Home /News /business /

સામાન્ય માણસને મોટો ઝટકો ! PPF અને સુકન્યા જેવી સ્કીમમાં વ્યાજદર ઘટ્યા

સામાન્ય માણસને મોટો ઝટકો ! PPF અને સુકન્યા જેવી સ્કીમમાં વ્યાજદર ઘટ્યા

  કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે, જેમાં નાની બચત યોજનાઓ પર વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારની જુલાઇ-સપ્ટેમ્બર તિમાહી માટે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. તેનો અર્થ થયો કે તમને ઓછો ફાયદો મળશે.

  ઉલ્લેખનીય છે કે સરકાર સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર દર તિમાહીમાં વ્યાજદર નક્કી કરે છે. આ સરકાર પર નિર્ભર કરે છે કે તે ક્યારે તેમાં બદલાવ કરશે. સ્પષ્ટ કરી કરે કે આ જરૂરી નથી કે સરકાર દર તિમાહીમાં બદલાવ કરે.

  અહીં ક્લિક કરી વાંચોઃ CCTV Video: સુરતમાં રસ્તે જતી યુવતીને કરંટ લાગતાં મોત

  એક્સપર્ટ્સનું કહેવું છે કે નાની બચત યોજનાઓ પર સરકાર વ્યાજદરમાં ઘટાડો કરે છે. આ વાતની આશંકા પહેલાથી હતી. કારણ કે વ્યાજદર સરકાર બોન્ડની દરમાં બદલાવ પર નિર્ભર કરે છે. સરકારને આશા છે કે નાની બચત યોજનાઓના દરમાં ઘટાડાથી હવે બેંક પોતાના દર ઓછા કરશે. બેંક નાની બચત યોજનાઓમાં વધુ વ્યાજદરની વાત કરી લોનનું વ્યાજ ઘટાડવાથી સંકોચ કરી રહી હતી.

  આ બચત યોજનાઓ જાણો નવી વ્યાજ દર

  - પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ: 7.90
  - સુકન્યા સમૃદ્ધિ યોજના: 8.4%
  - વરિષ્ઠ નાગરિક બચત યોજનાઃ 8.6%
  - રાષ્ટ્રીય બચત પત્રઃ 7.9%
  - કિસાન વિકાસ પત્રઃ 7.6 %
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Interest Rate

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन