારી મેળવી શકે છે.

આ ચિંતા પણ છે

સૌથી ભયજનક બાબત એ છે કે, સ્માર્ટ મીટર અને તેના માધ્યમથી ઘરના અન્ય ઉપકરણો પણ હેકર્સનો શિકાર થઇ શકે છે. તાજેતરમાં જ આવો બનાવ સામે આવ્યો હતો. જ્યાં રેન્સમવેર નાખીને અમેરિકાના અનેક વિસ્તારોમાં પાઇપલાઇન વ્યવસ્થા ખોરવી દેવાઈ હતી. આ સુવિધાને ફરી પાટે ચડાવવા માટે અમેરિકન સરકારને કરોડો ડોલર ચુકવવા પડયા હતા. આ સ્માર્ટમીટર ઘરની બધી જ જાણકારી પ્રાપ્ત કરીને તે બજારમાં વેચી શકે છે. આવું હમણાંથી ચલણ વધ્યું છે. સ્માર્ટફોનમાં આવું થાય છે. સ્માર્ટમીટર કંપનીઓને વીજળીથી કયું ઉપકરણ ક્યારે કામમાં લેવાય છે તે સહિતની જાણકારી પહોંચાડી શકે છે. આ ઉપરાંત તેમાં દૂરથી ઉપકરણોને નિયંત્રિત કરવાની ક્ષમતા હોવાથી ગંભીર અસરો સામે આવી શકે છે.
First published: