Home /News /business /ઘરે બેઠા શરૂ કરો આ ઓનલાઈન બિઝનેસ, રોજના 1 હજાર રૂપિયા સુધી કમાણી થશે

ઘરે બેઠા શરૂ કરો આ ઓનલાઈન બિઝનેસ, રોજના 1 હજાર રૂપિયા સુધી કમાણી થશે

ઓછા ખર્ચે શરૂ કરો આ બિઝનેસ

આજના યુગમાં ઈન્ટરનેટે કામ કરવાની રીતને જ બદલી દીધી છે. આજકાલ એક નહિ પણ ઘણા એવા બિઝનેસ છે, જેને તમે ઓનલાઈન ઘરે બેઠા સરળતાથી શરૂ કરી શકો છો. આજે અમે તમને એક આવા જ બિઝનેસ વિશે જણાવીશું.

    નવી દિલ્હીઃ આજના યુગમાં ઈન્ટરનેટે કામ કરવાની રીતને જ બદલી દીધી છે. આજકાલ એક નહિ પણ ઘણા એવા બિઝનેસ છે, જેને તમે ઓનલાઈન ઘરે બેઠા સરળતાથી શરૂ કરી શકો છો. આજે અમે તમને એક આવા જ બિઝનેસ વિશે જણાવીશું. તમે આ કામને ઓછામાં ઓછા ખર્ચે શરૂ કરીને તગડો નફો કમાઈ શકો છો.

    શું છે બિઝનેસ આઈડિયા


    તમે ઘરેથી જ ઓનલાઈન રેસ્ટોરેન્ટ બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસમાં તમારે કિચનમાં બનેલા ભોજનને વેચવાનું રહેશે. તેના માટે ખાવાનું બનાવીને તેને પેક કરીને ઓનલાઈન ડિલીવરી એપ દ્વારા વેચવું પડશે. આજે માર્કેટમાં ઘણા ઓનલાઈન ફૂડ ડિલીવરી પાર્ટનર જેવા કે, ઝોમેટો, સ્વિગી વગેરે દ્વારા તમે ઓર્ડર પર ઘરે બનેલું ભોજન વેચી શકો છો. તમારા મેન્યૂ પ્રમાણે જ તમારી પાસે ઓર્ડર આવશે.

    આ પણ વાંચોઃ શેરબજારમાં આ બે વસ્તુ ખબર પડી જાય તો લાખોની કમાણી કરાવતા શેર શોધવા ડાબા હાથની રમત

    તમારે મોબાઈલ પર આવેલા ઓર્ડર પ્રમાણે તરત જ ફૂડને પેક કરવું પડશે. ફૂડ પેકિંગ માટે જરૂરી સામાન ઓનલાઈન વેબસાઈટ પરથી મળી રહે છે. ત્યારપછી તમારી પાસે ડિલીવરી બોય આવશે, જે ઓર્ડર ગ્રાહક સુધી પહોંચાડશે. તમારા અને ફૂડ ડિલીવરી એપની વચ્ચે જે કરાર થયો હશે, તે પ્રમાણે તમારા એકાઉન્ટમાં પેમેન્ટ આવી જશે.

    કેવી રીતે કરવી શરૂઆત


    સૌથી પહેલા તમારું કિચન રેડી કરો અને તમારા કિચન રેસ્ટોરેન્ટનું નામ નક્કી કરી લો. ત્યારપછી તમારે FSSAI પાસેથી ફૂડ લાઈસન્સ મેળવવું પડશે. હવે ફૂડ ડિલીવરી પાર્ટનર જેમ કે, ઝોમેટો, સ્વિગી વગેરે પાસે તમારા રેસ્ટોરેન્ટને રજિસ્ટર કરાવવા માટે સંપર્ક કરો. ફૂડ ડિલીવરી પાર્ટનર એક્ઝીક્યૂટિવ તમારી પાસે મુલાકાત લેશે. બધું જ યોગ્ય હોવા પર તમને અપ્રૂવલ મળી જશે. ત્યારપછી તમને ઓનલાઈન ઓર્ડર મળવાની શરૂઆત થઈ જશે.

    આ પણ વાંચોઃ 8 મહિના પછી ટાટા સ્ટીલમાં આવી ચમક, એક્સપર્ટે કહ્યું,‘આંખ બંધ કરીને લગાવી દો રૂપિયા’

    રોજના 1 હજાર રૂપિયાની કમાણી


    બની શકે કે શરૂઆતમાં તમને થોડા ઓછા આર્ડર મળે. પરંતુ જો તમને રોજના 29 ઓર્ડર મળી જાય અને તમે દરેક ઓર્ડર પર 50 રૂપિયાની બચત કરી તો, દરેક દિવસે તમે 1 હજાર રૂપિયા બચાવી શકશો. આ બિઝનેસમાં કોઈ પણ પ્રકારની રજા હોતી નથી, તો તમે મહિનાના 30 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. તમે ઈચ્છો તો ફૂડ સર્વિસ માટે સાંજનો સમય પણ પસંદ કરી શકો છો.


    (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business idea, Business news, Earn money

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन