Home /News /business /Business Idea: આજે જ શરુ કરો આ સુપરહિટ બિઝનેસ, સરળતાથી મળશે 70 થી 80% સુધીનો નફો

Business Idea: આજે જ શરુ કરો આ સુપરહિટ બિઝનેસ, સરળતાથી મળશે 70 થી 80% સુધીનો નફો

મખાનાની ખેતી બિહાર રાજ્યમાં વિશાળ પ્રમાણમાં કરવામાં આવે છે.

Business Idea: જો તમે સક્ષમ નફાકારક ખેતી કરવા માંગો છો તો તમે મખાનાની ખેતી કરી શકો છો. તેની ખેતીમાં તમને બમ્પર નફો મળી શકે છે. આ સાથે તેમાં સબસીડી પણ આપવામાં આવે છે.

Business Idea: જો તમે સારો નફો કમાય શકાય તેવી ખેતી કરવા માંગો છો તો તમે મખાના ફાર્મિંગ કરી શકો છો. તેની ખેતીમાં તમને બમ્પર નફો મળી શકે છે. આ એક એવું ઉત્પાદન છે જે દરેક ઋતુ શિયાળા, ઉનાળો કે ચોમાસામાં ખાવામાં આવે છે. આ સિવાય બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. એટલું જ નહીં આ પ્રોડક્ટની માંગ ગામડાઓથી લઈને શહેરો સુધી હંમેશા રહે છે. સાથે જ તેની ખેતીને કારણે ખેડૂતોની આવકમાં પણ અનેક ગણો વધારો થાય છે.

આ પણ વાંચો:2 રૂપિયાથી પણ ઓછી કિંમતના આ શેરોએ ચમકાવી દીધું રોકાણકારોનુ નસીબ, ડબલ કરી દીધા રૂપિયા

બિહારના કેટલાક જિલ્લાઓમાં મખાનાની ખેતી દેશમાં સૌથી વધુ થાય છે. બિહારમાં નીતીશ સરકારે ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ્ય સાથે મખાના વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને 72,750 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે.

મખાનાની ખેતી કેવી રીતે થાય છે?


મખાનાની ખેતી બે રીતે કરી શકાય છે. પ્રથમ રસ્તો તળાવમાં ખેતી કરવાનો છે અને બીજો રસ્તો ખેતરોમાં ખેતીનો છે. તેની ખેતીમાં બે પાક લઈ શકાય છે. પ્રથમ માર્ચમાં વાવેતર અને પછી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કાપણી. બીજી તરફ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બીજો પાક વાવવામાં આવે છે, જેની કાપણી ફેબ્રુઆરી-માર્ચમાં થાય છે. પહેલા તેની નર્સરી તૈયાર કરવામાં આવે છે અને પછી તેને ઓછામાં ઓછા દોઢથી બે ફૂટ પાણીવાળા ખેતરમાં કે તળાવમાં રોપવામાં આવે છે. તેનો પાક લગભગ 6 મહિનામાં તૈયાર થઈ જાય છે.

આ પણ વાંચો:આ કંપનીના શેરે 10 વર્ષમાં આપ્યું 5500 ટકા વળતર, 10 હજારને બનાવી દીધા 5 લાખ; હજુ પણ કમાણી કરાવી શકે

કમાણી કેટલી થશે?


પ્રાપ્ત માહિતી અનુસાર, જો ખેડૂત આધુનિક ટેક્નોલોજીથી મખાણાની ખેતી કરે છે તો 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. બીજી તરફ આવકની વાત કરીએ તો એક સિઝનમાં તેમાંથી ઓછામાં ઓછા 1 થી 1.5 લાખ રૂપિયા મળે છે. જ્યારે મખાનાનું વાવેતર વર્ષમાં બે વાર થાય છે.


સરકાર તરફથી સબસિડી મળશે


આ ખેતી કરતા ખેડૂતોને મહત્તમ 72,750 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. સબસિડી મેળવવા માટે જિલ્લાના ખેડૂતો બિહાર સરકારને અરજી કરી શકે છે.
First published:

Tags: Agricultural, Business news, Low cost Business Idea