PPF, SCSS, KVP અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કયું છે બેસ્ટ ઓપ્શન, ચેક કરો બધી ડિટેલ

પ્રતિકાત્મક તસવીર (Small Savings Schemes)

Small Savings Schemes- આજે અમે કેટલીક બચત યોજનાઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં રોકાણથી ગેરન્ટેડ રિટર્ન મેળવી શકો છો

  • Share this:
    નવી દિલ્હી : સરકાર દ્વારા ઘણી નાની બચત યોજનાઓ (Small Savings Schemes)ચલાવવામાં આવી રહી છે. આ બચત યોજનાઓ (Savings Schemes)પર મળતા વ્યાજદરમાં દરેક ક્વાર્ટરમાં ફેરફાર કરે છે. આ નાની બચત યોજનાઓમાં નિવેશ કરવા પર 4 થી લઇને 7.6 ટકા સુધી વ્યાજ મળે (Savings Scheme interest rate) છે. આજે અમે કેટલીક બચત યોજનાઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં રોકાણથી તે ગેરન્ટેડ રિટર્ન મેળવી શકો છો. આ યોજનાઓમાં કિસાન વિકાસ પત્ર, વરિષ્ઠ નાગરિક બચત યોજના (Senior Citizens Savings Scheme)પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund)અને સુકન્યા યોજના (Sukanya Samriddhi Yojana)સામેલ છે. જો તમે પણ આ યોજનાઓમાંથી કોઇમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો પહેલા જાણી લો કે તેના પર કેટલું વ્યાજ મળે છે.

    સુકન્યા સમૃદ્ધિ યોજના

    આ સ્કીમ ફક્ત 10 વર્ષની પુત્રી માટે છે અને ઘણી લોકપ્રિય છે. હાલ તેના પર 7.6 ટકા વ્યાજ મળે છે. આ સ્કીમમાં વ્યક્તિ પોતાની બે પુત્રીઓ માટે એકાઉન્ટ ખોલાવી શકે છે. 21 વર્ષની ઉંમરમાં પુત્રીઓ આ ખાતામાંથી પૈસા કાઢી શકે છે. આ સ્કીમમાં 9 વર્ષ 4 મહિનામાં રકમ ડબલ થઇ જશે.

    આ પણ વાંચો - Personal Loan Rates: જાણો કઇ બેંકમાં મળશે સૌથી સસ્તી 5 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન, અહીં આપી છે EMIથી પ્રોસેસિંગ ફી સુધીની માહિતી

    પલ્બિક પ્રોવિડેન્ટ ફંડ (PPF)

    PPF સૌથી લોકપ્રિય ટેક્સ સેવિંગ્સ સ્કીમ છે. તેમાં કરેલ રોકાણ 15 વર્ષમાં મેચ્યોર થાય છે. PPFના નિવેશમાં 5 વર્ષનો લોકઇન પીરિયડ હોય છે. જેમાં મિનિમમ 500 રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. હાલ તેમાં 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

    વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)

    જે લોકોની ઉંમર 60 વર્ષથી વધારે છે તે પોતાના લાઇફ ટાઇમમાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરીને રેગ્યુલર ઇન્કમ મેળવી શકો છો. સીનિયર સિટિઝન પતિ-પત્ની મળીને 30 લાખ રૂપિયા સુધી આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. જેમાં 5 વર્ષનો લોકઇન છે એટલે 5 વર્ષ સુધી તેમાં પૈસા કાઢી શકો નહીં. હાલ તેના પર 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે.

    કિસાન વિકાસ પત્ર (KVP)

    કિસાન વિકાસ પત્રમાં મિનિમમ 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. જેમાં હાલ 6.9 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. કિસાન વિકાસ પત્રમાં આ વાયદો કરવામાં આવે છે કે તમારું રોકાણ 10 વર્ષ 4 મહિનામાં ડબલ થઇ જશે.
    Published by:Ashish Goyal
    First published: